________________
૧૭૨]
શ્રી આનંદઘન-ચાવીશી ત્રીજું વેદનીય કર્મ. પ્રાણીને સંસાર તરફ સન્મુખ રાખે તે ચોથું મોહનીય કર્મ. પ્રાણને સંસાર ચીતરે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય બનાવે, ત્યાં શરીર આપે, તેનાં અંગોપાંગે ગઠવે તે પાંચમું નામકર્મ. આયુષ્યકાળ નિર્માણ કરે, પ્રત્યેક ભવમાં કેટલે કાળ રહેવાનું છે તે નકકી કરી આપે તે છડું આયુષ્યકર્મ. તે પ્રત્યેક ગતિમાં ઊંચ-નીચે થાય તે ગોત્રકર્મ. અને છેલ્લું આઠમું એની શક્તિનું રેકાણ કરે, લાભ ન થવા દે તે અંતરાયકર્મ. આ રીતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોનીય, નામ, આયુષ્ય, ગોત્ર અને અંતરાય એ કર્મના આઠ મૂળ ભેદ છે. આ આઠ કર્મના મૂળભેદ જાણું એ કમનો સર્વથા ત્યાગ કરે એ સર્વ પ્રાણીને આશય છે. સારા અને ખરાબ કર્મોને સર્વથા ત્યાગ કરે તેનું નામ મોક્ષ. ભગવાનનાં સર્વ કર્મો ગયાં છે, આપણે તે ક્ષય કરવાં છે, તે સમજવાથી પ્રભુ અને આપણું વચ્ચેના અંતરને નાશ થઈ શકે છે તે અહીં પ્રસ્તુત છે. આ કર્મના મૂળ આઠ ભેદ સમજી લેવા, જાણવા એ એને સર્વથા ક્ષય કરવાને માર્ગ છે.
અને એ આઠ કર્મની એક અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ છે, એની વિગત મારા કર્મના વિષયમાં મેં આપેલ છે, તેથી અત્ર તેને વિસ્તાર કરતું નથી, ત્યાંથી જોઈ લેવું. જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ પાંચ છે, દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિ નવ છે, વેદનીયની છે, મેહનીયની ૨૮ ઉત્તર પ્રકૃતિ છે, નામકર્મની એક ને ત્રણ પ્રકૃતિ છે, આયુષ્યકર્મની ઉત્તર પ્રકૃતિ ચાર છે, ગે2કર્મની બે અને અંતરાયકર્મની પાંચ ઉત્તર પ્રકૃતિ છે—એમ આઠે મૂળ કર્મની એકને અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ છે. એની વિગત પ્રથમ કર્મ ગ્રંથમાં આપવામાં આવેલ છે તે જેવી, તેને અભ્યાસ કરે અને તે સર્વ પ્રકૃતિ પર વિજય મેળવી મક્ષ જવાને આપણે ઉદ્દેશ છે તે વારંવાર યાદ રાખવું.
આ આઠ કર્મો અને તેની ઉત્તર પ્રવૃતિઓ પૈકી ચાર ઘાતી કર્મ છે, ચાર અઘાતી કર્મ છે અને ઘાતીની ઉત્તર પ્રવૃતિઓ ઘાતી છે અને અઘાતી કર્મોની ઉત્તર પ્રકૃતિ અઘાતી છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાતી કર્મ કહેવાય છે, કારણ કે તે આત્મના મૂળ ગુણને ઘાત કરે છે. તે સિવાયનાં ચાર કર્મોઃ વેદનીય, નામ, આયુ અને ગોત્ર એ અઘાતી કર્મો કહેવાય છે. તે સંસારમાં રઝળવે છે, પણ તે આત્મિક ગુણને અસર કરતાં નથી, તેથી તેનું અઘાતી કર્મો તરીકે ઉપનામ આપવામાં આવ્યું છે. કર્મોને ઘાતી તથા અઘાતી વિભાગ વિચારી તે પર સામ્રાજ્ય મેળવવું એ આપણું કર્તવ્ય છે.
હવે આપણે કર્મોને બીજી રીતે વિચાર કરી તેને બરાબર ઓળખી લઈએ.
બીજા કર્મગ્રંથમાં કર્મને અંગે બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા વિચાર્યા છે, એ ખાસ વિચારવા ગ્ય છે. કર્મના બંધનને અંગે આપણે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ વિચારી ગયા. એ દરેક ગુણઠાણે કેટલી કર્મપ્રકૃતિને બંધ થાય તે પ્રથમ વિચાર્યું છે. એ કર્મ ને બંધ એટલે
ન આત્મપ્રદેશ સાથે જોડાવું તે પ્રત્યેક ગુણસ્થાનકે કેટલાં કર્મોનું થાય તે પ્રથમ કર્મને