________________
૭ : શ્રી સુપાન્ધ જિન સ્તવન
[ ૧૯૫
જેથી તમે અનંત આનંદમય થઇ જાઓ, તમારા રોગ, શાક સઘળા ટળી જાય. પ્રભુમય થયા વગર, પ્રભુનાં અનેક નામેા તમે જાણી શકશેા નહિ. જાણ્યા પછી પણ તેને પોતાના આત્મામાં સંવેદવા યાગ્ય છે અને સંવેદીને છેવટે પ્રભુમય થઇ જવાય છે, એ પ્રભુનાં અનેક નામે જાણવાના ચમત્કાર છે. પ્રભુ પોતે કેવા છે તે આવતા આઠમા સ્તવનમાં જાણશે, ત્યારે તમને આ તેમનાં અનેક નામે જાણવાની મહત્તા વધારે સમજાશે. અત્યારની તમારી ઘનઆવૃત દશામાં આ પિસ્તાલીશ કે તેથી વધારે અનેક નામેા પ્રભુનાં હશે, એ વાતમાં અતિશયાક્તિ લાગશે, પણ એવું કાંઇ નથી. એમાં તે પ્રભુના મહિમાના એક અંશ જ બતાવ્યો છે, તેને ખરેખર અભ્યાસ તે તમે સ્વસ`વેદનથી કરી શકશે. (૮)
ઉપસંહાર
આ રીતે આ સાતમું સ્તવન વિચાર્યું. આખા સ્તવનમાં પ્રભુનાં અનેક નામેા જણાવવામાં આવ્યાં છે. એ જણાવવાના હેતુ એ છે કે આપણે જેવા થવું છે તેની સાથે આપણે બરાબર ઓળખાણ કરવી જોઇએ. જે તે માણસને પકડી આપણે તેને અનુસરીએ અને તેમાં રાચીમાચી જઇએ એ આપણા જેવાને ઘટતું નથી. જેને પેાતાનું સર્વસ્વ અપીં, તેના જેવું થવું છે, તેને પ્રથમ તા એક દિશાએથી એળખવા જોઈએ; તેનામાં શી શી શક્તિએ છે તેની તુલના આપણે કરવી જોઇએ. જેઓ પોતાના આરાધ્ય દેવની આ રીતે પરીક્ષા કરતા નથી અને આંખા મી’ચીને ચલાવ્યે રાખે છે તેઓ આખરે પસ્તાય છે અને તે પસ્તાવા એવા સમયે થાય છે, કે જ્યારે ઘણું મોડું થઇ ગયેલું હેાય. આવા પ્રકારના પશ્ચાત્તાપના પણ કાંઈ અર્થ નથી. એટલે આપણી જે આદશમૂતિ ( ideal) હાય, તેને અનેક દિશાએથી આળખવી જોઇએ. એ પછી એમના ચરણે શિર ઝુકાવવામાં અને જાતને તેમને સોંપવામાં દીર્ઘ દૃષ્ટિ છે, સાચી સમજણ છે, વ્યવહુારદક્ષતા છે. આ સ્તવનમાં પ્રભુનાં જે અનેક નામે આપવામાં આવ્યાં છે તેને પ્રભુ દરેક રીતે ચેાગ્ય છે, એ તમે જાતે અનુભવી શકશે. અને અંતે એમ વાર વાર ધ્યાવતાં ધ્યાવતાં તમે આનંદના ઘનમાં એકરસ થઈ પ્રભુમય થઈ જશે અને આ તમારા જન્મ-મરણના ફેરા ટળી જશે. આ તે સીધી સડક છે. તમારું નિરતિશય સુખ આ પ્રભુના અનેક નામસ્મરણમાં જ છે. એટલા માટે પ્રભુને શાંતસુધારસના સમુદ્ર અને ભવસાગરના સેતુ કહેવામાં આવ્યા છે. અને, યાદ રાખજો કે, આ યેાગની વાતમાં ગેાટા વાળવા નહિ પાલવે. એમાં મન-વચન-કાયાના યાગાને સારી રીતે સ્થાપવા જરૂરી છે, તેથી આ પ્રભુને બરાબર ઓળખીને, તેમની સેવા એવી કરો કે તેમાં મન, વચન અને કાયાના યોગો એકબીજાના વગર વિષે એકત્વભાવે રહે અને તમારો મુદ્દો, જે પરમપદને પ્રાપ્ત કરવાનો છે, તે પ્રાપ્ત થાય. તે માટે મનમાં કંઈક, વચન જુદી જાતનું અને શરીરપ્રવૃત્તિ જુદી જાતની એમ ત્રિધા યાગ નહિ પાલવે. એમાં તે ત્રણે યેાગેને એકત્ર કરી–એકત્વ સાધી –તે સČને શુભ ભાવે પ્રવર્તાવવાના તમારો મુદ્દો જોઇએ, અને ગમે તેવે ભાગે પણ તે જળવાવા જોઇએ. જો આ ભયસ્થાનકને તમે ધ્યાનમાં રાખશે તે તમારી સેવના સાચી થશે અને તમે પરમપદને પ્રાપ્ત કરશે. એ હેતુ ધ્યાનમાં રાખી પ્રભુને તમે અનેક રીતે, અનેક દૃષ્ટિબિંદુથી ઓળખે તે માટે આ સ્તવનની રચના કરવામાં આવી છે. (૭)
ડિસેંબર ૧૯૪૯ ]