________________
૨૧૮].
શ્રી આનંદઘન-ચોવીશી અથ–ફૂલ, અક્ષત, સુંદર ધૂપ, દી, કેસર, નૈવેદ, ફળ, જળ (કળશ ભરીને)–એ આઠ પ્રકારની અંગ અને અગ્રપૂજાઓ છે. અને એને આચરવાથી ભવ્ય પ્રાણીઓ સારી ગતિને પામે છે. (૫)
ટબો–કુસુમ-કૂલ ૧, અક્ષત-ધાન્ય તંદુલાદિ ૨, પ્રધાન ધૂપ ૩, પઈ-રી ૪, ગંધવાસાદિ પ, નૈવેદ્ય-આહારાદિ ૬, ફલ-બીજ પૂરાદિ, જલ ૮-એમ અંગપૂજા અગ્રપૂજા મળી આઠ ભેદ થાય. આદિ શબ્દ ઘણા પ્રકાર હોય. જે ભવિક શુભ ગતિના પામણહાર, તેવે ભાવે પૂજા કરે, તે શુભ ગતિ વરે.
વિવેચન-પૂજા આઠ પ્રકારી છે. એ આઠ પ્રકાર આ રહ્યા : ૧, ફૂલ, ૨. અક્ષત (ચોખા), ૩. વર એટલે સુંદર ધૂપ, ૪. ગંધ, કેશર સુખડાદિ સારી સુવાસવાળા પદાર્થો, કસ્તૂરી વગેરે, ૫. દીપક–દી, ૬. નનૈવેદ્ય-મીઠાઇ, પકવાન, ૭. ફળ-જમરૂખાદિ, ૮. જળ-પાણી–એમ અષ્ટપ્રકારી પૂજા થાય છે. આ પૂજાના પ્રકાર કરતાં હાલમાં જુદી રીતે પૂજા થાય છે. તેમાં પણ આઠ પ્રકારે જ, પણ તેને કમ ફરી જાય છે. તેમાં જળને અભિષેક પ્રથમ આવે છે. બીજી કેશરપૂજા, તેમાં કસ્તુરી, સુખડ વગેરે સુંદર સુગંધી પદાર્થો મળે છે. ત્રીજી પૂજા ત્યાર પછી અત્યારે પુષ્પ-ફૂલની થાય છે. જેથી દશાંગધૂપની પાંચમી દીવાની-દીપકની પૂજા, છઠ્ઠી ચોખાતાંદુલની, સાતમી જમરૂખ, બદામ આદિ ફળની, અને આઠમી નૈવેદ્ય-પકવાનની પૂજા થાય છે. એ અષ્ટપ્રકારી પૂજામાં પ્રથમ ત્રણ (જળ, કેશર અને પુષ્પની પૂજા) તે અંગપૂજા કહેવાય છે અને બાકીની પાંચ અગ્રપૂજા છે. અંગપૂજામાં પ્રભુના શરીરને અડીને પૂજા કરવાની હોય છે અને અગ્રપૂજામાં પ્રભુને અડવાનું નહિ પણ પ્રભુ સન્મુખ ઊભા રહી કરવાની હોય છે.
એ અષ્ટપ્રકારી પૂજાને કરવાથી ભવ્ય પ્રાણીઓ સારી ગતિને પામે. આ સ્તવનનું આ રહસ્ય છે. પૂજા કરવાને આ કાળમાં લાભ તે સારી ગતિ મેળવવાને છે. દેવની કે મનુષ્યની ગતિ સુગતિમાં ગણાય છે. જે પ્રાણી રખડપાટાથી કંટાળી ગયા હોય એણે પૂજા કરી આવતા ભવે સારી ગતિ મેળવવી એ પૂજા કર્યાને પરંપરાએ થતે લાભ છે. અને તે લાભ આ અનંત સંસારમાં કોઈ વાર જ મળે છે, માટે પૂજા કરી લાભ ઊઠાવ એ આપણી ફરજ છે. આ કાળમાં આ ક્ષેત્રે મેક્ષ થવાને નથી, તેથી સુગતિથી પણ સંતોષ માનવે અને આગળ જતાં પરંપરાએ મોક્ષ મળશે એમ જાણવું. હજુ પૂજાના વધારે પ્રકાર છે તે તરફ આવતી ગાથામાં ધ્યાન ખેંચશે. (૫)
શરીરે અડીને થાય તે પૂજાને અંગપૂજા નામ અપાય છે. અગ્રપૂજા = પ્રભુ સન્મુખ પૂજા કરવામાં આવે તેનું નામ અગ્રપૂજા છે. બહુવિધ = ઘણે પ્રકારે. અડ = આઠ, અષ્ટનું અર્ધમાગધી રૂ૫. ભાવે = હૃદયના ઉલ્લાસપૂર્વક, ભવિક = ભવ્ય પ્રાણીઓ, મોક્ષમાં જવાની યોગ્યતાવાળા જીવો. શુભ ગતિ = સારી ગતિ; દેવતા, મનુષ્યના ભવ તે સારી ગતિ ગણાય છે. વરી = પામી, મેળવી. (૫).