________________
૯: શ્રી સુવિધિનાથ જિન સ્તવન
[ર૧૭ આશા વગર, એકાંત આપણા હિત ખાતર કહી. અને તેને તેમના ગણધર શિષ્યએ આગમમાં ગૂંથી લીધી છે, એ આજ્ઞાનું પાલન કરવું, એ આપણી ફરજ છે. આ રીતે અનંતર ફળમાં પિતાના ચિત્તની પ્રસન્નતા થાય છે. આ પણ અનંતર–તાત્કાલિક ફળ છે. ચિત્તપ્રસન્નતા કેવી રીતે થાય છે તે આપણે પ્રથમ સ્તવનમાં જઈ ગયા છીએ.
તાત્કાલિક લાભ આત્મિક જ હોવો જોઈએ. આ આત્મિક લાભ તે આજ્ઞાપાલન અને ચિત્તની પ્રસન્નતા એ બે જ છે. અને પરંપરાએ ફળ તે મોક્ષપ્રાપ્તિ છે. આપણે અનંત સુખ મેળવવું હોય તે તે મોક્ષમાં જ મળે તેમ છે. તે સુખ અનંત કાળ માટેનું છે અને તે કદી નાશ પામવાનું નથી. જે સુખની પાછળ દુઃખ થાય તેને ખરેખરું સુખ કહી શકાય નહિ. આ મોક્ષસુખ માટે આપણે સર્વ પ્રયાસ છે. પણ આપણે કદાચ આયુષ્ય બાંધી દીધું હોય, તે પરંપરાએ પ્રાપ્ત થવાના ફળમાં આપણી સારી ગતિ થાય, આવતે ભવે મનુષ્યગતિ કે દેવગતિ મળશે, એટલે નરકાદિક ગતિનું એ નિવારણ થશે. આ કાળમાં મોક્ષ મળતું નથી, તે સધિયારાની વાત છે કે આપણને દેવગતિ મળશે.
આ ગાથામાં આપણે બન્ને પ્રકારનાં ફળ જાણ્યાં. પણ ફળની અપેક્ષાએ પૂજા ન કરવી. જે પ્રાણ એવી રીતે તથા હવે પછી કહેવાનારી રીતે પૂજા કરશે તેણે ખાતરીથી સમજવું કે પૂજાનાં અનંતર અને પરંપર ફળ સારાં છે જે માટે અનંત ભવ પછી આ મનુષ્યને દેહ અને નરેગિતા, ધર્મ અને ધર્મને બતાવનારા, પોતાની શ્રદ્ધા અને સમજણશક્તિ મળ્યાં છે, તેને પૂરેપૂરો લાભ લઈ આ મળેલ અનુકૂળ સાધનને પૂરતો લાભ લે. આ ગાથામાં બતાવેલી પૂજાએ તે પિતાનું કર્તવ્ય કરવાનું પ્રથમ પગથિયું છે, પછી શું કરવું તે આગળ ઉપર જણાશે. હવે આપણે બીજા પ્રકારની પૂજાઓ વિચારીએ. (૪)
ક્લ અક્ષત વર ધૂપ પઈવો, ગંધ નિવેદ્ય ફલ જળ ભરી રે;
અંગ-અંગ્રપૂજા મળી અડવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે. સુવિધિ. ૫ પાઠાંતર–કૂલ” પછી એક પ્રતમાં ૧-એકડે મૂકે છે. “અક્ષત” પછી એ જ પ્રત લખનાર ૨-બગડો મૂકે છે. ધૂપ” પછી એ પ્રત લખનાર ૩-તગડો મૂકે છે. “પઈવ ” પછી એક પ્રત લખનાર ૪-ચગડે મૂકે છે. બીજી પ્રતમાં એ ચારે અક્ષરો છે. “ગંધ” પછી એ પ્રત લખનાર -પાંચડો લખે છે ને પ્રતમાં એમ જ છે. નૈવેદ્ય” પછી ૬-છગડા મૂકે છે; બીજી પ્રતમાં ‘નિવેદ્ય” પાઠ છે. ફળ પછી એક પ્રતમાં છ-સાત લખે છે. “જલ ભરી રે’ પછી બીજી પ્રતમાં ૮-આકડો મૂકે છે, અને “ફલ પૂજલ ભરે રે' એવો પાઠ આપે છે. “મળીને સ્થાને “મિલિન” એવો પાઠ એક પ્રતમાં છે. “અડવિધ” સ્થાને “અદવિધિ” એવો પાઠ છે. (૫)
શબ્દાર્થ –કૂલ = પુષ્પ, ફૂલ. અક્ષત = ચોખા, તદુલ. વર = સરસ, સુંદર, સારા, ઊંચી જાતના. ધૂપ = દેવતા ઉપર ધુમાડો થાય તેવો સુંગધવાળા પદાર્થ, પઈ = દી, લાઈટ, પ્રકાશ, ગંધ = કેસર, સુખડ વગેરે સુગંધવાળા પદાર્થો. નૈવેદ્ય = રાંધેલી કે તૈયાર કરાવેલી સુંદર રસોઈ, પકવાન કે મીઠાઈ. ફળ = ઝાડનાં ફળ, તરબૂજ, જમરૂખ વગેરે, ટેટી અને રાયણાદિ. જળ = પાણી. ભરી રે = પાણી ભરેલા કળશે. અંગ = પ્રભુને
२८