________________
૭ : શ્રી સુપાથ જિન સ્તવન
[૧૮૩
સ્તવન
(રાગ સારંગ, મલ્હાર; લલનાની દેશી) શ્રી સુપાસ જિન વંદીએ, સુખ—સંપત્તિને હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવસાગરમાં સેતુ લલના.
શ્રી સુપાસ જિન વંદીએ. (ટેક) ૧ અથ શ્રી સુપાર્શ્વ નામના સાતમા તીર્થંકર દેવને નમીએ, વંદીએ, પૂજીએ, કારણ કે તેઓ સર્વ પ્રકારના સુખ અને વ્યાવહારિક તથા પારમાર્થિક ઋદ્ધિના હેતુ એટલે કારણ છે તે માટે. ભગવાન પોતે તે શાંત નામના નવમા રસના સમુદ્ર છે અને સંસારરૂપ સમુદ્રના પુલ જેવા છે. એ બને કારણે એમને વરીએ. (૧)
ટબો-જ્ઞાનવિમળસૂરિને બે ભાષાફેર સાથે નીચે પ્રમાણે છે: છ એટલે છઠ્ઠા પદ્મપ્રભુનું સ્તવન થયું. એવા પ્રભુને સ્તવવાને એકતાન હોઈએ, અનેક નામે સ્તુતિ કહીએ છીએ. શ્રીયુક્ત જ્ઞાનાદિ લક્ષ્મીએ સહિત; ભલું પાસું સમીપ છે જેનું અને સુપાર્શ્વ નામના સાતમા જિન, તેને વંદીએ, ત્રિકરણશુદ્ધ, કારણ માટે સુખ અનંત વિવેદ્યરૂપ સંપદા સ્વભાવ પ્રતિ. તે કેવા છે? સમતા રસ નવો અનુભવ શાંત રસને નિધિ-સમુદ્ર છે. એવા ભગવંત છે. ભવ–સંસારરૂપ સાગરને તરવા માટે સેતુ કહેતાં પાળીભૂત છે, અથવા સંસાર સમુદ્ર તરવાને મહામોટી સેતુ-પાજ છે, પરંપાર પામવાને. (૧)
વિવેચન–શ્રી સુપાર્શ્વ ભગવાનને વંદીએ, નમીએ, પૂજીએ. સુપાર્શ્વ એટલે સારાં પડખાં છે જેમનાં એવા, શ્રી એટલે લક્ષ્મીએ કરીને યુક્ત. આવા સારાં પડખાંવાળા અને લક્ષમીએ કરીને સહિત જેઓ છે તેવા પ્રભુને આપણે જરૂર નમીએ, તેમની સેવા કરીએ. આવા પ્રભુને નમવામાં આપણને કારણ પણ રહેલું છે. તેઓ જેવા પ્રભુ થયા છે તેવા આપણે તેનું ધ્યાન કરવાથી થઈએ તે આપણા નમનો હેતુ છે. અને નમનનાં બીજાં પણ કારણે છે. આ પ્રાણી સુખને વાંછે છે; સાચું સુખ કોને મળે અને ક્યારે મળે તે આપણે જોતા આવ્યા છીએ. જે
પાઠાંતર–વંદીએ” સ્થાને પ્રતમાં “વંદઈ" એવો પાઠ છે; અર્થમાં ફેર નથી. “નિધિ ને સ્થાને પ્રતમાં “ નિધી” એ પાઠ છે. “સુખ ને સ્થાને “સુષ’ શબ્દ પ્રતમાં છે; અથ તે જ રહે છે. “શાંત” સ્થાને શાંતિ પાઠ છે; અર્થ એક જ લાગે છે. “ભવસાગરમાં સ્થાને “ભવસાગરમાંહે” પાઠ પ્રતમાં છે. એક પ્રતમાં માં” સ્થાને ‘માં’ પાઠ છે; અર્થ ફરતે નથી. (૧)
શબ્દાર્થ-શ્રી = લક્ષ્મી, જ્ઞાનાદિ લક્ષ્મીવાન. સુપાસ = પડખું છે જેનું સરસ એવા. વંદીએ = નમન કરીએ. સુખ = નવમા રસ શાંત, સમાધિ, શાંત રસના સુખને તે આપનાર છે તે માટે. સંપત્તિ = આત્મિક ઋદ્ધિ, તેને તે (પ્રભુ) આપનાર છે તે માટે. હેતુ = તે માટે; સુખ અને ઋદ્ધિની પ્રાપ્તિ માટે. ભગવાન કેવા છે ? શાંતસુધારસ = શાંતિરૂપી અમૃતને રસ; તેના, જલનિધિ = દરિયો, સમુદ્ર. ભવ = સંસાર, સાગર = દરિયે, સમુદ્ર. સેતુ = પાજ, પાળ, પુલ. (૧)