________________
[૧૬૨
શ્રી આનંદઘન–વીશી આટલું લંબાણ ટાંચણ કરવાનું કારણ બહિરાત્મા અને અંતરાત્માને ઓળખાણ આપે તેવું વિવેચન અન્યત્ર (વિવેચક) અપ્રાપ્ત હેવાથી મેં કર્યું છે. ત્યાં પ્રસંગ તે અન્ય છે પણ આપણે આ આત્મસ્વરૂપ સમજવા માટે બહુ કામને છે એમ ધારી આ ટાંચણ ગ્ય આત્માના ઉપયોગ અને સમજણ સારુ કર્યું છે તે યોગ્ય લાગે તેણે સમજવા પ્રયત્ન કરે. જે દેહ, ઈન્દ્રિય, ધન, સંપત્તિ વગેરેને બાહ્ય વસ્તુમાં આત્મબુદ્ધિ કરે તે બહિરાત્મા હોય છે. જે અંતરંગ વિશુદ્ધ દર્શન કરે અને જ્ઞાનમયી ચેતનામાં આત્મબુદ્ધિ કરે અને ચેતનામાં વિકાર થાય છે તે કર્મ જનિત છે તે અંતરાત્મા છે. આ જીવનમાં જે સર્વ કર્મોને ક્ષય કરી કૈવલ્ય પ્રાપ્ત કરે છે તે પરમાત્મા છે. તે પરમાત્માને આપણે આવતી ગાથામાં ઓળખવા પ્રયત્ન કરશું. મોક્ષમાં ગયેલા આત્મા માટે આ વાત નથી, પણ દેહધારી મનુષ્યના આત્માના આ રીતે ત્રણ પ્રકાર પડે છે.
આ ગાથામાં આપણે બહિરાત્મા અને અંતરાત્માના સંબંધમાં વિચાર કર્યો અને પ્રસંગે પરમાત્માને પણ વિચાર્યા. આ આત્માના ત્રણે પ્રકારે તનુજારી (શરીર)ને લાગે છે, તે યાદ રાખવું. હવે આપણે પરમાત્માની પિછાન કરીએ. (૩) જ્ઞાનાનંદે પુરણ પાવન, વરજિત સકલ ઉપાધિ, સુગ્યાની; અતીંદ્રિય ગુણગણમણિઆગરુ, ઈમ પરમાતમા સાધ, સુગ્યાની. સુમતિ જ
અર્થ—જ્ઞાનના આનંદમાં, તેનાથી પરિપૂર્ણતાને પામેલ અને જાતે પવિત્ર હોય અને સર્વ પ્રકારની ઉપાધિ (દુઃખ) વગરને હોય તે પ્રાણી ઇન્દ્રિયથી ન માલૂમ પડે તેવો છે અને અનેક ગુણના સમુદાયરૂપ રત્નની ખાણુરૂપ થઈ જાય છે–આ રીતે પરમાત્માના ત્રીજા પ્રકારને તું સમજ. (૪)
ટો-જ્ઞાનઆનંદ પૂર્ણ પવિત્ર પરમ આનંદમય સકળ કર્મ ઉપાધિ વર્જિત અતી દ્રિય સુખ-મોક્ષસુખનો સાધક છે તે પરમાત્મા. ભાવપ્રતિજ્ઞા દર્શનાદિ અતીન્દ્રિય ગુણ, તેના ગણસમુદાયરૂપ મણિ–રત્નને આગર છે એવો પરમાત્મા-સિદ્ધ રૂપ તે સાધીએ. એવા ત્રણ આતમા જાણીને શું કરવું? (૪)
વિવેચન-જ્ઞાનાનંદથી સંપૂર્ણ, પવિત્ર અને સાંસારિક કોઈ પ્રકારની ઉપાધિ રહિત તેમ જ અતીન્દ્રિય ગુણની ખાણ એવો આત્માને ત્રીજો પ્રકાર છે. આવી રીતે પરમાત્માની સાધના કરવી. આ પરમાત્માને કઈ પણ પ્રકારની સાંસારિક ઉપાધિ હોતી નથી. એને કર્મની પણ
પાઠાંતર–પ્રતમાં પાવન ” ને બદલે “પાવતો” એણ પાઠ છે. અતી પ્રિય સ્થાને આરિંદ્રિય શબ્દ છે. તેમાં હસ્વઈ દીર્વાઈન ફેર છે. પુરણને બદલે પૂરણ શબ્દ છે તે માત્ર હસ્વઉ કે દીધજીને ફેર છે. પણ તે સંસ્કૃતના નિયમને અનુસરતા ફેરફાર છે. “સાધ’ સ્થાને પ્રતમાં “સાધઈ ” પાઠ છે. (૪)
શબ્દા–જ્ઞાનાનંદે= જ્ઞાનના આનંદથી. પુરણ = સંપૂર્ણ. તદ્દન, પાવન = પવિત્ર-purified-થયેલે. વરજિત = જે સર્વ ઉપાધિ તજી દીધેલ છે તે. ઉપાધિ = માનસિક દુઃખ. (૪).
.05
0
4
9
(3)