________________
૨૨૦ ]
શ્રી આનંદઘન ચોવીશી માળા (ફૂલને પરવવાં માળામાં), ૭. ફૂલની આંગી રચવી, ૮. ચૂર્ણ પૂજા (બરાસ ચૂર્ણ), ૯. દેવજપૂજા (ધજા), ૧૦. આભૂષણપૂજા, ૧૧. કુસુમગૃહપૂજા, (ફૂલનું ઘર), ૧૨. કુસુમમેઘ ( ફૂલ વરસાવવાં), ૧૩. અષ્ટ માંગલિક (હાથમાં કેબીમાં અષ્ટમાંગલિકને ધરીને ઊભા રહેવું), ૧૪. ધૂપ-દીપક પૂજા, ૧૫. ગીત પૂજા (તાલ સહિત પ્રભુગુણગાન કરવું), ૧૬. નૃત્યપૂજા (પ્રભુ આગળ નાચ કરે), ૧૭. વર્ષ વાદ્યપૂજા, જે કાળે જે વાજિંત્રો મળતાં હોય તે સર્વ વગાડવાં.
આત્મારામજીએ સત્તર પ્રકાર નીચે પ્રમાણે પાડ્યા છે : 1. હવણ, ૨. વિલેપન, ૩. ચક્ષુયુગલ (અહીં અને સકળચંદની સત્તરભેદીમાં ફેર છે), ૪. ગંધપૂજા (એમાં અને સકળચંદની વાસપૂજામાં ફેર નથી.), પ. પુષ્પપૂજા, ૬. ફૂલની માળા, ૭. આંગી રચવી તે, ૮. ચૂર્ણ પૂજા, ૯. ધ્વજાપૂજા, ૧૦. આભરણુપૂજા, ૧૧. પુષ્પગ્રહપૂજા, ૧૨. પુષ્પવર્ષણપૂજા (એ સકળચંદજીની પૂજામાંથી ૧૨મી કુસુમમેઘપૂજા જ છે.), ૧૩. અષ્ટમંગલપૂજ, ૧૪. ધૂપપૂજા, ૧૫. ગીત પૂજા, ૧૬. નાટક (એ સકળચંદજી નૃત્યપૂજા પ્રમાણે જ છે.), ૧૭. વાજિંત્રપૂજા (એ સકળચંદજીની સર્વ વાદ્યપૂજા પ્રમાણે જ છે), એટલે એમાં ચક્ષુયુગલ રથાને વસ્ત્રયુગલને ફરક આવે છે.
મતલબ કહેવાની એ છે કે સારાં સુગંધીવાળાં દ્રવ્ય લઈ તેનાથી પ્રભુની સત્તરભેદી પૂજા કરવી. આ સર્વ પ્રથમ ભેદે દ્રવ્યપૂજા છે. ઉચ્ચ દ્રવ્યની અહીં મેળવણી છે. એમાં નોંધવા જેવી વાત ગીત અને નૃત્ય-નાચની છે. સંગીતથી એકાગ્રતા થાય છે, તે ખાસ સમજવા જેવી વાત છે.
એ જ સકળચંદજી ઉપાધ્યાયે એકવીસ પ્રકારની પૂજા બતાવી છે. તેમણે એકવીસ પ્રકારે આ પ્રમાણે આપ્યા છે : ૧. જલપૂજા, ૨. વસ્ત્રપૂજા ૩. ચંદનપૂજા, ૪. પુષ્પપૂજા, ૫. વાસપૂજા, ૬. ચૂઆચૂર્ણ પૂજા (બરાસના ચૂર્ણમાં ચંદન નાંખવું.), ૭. પુષ્પમાળા, ૮. અષ્ટમાંગલિક પૂજા (ધરવા), ૯. દીપક પૂજા, ૧૦. ધૂપપૂજા, ૧૧. અક્ષતપૂજા, (ચોખા), ૧૨. ધ્વજાપૂજા, ૧૩. ચામર. પૂજા, ૧૪, છત્રપૂજા, ૧૫. મુકુટપૂજા, ૧૬.દર્પણપૂજા (અરીસકાચ), ૧૭. નૈવેદ્યપૂજા, ૧૮. ફૂલપૂજા, ૧૯ગીતપૂજા, ૨૦. નાટકપૂજા (પ્રભુ સન્મુખ નાટક કરવું.), ૨૧. વાજિંત્રપૂજા. આમાં સુંદર દ્રવ્ય વધારે આવે છે. મતલબ, આ એકવીસ પ્રકારી પૂજા દ્રવ્યપૂજાને જ વિભાગ છે એમ સમજવું,
પ્રભુ આગળ સુંદર ફળ-નૈવેદ્ય ધરી એકસો આઠ પ્રકારની પૂજા કરવી. એ હાલમાં અષ્ટોત્તરી સ્નાત્ર તરીકે ઓળખાય છે. તેમાં ઉપર જણાવેલ અષ્ટપ્રકારી પૂજા અનેક સ્નાત્રીઆ વહેંચી લે છે અને તે વખતે ગીત-વાજિંત્ર વાગે છે. એ અષ્ટોત્તરી પૂજાને ખાસ વિધિ છે તે શાસ્ત્રોથી જાણી લે. આ અષ્ટોત્તરી પૂજા એ પણ દ્રવ્યપૂજા જ છે અને તે ઉત્કૃષ્ટ પ્રકારની દ્રવ્યપૂજા છે. આ ઉપરાંત ચોસઠપ્રકારી, નવાણુપ્રકારી વગેરે પૂજાઓ છે. કહેવાની મતલબ એ છે કે ઉત્તમ દ્રવ્ય મેળવીને તે વડે પ્રભુની દ્રવ્યપૂજા કરવી; જે મળે તે દ્રવ્યને ઉપયોગ કરે અને પ્રભુનું અનેક રીતે બહુમાન કરવું.
અને ભાવપૂજા તે અનેક પ્રકારે કરવાની છે. પછી તેમાં જગજીવન જગ વાલા” જેવું ભાવવાહી સામાન્ય સ્તવન બોલે કે આનંદઘનની વીશીમાંથી કોઈ સુંદર સ્તવન કહીને ભાવ