________________
૯ : શ્રી સુવિધિનાથ જિન સ્તવન
[ ર૧પ અર્થ—કુસુમ (૧), અક્ષત (૨), સુંદર વાસક્ષેપ (૩), ધૂપ (૮), દીપક-દી (૫) મનમાં રાખીએ. આવી રીતે પાંચ પ્રકારની પૂજા છે. તેમાં કેટલીક અંગપૂજા છે. આ સર્વ વાત અમે ગુરુમહારાજને મુખેથી જાણે છે અને આગમગ્રંથમાં કહેવામાં આવી છે. (૩) - ટબ - વિવિધવણી ગ્રંથિમ ૧, પશ્ચિમ ૨, પૂરન ૩, સંઘાતન –એ ચારે ભેદે કુસુમની પૂજા ૧. અક્ષત ફલ-નાણાદિક ૨. પ્રધાન ગંધ એ વાસચૂર્ણ ૩. ધૂપ કૃષ્ણાગર પ્રમુખ ૪. દીપતિ પ્રકટ ૫. એમ પૂજા મન સાથે કરે. એ પાંચ પ્રકારની પૂજા તે અંગપૂજા અગ્રપૂજાદિકે હોય. ગુરુમુખથી વાત સાંભળી આગમ-સિદ્ધાંત ભાષિત. (૩)
વિવેચન–૧. કુસુમ, ૨. અક્ષત, ૩. સુગંધી વાસક્ષેપ, ૪. દશાંગ ધૂપ અને પ. દીવો. એમાં હવણ, કેસર અને પુષ્પની એમ ત્રણ અંગપૂજા કહેવાય છેઆ ગાથમાં તે પૈકી પુષપૂજા જ આપવામાં આવી છે. વાસક્ષેપપૂજા પણ અંગપૂજામાં આવે છે. આ પાંચે પૂજાને કદાચ અગ્રપૂજા કહેવામાં આવતી હશે એમ જણાય છે, તેનું રહસ્ય સમજાયું નથી. પણ અત્યારે ઉપલબ્ધ થતાં શાસ્ત્રોમાં તે કુસુમ અને વાસક્ષેપ પૂજાને અંગપૂજા બતાવવામાં આવેલ છે અને અક્ષત-ખા, ધૂપ અને દીપક–દીવાની પૂજાને અગ્રપૂજા ગણવામાં આવેલ છે. એ ગુરૂમુખથી ચાલી આવતી સાંપ્રદાયિક વાતે વચ્ચેના અંધકારના વખતમાં વીસરાઈ ગયેલ છે, તે તત્ત્વજ્ઞાની જાણે. અને આ પાંચ પ્રકારની પૂજા તે અમે અમારા ઘરની નથી કહેતા, પણ જેવી અમે ગુરુમુખે સાંભળી છે તેવી, અને શાસ્ત્રમાં વર્ણવી છે તેવી બતાવી છે. - આ પાંચે પૂજાને અંગપૂજાના નીચે કેમ ગણી તે એક કેયડે છે; પણ, ઉપર જણાવ્યું તેમ, સંપ્રદાયજ્ઞાનને નાશ થવાને કારણે તે સમજમાં ઊતરતી નથી. તેથી તે વાતને આપણે બહુશ્રુતજ્ઞાની ઉપર છેડીએ છીએ. તે જ પ્રમાણે સામાયિક કે પ્રતિકમણ કરતી વખતે હાથને અમુક રીતે શા માટે રાખવા, ઊઠતી વખતે અમુક રીતે શા માટે રખાય છે, એવી એવી વાત ગુરુ શિષ્યને સમજાવે છે, તે સંપ્રદાયજ્ઞાન નાશ પામવાને કારણે આજે આપણે જાણી-સમજી શકતા નથી. આ પ્રમાણે અંગપૂજાના પાંચ પ્રકાર છે તે કરવા.
પૂજા કરવાનું ફળ શું થાય તે હવે પછીની ગાથામાં મૂળ સ્તવનમાં બતાવે છે. (૩) એક પ્રતમાં નથી. “સુગંધી’ સ્થાને ભીમશી માણેની આવૃત્તિમાં “સુગંધ” પાઠ છાપે છે. “એમ” સ્થાને ભીમશી માણેકે છાપેલ પુસ્તકમાં “એમ” એવો પાઠ છે. (૩)
શબ્દાર્થ-કુમુમ = ફૂલ, સુંદર પુષ્પો (૧). અક્ષત = ચોખા, તાંદુલ (૨). વર = સારો, સરસ. વાસ = વાસક્ષેપ, વાસખેપ (૩). સુગંધી = ખુશબોદાર, સારી ગંધ-સુવાસ આપનાર. ધૂપ = પ્રભુ પાસે બાળવાના પદાર્થો, જેમાંથી સુગંધી ધૂમાડા ઊડે છે તે (૪). દીપ = દીવ, દેરાસરમાં જાગતે દીવો રાખે છે તે (૫). મનસાખી = મનની સાક્ષીએ, સાચેસાચ, એમાં ગોટાળે ન કર. અંગપૂજા = પ્રભુને શરીરે લાગે તેવી પૂજા અંગપૂજા અને અગ્રપૂજા પૈકી પણ = પાંચ. ભેદ = પ્રકારે. સુણી = સમજી, સાંભળી. ઈમ = એ પ્રકારે. પ્રમુખ = ગુરુમહારાજની પાસે, ગુરુમહારાજને મોંએ, આગમભાખી = શ્રી સિદ્ધાંતમાં બતાવેલી છે, શ્રી આગમશાસ્ત્રમાં વર્ણવી છે તે. (૩)