________________
૧૬૦]
શ્રી આનંદઘન-વીશી અનુભવ કરે છે. જે આત્માને જાણતા નથી તે પર્વત, ગામ આદિકમાં પોતાને રહેવાનું સ્થાન જાણે છે, પણ જે જ્ઞાની છે તે સર્વ અવસ્થામાં પોતાના આત્મામાં જ પોતાનું નિવાસસ્થાન સમજે છે. શરીરમાં આત્મા છે તે, શરીરને જ આત્મા માને એ પ્રકારના માણસોને આગામી પરિપાટીનું કારણ બને છે. અને પોતાનો આત્મા જ આત્મા છે એવું જ્ઞાન આ શરીરથી બીજા શરીર હોવાનો અભાવ થવાનું કારણ છે. આ આત્મા પોતે જ પોતાને સંસાર રચે છે અને પોતાની મારફત જ પોતે જ પોતાને માટે મોક્ષ નીપજાવે છે, આ કારણને લઈને આપ પોતે જ પોતાને શત્રુ છે અને પોતે જ પોતાને ગુરુ છે, આમ સ્પષ્ટ સમજે. બાકી બીજા પર માણસો કે વસ્તુઓ તે નિમિત્ત માત્ર છે. આત્માને જાણવાવાળે શરીરને આત્માથી જુદું જાણે છે અને શરીરને આત્માથી ભિન્ન જાણે છે, વગર શંકાએ એ શરીરનો ત્યાગ કરી દે છે; જેમ સામાન્ય માણસ મેલાં કપડાંને જોઈ નારાજ થાય છે અને તેનો વગર શંકાએ ત્યાગ કરે છે, તેમ જ આ શરીર પણ ગ્લાનિનું સ્થાન છે, એ કારણે એને ત્યાગ કરવો પડે કે થાય ત્યારે જરા પણ શંકા આણે નહિ. જ્ઞાની માણસ આત્માના સ્વરૂપને અંતરંગમાં દેખીને અને શરીરને બાહ્યમાં દેખીને બનને વચ્ચેના તફાવતથી નિષ્ણાત જ્ઞાતા થઈને આત્માના નિશ્ચયમાં ડગતા નથી અને એવી રીતે એ નિશ્ચળ અંતરાત્મા થઈને રહે છે. જેને આત્માનો નિશ્ચય થઈ ગયું છે એવા, જ્ઞાનીની નજરે આ જગતને ગાંડા (ઉન્મત્ત) જેવું વિચારે છે, ત્યાર પછી આત્માનો દૃઢ અભ્યાસ કરીને એ આખા જગતને પથ્થર જેવું જુએ છે. જે પુરુષ આત્મા અને શરીરને જુદા જુદા સાંભળીને તે પ્રમાણે કહેતે હોય પણ ભેદાભ્યાસથી તેવી નિષ્ઠાવાળો ન થાય ત્યાં સુધી એ શરીરથી છૂટો થતું નથી, કારણું, નિરંતર ભેદજ્ઞાનના અભ્યાસથી જ એનો મમત્વ છૂટે છે. આત્માને આત્માની જ મારફત આત્મામાં જ વિચાર કરે કે આત્મા શરીરથી ભિન્ન છે.
જ્યાં સુધી આવા ભેદાભ્યાસથી એ નિષ્ઠિત (નિષ્ઠાવાળે) ન થાય, ત્યાં સુધી એ છૂટતું નથી, કારણ, નિરંતર ભેદજ્ઞાનથી અને તેના અભ્યાસથી જ તેનો મમત્વ છૂટે છે. આત્માને આત્મા દ્વારા આત્મામાં એ શરીરથી જુદો (ભિન) છે એ વિચાર કર, વિચારણા કરવી; એનાથી આ આત્મા સ્વપ્નમાં પણ શરીરની સબતને પ્રાપ્ત ન થાય, એટલે પોતે શરીરમાં છે એવી બુદ્ધિ રવપ્નમાં પણ ન થાય એ નિશ્ચય કરે જોઈએ. તે નિશ્ચય થતાં વ્રત અને અવત શુભ અથવા અશુભ બંધનું કારણ થાય છે અને શુભ અથવા અશુભ કર્મના અભાવથી મોક્ષપ્રાપ્તિ થાય છે, એટલાં કારણથી મોક્ષની ઈચ્છા કરનાર મુનિ વ્રત અથવા અવ્રત બને ત્યાગ કરે છે અને તે પિતે કર્યું છે અથવા પોતે નથી કર્યું તેનું અભિમાન કરતો નથી. વ્રત અને અવ્રતને ત્યાગવાનું કહ્યું છે એ ત્યાગની પહેલાં પ્રથમ એ અસંયમને છોડીને સંયમમાં રક્ત થઈ જાય છે. પછી સમ્યગ પ્રકારે આત્મામાં અવસ્થિતિને પ્રાપ્ત કરીને એ સંયમથી પણ વિરક્ત થઈ જાય, અસંયમ છેડી દઈ, ત્યાર પછી આત્મામાં અવસ્થિતિ પ્રાપ્ત કરીને એ સંયમથી પણ વિરક્ત થઈ જાય. આ રીતે એ સંયમના અભિમાનને પણ ન રાખે અને જાતિ અને લિંગ બને દેહને આશ્રિત છે, અને આ દેહ સ્વરૂપ સંસાર છે; મુનિ એટલા માટે લિંગ અને જાતિને