________________
૧૯૪]
શ્રી આનંદઘન–વીશી એમ અનેક અબિધા ઘરે, અનુભવગમ્ય વિચાર, લલના; જે જાણે તેહને કરે, “આનંદઘન” અવતાર, લલના. શ્રી સુપાસ૮ ૮
અથ–આવી રીતે સુપાર્શ્વનાથ તીર્થકર ઘણાં ઘણાં નામોને ધારણ કરે છે. એ નામો અનુભવથી સમજી શકાય તેવાં વિચારણીય છે. આ હકીકત જે જાણે તેને આનંદના સમૂહને ઉતારનાર કરી આપે, તેવા પ્રભુને આપણે નમીએ, વંદીએ, પૂજીએ. (૮)
ટબો–એમ અનેક પ્રકારે ગુણનિષ્પન્ન નામ છે, તે નામના વિચાર અનુભવગમ્ય છે, એકનાં અનેક રૂપનામ છે, એવા જે તમારા નામનો અર્થ જાણી ધ્યાન-મરણ કરશે તે પ્રાણી આનંદઘન જ્ઞાનમય અવતાર કરે, અક્ષય ભાવે જ્ઞાન-દર્શનચારિત્રમયપણું પામે. (૮)
વિવેચન-આવાં આવાં અનેક નામ-ઉપનામને પ્રભુ ધારણ કરે છે. અહીં તે દાખલા તરીકે પિસ્તાલીશ નામે બતાવીને પિતાની અલ્પતા બતાવી છે, પણ પ્રભુમાં તે તેવાં અને તેને મળતાં સેંકડો નામે છે. જેમ નાનો તે સૌદ્યમ ના એક વિદ્વાને અનેક અર્થ કર્યા છે, આઠ લાખ અર્થ કર્યા છે, તેમ એક બીજા વિદ્વાને પ્રભુનાં અનેક નામે દાખવ્યાં છે, તે સર્વ જાણીને પ્રભુને સેવે, પૂજે. આ પ્રભુને પણ પોતાના લાભ માટે જ નમવાના છે. તેઓની સેવા કરવી એ આત્મસેવા છે. આ નામના વિચારો અનુભવગમ્ય છે, જાતે અનુભવ કરવાથી પ્રાપ્ય થઈ શકે છે. જેમ જેમ પ્રાણીને અનુભવ થાય, સ્વયં સવેદન થાય, તેમ તેને આ નામમાં રહેલે વિચારચમત્કાર જણાય છે. નામે વાંચી જવાં કે પટપટ બેલી જવાં, એ એક વાત છે અને જાતે અનુભવ કરી તેને વધારવા, તે તે ઘણું ઊંચી વાત છે. અનુભવની વાત જ જુદી છે અને તેને મહિમા કેટલે ભવ્ય છે તે તે આપણે અનુભવનાં પદોમાં જોઈ ગયા છીએ. એક વસ્તુનાં અનેક નામ હોવાં, તે સ્વાભાવિક છે, પણ તેને જાતે અનુભવ કરે, પિતાને તે લાગુ પાડવા અથવા તે લાગુ પડી શકે છે એમ અવધારવું, તે તે બહુ જ સરસ વાત છે. એક પ્રભુનાં આ રીતે પિસ્તાલીશ કે તેથી વધતાં નામે જાણીને તમને કઈ વાર આશ્ચર્ય થશે, તમને તેમાં અતિશયોક્તિ લાગશે, પણ જ્યારે તમે જાતે તેનું સંવેદન કરશે, ત્યારે તે સર્વ નામને ચમત્કાર તમને જાતે અનુભવાશે અને ત્યારે તમને માલૂમ પડશે કે આ અનુભવની શાળા કાંઈ ઓર છે.
જે એ નામે અનુભવથી-સંવેદનથી જાણે છે, તેને અવતાર આનંદના સમૂહ જે પ્રભુ કરે છે અને તેને પોતાના જેવો જ બનાવી દે છે. માટે પ્રભુને ભજવાનો નિર્ણય કરે,
પાઠાંતર–એમ” સ્થાને એક પ્રતમાં “અઈ” પાઠ છે, એનો અર્થ એમ થાય છે. જેને સ્થાને એક પ્રિતમાં “હ” પાઠ છે; અર્થમાં ફેરફાર નથી. (૮)
શબ્દાર્થ_એમ = ઉપરોક્ત, ઉપર ગણાવ્યાં છે અને તેવાં. અનેક = એકથી વધારે, ઘણાં. અભિધા = નામ, ચાંદો, વિશેષણો, પદકો અનુભવગમ્ય = જાતઅનુભવ, તેનાથી સમજાય–જાણી શકાય તેવા વિચાર = આ બધા અનુભવથી જાણી શકાય, સ્વસંવેદનથી સમજી શકાય તેવા વિચારો છે. જે જાણે = આ વિચારને જે જ્ઞાનમાર્ગે ઓળખે. તેહને = તેને. કરે = કરે છે. આનંદઘન = આનંદ સમૂહ. અવતાર = જન્મ આનંદમય બનાવે પિતામય-આનંદસમૂહમ્મ કરી દે. (૮)