________________
૮: શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
[૨૦૭ આવી રીતે અનેક ગતિમાં હું જઈ આવ્યો છું, પણ કોઈ પણ સ્થાનકે મેં અત્યાર સુધી પ્રભુનાં દર્શન કર્યા નથી. એ પ્રભુનાં દર્શન હું પામ્યો છું અને હવે તે તે કલ્પવૃક્ષ જેવા હોવાથી તેની પાસે જે માગીશ તે મળશે અને મારી સર્વ ઇચ્છાઓ તે પૂરી કરશે, એથી મેં એ પ્રભુનાં સાચાં દર્શન કરવા અને તેમને બરાબર ઓળખવા નિશ્ચય કર્યો છે. જેમ યુગલિક નર કલ્પવૃક્ષ પાસે જઈ પોતાનાં સર્વ વાંછિતે પૂરાં કરતા હતા, તેમ પ્રભુના સંબંધમાં હું કરીશ. તે પ્રભુ કેવા સ્વરૂપના છે તે બરાબર જાણે, કારણ કે તમારે પ્રભુ જેવા પરમાત્મા થવું છે, તે માટે તમારે તેમને બરાબર ઓળખવા જોઈએ અને એમને સાચા કલ્પવૃક્ષ સમજવા જોઈએ. એ તે તમારી સર્વ ઇચ્છાના પૂરનાર પરમાત્મા છે. (૭)
ઉપસંહાર એ પ્રભુનાં દર્શન કરીને અટકતા નહિ; એમની તે, હવે પછી જણાવવામાં આવે છે તેમ, પૂજા કરજે, અને, માત્ર દર્શન કરીને સંતોષ ન પામતા, તેઓ કેણ છે, કેવા છે, તે બરાબર અભ્યાસ કરે છે. તમે જાણતા નહિ કે પ્રભુદર્શન એ તમારું સર્વસ્વ છે. પ્રભુદર્શનથી તે માત્ર તમે પ્રભુને જોશે, પણ એથી તમારું બધું કામ નહિ થાય, તમારે તે દર્શન કર્યા પછી પ્રભુની પૂજા, પ્રભુની સેવા કરવાની છે. એ સેવા કેમ થાય તે હવે પછીના નવમા સ્તવનમાં બતાવી તમને જણાવવામાં આવશે કે તમે પ્રભુને સેવે, પ્રભુના પદકમળની પૂજા કરે અને પ્રભુને વાંદ. આ રીતે દરેક સ્તવનને સંબંધ છે અને તેની વિગત તદ્યોગ્ય ઉદ્દઘાતમાં તમને પ્રાપ્ત થશે. અહીં તે એક જ વાત કરી છેપ્રભુને દેખ્યા, એ પણ મારા પુણ્યને ઉદય છે અને પ્રભુનાં દર્શનથી હું અત્યારે કલ્પવૃક્ષને પામ્યો . પ્રભુનાં દર્શન થાય તે મનવાંછિત ફળે. આપણા વ્યવહારનાં બે સૂત્રો છે તે યાદ કરવા જેવાં છે :
પ્રભુદર્શન સુખ સંપદા, પ્રભુદર્શન નવનિધ; પ્રભુદશનથી પામીએ, સકળ પદારથ સિદ્ધ
અને दर्शन' देवदेवस्य, दर्शन पापनाशनम् ।
दर्शन स्वर्ग सोपानं, दर्शन मोक्षसाधनम् ॥ આ બને સૂત્રોને ભાવ બરાબર સમજી પ્રભુનાં દર્શન થાય તે પણ ઘણું લાભકારક છે. એ લાકેને ભાવ સમજે. એમાં જરા પણ અતિશક્તિ નથી, એ સમજીવિચારી સફળ દર્શન કરે, અને ત્યાંથી આગળ વધો. (૮) જાન્યુઆરી : ૧૯૫૦ ]