________________
૭ : શ્રી સુપાશ્વ જિન સ્તવન
[૧૮૯ હોવાથી તેઓ “નિરંજન” નામે જગતમાં પ્રસિદ્ધ થયા છે. અંજનને અર્થ અજ્ઞાન પણ થઈ શકે છે. ભગવાન શ્રી સુપાર્શ્વનાથ વત્સલ છે. એટલે સર્વ પ્રાણીને હિતકારી. ભગવાન આ જીવના હિત કરનારા છે, એને મેક્ષ, દેવલોક કે મનુષ્યલેક અપાવવામાં મદદ કરનાર છે; અને માતાપિતા જેમ પુત્રનું વાત્સલ્ય કરે તેમ વાત્સલ્ય કરનાર છે. આથી તેઓને વત્સલ-ભલું કરનાર તરીકેનું ઉપનામ મળે તે તદ્દન એગ્ય છે. વળી, તેઓ સર્વ પ્રાણીને આરામ અપાવનાર હોવાથી તેઓનું નામ સકળજતુ વિશ્રામ થઈ શકે છે. આ પ્રાણી તે સંસારમાં અનેક ગતિમાં જઈ થાકી ગયા છે, હજુ ઠરીઠામ ન થાય ત્યાં બીજે જાય છે. આ પ્રભુ પાસે એ ચમત્કાર છે કે એ જન્મમરણના ફેરા અળસાવી દઈ પ્રાણીને હમેશને માટે આરામ અપાવનાર છે. તમે ડુંગર ચડે ત્યારે એવા વિસામાનું મૂલ્ય જાણે. પ્રભુ થાક્યાપાક્યાને આશરે છે, સર્વ પ્રાણીના આશરા છે. પ્રભુ પિતે જીવને સર્વ પ્રકારનું અભયદાન આપનારા છે, કઈ પણ જીવને તેમની નજીકમાં કઈ પ્રકારને ભય નથી. તેઓની આજુબાજુમાં પણ કોઈ જાતનો ભય નથી–સ્લિાસિટાયાં તાન્નિધૌ વૈરહ્યા. અને તેથી સર્વદા તેઓ અભયદાનના દાતા એ નામને સાચું કરે છે. વળી, પ્રભુ જાતે પૂર્ણ હોવાથી તેઓ પૂર્ણના નામને યોગ્ય છે. પૂર્ણમાંથી પૂર્ણ લેતાં પણ પૂર્ણ જ બાકી રહે છે, આવા અદ્ભુત સ્વભાવવાળા પ્રભુ પૂર્ણ નામને બરાબર લાયક છે. અને પ્રભુ પિતે આત્મારામ છે, આત્મામાં જ રહેલા છે અને આરામ પણ ત્યાં પામનારા છે. એવા આત્મારામ પ્રભુને સે, વદો, પૂજે અને તેમને તેમના સ્થાનને યેગ્ય “આતમરામ” તરીકે માન આપો. (૪)
વીતરાગ મદ કપન, રતિ અતિ ભય સેગ, લલના; નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ લલના. શ્રી સુપાસ૫
પાઠાંતર—એક પ્રકાર પ્રથમ પાઠમાં “શ્રી” શબ્દ ઉમેરે છે. “મદ ” સ્થાને એક પ્રતનો લેખક “મત” કરે છે; તેને અર્થ ફાવે તેમ નથી, “યોગ” સ્થાને એક પ્રતમાં “ગ” પાઠ છે, એ પ્રાકૃતિને કારણે જણાય છે. “નિદ્રા” સ્થાને એક છાપેલ પુસ્તકમાં નિંદ્રા પાઠ છે, તે અશુદ્ધ જણાય છે. અબાધિત ને સ્થાને એક પ્રતમાં “અબાહિત” પાઠ છે; અર્થમાં ફેર પડતો નથી. (૫)
શબ્દાર્થ–વીતરાગ = જેમના રાગ-ઇષ્ટ પદાર્થોને પ્રેમ–નાશ પામી ગયો છે જેઓ વહાલી ચીજ તરફ પણ પ્રેમ નથી કરતા. મદ = અભિમાન, મહત્તા બતાવવી તે. કલ્પના = મનમાં આહટહટ વિચારવા, પોતાની સજક શક્તિ છોડી મૂકવી તે, મનનાં સંકલ્પવિકલ્પ કરવા. રતિ = રાજી થવું, પ્રેમ કરવો તે. વસ્તુપ્રાપ્તિને અંગે તેમાં રાચી જવું તે. અરતિ = વસ્તુ ન ગમે તેવી હોય તેના તરફ અરાજી થવું, અપ્રીતિ, પ, ભય = બીક, ઉપર જે ભય (સાત) કહેલા છે તે પૈકી એક અથવા વધારે. સોગ = શેક. પ્રિય વસ્તુની અપ્રાપ્તિ અથવા અપ્રિય વસ્તુની પ્રાપ્તિ વખતે થતી દિલગીરી. નિદ્રા = પાંચ પ્રકારની ઊંધ : ૧. નિદ્રા. ૨. નિદ્રાનિદ્રા, ૩. પ્રચલા, ૪. પ્રલાપ્રચલા અને ૫. સ્વાર્ધિ. તંદ્રા = આળસ, ઊંઘ આવી જવા જેવી સ્થિતિ. દૂર દશા = ખરાબ સ્થિતિ, દુર્દશા. રહિત = એ મદ, કલ્પના, રતિ, અરતિ, ભય, શોક, નિદ્રા તંદ્રા અને દુરંદશાને લાગે છે. તે વિનાના અબાધિત = પીડા વગરના યોગ સાથે જેમના મન, વચન અને કાયાના યોગો = ઉપયોગ કોઈને પીડા કરતા નથી. (પ)