________________
૭: શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
[૧૮૫ અને વળી ભગવાન કેવા છે? તે તમારે જાણવું, આ સંસારસમુદ્રની પાજ જેવા છે. જેમ ગંગા, યમુના, સિંધુ વગેરે સમુદ્ર જેવી મોટી નદીઓ ઉપર મોટા પુલ બાંધવામાં આવે છે અને તે પુલ દ્વારા સામે પાર જવાય છે તેમ આ સંસારરૂપ સમુદ્રને તરી પેલે કાંઠે જવાને માટે પ્રભુ પુલની ગરજ પૂરી પાડે છે, સેતુ એટલે પાજ, પુલ, અંગ્રેજીમાં જેને bridge કહે છે તે કાર્ય કરનાર અને સામે કાંઠે જવાની આપણી ઈચ્છા પૂરનાર પ્રભુ છે. પ્રભુ આવા હોવાથી આપણું અંતિમ હેતુ માટે આપણે તેમને નમીએ, અને તેમની અને આપણી વચ્ચે પડેલું છેટાપણું ભાંગી નાખીએ. (૧)
સાત મહાભય ટાળો, સપ્તમ જિનવર દેવ, લલના; સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ, લલના. શ્રી સુપાસવ ૨
અર્થ–આ સાતમા તીર્થકર સાત મોટા ભયને દૂર કરનારા છે, તેટલા માટે સાવધાન થઈ એ જિનેશ્વર દેવના પગની સેવા કરે. (૨)
ટો–સાત મહાભયને ટાળતા છેઃ ૧. ઈહલેકભય. ૨. પરલેકભય. ૩. આદાનભય. ૪. અકસ્માતમ. પ. આજીવિકાભય. ૬. અપયશભય. ૭. મરણભય, ઈત્યાદિક દ્રવ્યભય; અને ભાવભય તે કામ, ક્રોધ, મદ, હર્ષ, રાગ, દ્વેષ, મિથ્યાત્વને ટાળક એ સાતમો જિન છે. તે તરણતારણ સમર્થ છે. તે માટે સાવધાન, એકાગ્રતા મન કરી ચિતમાં (તેને) અવધારે ધ્યાન કરે. એહી જ જિનચરણરેણુની કમળની પેઠે સેવા કરે. (૨)
વિવેચન–આવા શાંત સુધારસના સમુદ્ર અને આ સંસારમાં પુલ સમાન સાતમા શ્રી સુપાર્શ્વનાથ જિનેશ્વરદેવ સાત મહાભયને ટાળનાર છે, એને દૂર રાખનાર છે. ભયમાં પણ સાત મહાભય છે તેનાં નામે આપણે પ્રથમ જાણી લઈએ.
૧. ઈહલોકભય : આ લાકમાં મને કણ ખાવાનું આપશે ? અથવા મારું શું થશે ? તેની ચિંતા, ફિકર ૨. પરલેકભય : પરલોકમાં આવતા જન્મ હું કાગડે, નોળિ થઈશ કે નારકીમાં પડી આકરાં દુઃખ સહન કરી શ તેની બીક લાગે છે. આદાનભય : હું ભિક્ષા લેવા કે કાંઈ માગણી કરવા જઉં છું તે શેઠ આપશે કે કાંઈ બહાનું કાઢી ગોટા વાળશે એવી પ્રથમથી જ ચિંતા કરવી અને પિતાની માગણી મુજબ મળશે કે નહિ તેની અગાઉથી જ બીક
પાઠાંતર–સાત ને સ્થાને એક પ્રતમાં “શ્રી સાત” છે; અર્થમાં ફેર નથી, “જિનવર” સ્થાને “અનવર ” પાકે પ્રતમાં છેઃ અર્થ એક જ છે, “સાવધાન’ સ્થાને એક પ્રતમાં ‘સાવ સાધાન’ પાઠ છે; અર્થમાં ફેર નથી, * જિનપદ' સ્થાને એક પ્રતમાં “જિનવર” પાઠ છે, તે વિચારવા યોગ્ય છે. ‘પદ સેવ” સ્થાને એક પ્રતમાં પ્રદેવ” પાઠ છે તેને અર્થ ફેર થતો નથી (૨) | શબ્દાર્થ–સાત મહાભય = સાત પ્રકારના મોટા ભયો ( વિગત માટે જુઓ વિવેચન). ટાળો = દુર રાખતો. ન થવા દેતો. સપ્તમ = સાતમાં. જિનવર વ = જિનેશ્વર પ્રભુ. સાવધાન = એકાગ્ર. મનસા = મન વડે. કરી = કરીને, અમલમાં મૂકીને. ધારો = કરો, અમલમાં મૂકે. જિનપદ = પ્રભુના પગે, પ્રભુના પદો, પ્રભ સેવ = સેવા, અનુસરે, એની પાછળ ચાલે. (૨)
२४