________________
શ્રી સુપાર્વ જિન સ્તવન
અનેક નામ સંબંધ–આપણે ઘાતી ડુંગરે જોયા, તે હટાવી શકાય તેવું છે તે જોયું અને ચિત્તની પ્રસન્નતામાં પૂજનફળ થાય છે તે અનુભવ્યું. આદર્શ નિર્ણય થયા પછી પ્રભુ અને આપણી વચ્ચે પડી ગયેલે માટે આંતરે ભાંગવા આપણે નિર્ણય કર્યો. તે હવે આપણે જેને ભજવા જઈએ છીએ અને જેની સાથે મોટો આંતરે પડી ગયું છે તેને ઓળખવા જોઈએ.
દુનિયામાં પ્રભુ અનેક નામે પ્રસિદ્ધ છે અને તેથી આપણે પ્રભુનાં અનેક નામે જાણી, તેમની સાથેની ઓળખાણ કરવી જોઈએ; કારણે, ઓળખાણનું પ્રથમ પગલું એ છે. તેમની સાથે આપણી, નામનિશાન અને પત્તા સાથે, ઓળખાણ કરાવનાર આનંદઘનજી જેવા સુજ્ઞ વિચારક મળ્યા છે અને તેઓ ઓળખાણ કરાવનાર હોઈ આપણે ભેખડે ભરાઈ પડીએ એ તે જરા પણ સંભવ નથી. પરિચય કરાવનાર જ્યારે આ જીવની જન્મ-જરા-મરણથી મુક્તિ કેમ થાય એ એમને શુભ હેત હોય અને એ પરિચય કરાવવામાં તેમને કઈ પ્રકારને અંગત સ્વાર્થ ન હોય ત્યારે આપણે એમના પ્રયત્નને બરાબર ઓળખે જોઈએ અને તેને બની શકતે લાભ લેવો જોઈએ. આવા સુંદર સંગોમાં થયેલા પરિચયને આપણે જરૂર અપનાવીએ અને એવા પરિચયને નેહમાં ફેરવી નાખીએ.
કુશળ માણસનું કર્તવ્ય એ છે કે ઓળખાણ અને સ્નેહ એવી વ્યક્તિ સાથે કરવો કે જેને આપણી આવકની રાતી પાઈની પણ અપેક્ષા ન હોય અને જેઓ માન-પ્રતિષ્ઠાના ભૂખ્યા ન હોય. આ નિઃરવાર્થ પરિચય લાંબા કાળ ટકે છે અને તે મિત્રત્વમાં અથવા સ્નેહમાં ફેરવાઈ જાય છે, અને એ પરિચય માટે આપણને જરા પણ ગ્લાનિ થઈ આવતી નથી.
તમને એમ લાગશે કે પ્રભુ તે એક ધર્મને છે, તે તમને અહીં જણાવવું પ્રાસંગિક થઈ પડશે કે જે આદરે તે સર્વના તેઓ પ્રભુ છે, એમને જૈનો તરફ ખાસ પક્ષપાત કે પ્રેમભાવ નથી. તેઓ મેક્ષ ગયા છે અને પિતાની સાથે મિક્ષમાં અનેક આવે એવું ઇચ્છનારા છે. તેઓ માટે કેમીભાવ કલ્પવો એ તે જળમાં અગ્નિની કલ્પના તુલ્ય છે. આપણે તેઓની સાથે તે મોક્ષ ન જઈ શક્યા, પણ તેઓના યોગમાર્ગે ચાલી તેઓ જેવા થવાને અને તેમની સાથે પડેલે આંતરે ભગવાને આપણે કાયમ હકક છે. એ રીતે પ્રભુ આ દુનિયામાં અનેક નામે ઓળખાયેલા છે તે સમજી, આપણે તેઓ જેવા થઈને તેમની સાથે પડેલ આંતરી ભાગી નાખીએ, અને એ રીતે આપણી પ્રગતિના આપણે પોતે જ કારણ થઈએ. આ ભવને ફેર સફળ થાય અને આપણી જીવનયાત્રા ફળપ્રદ નીવડે, તેટલા કારણે સ્તવન બહુ ઉપયોગી પ્રભુપરિચય પૂરો પાડે છે.