________________
[૧પપ
૫ : શ્રી સુમતિનાથ જિન સ્તવન ભાગ લેવાનો છેડો આવવાથી એ સર્વદા માટે પિતાના સ્વરૂપમાં સ્થિત રહે છે. એ આત્માનો નિર્વિભાજ્ય વિભાગ છે અને સર્વથી વધારે સારે પ્રકાર છે, જે આપણે તેના ચોથી ગાથાના વિવેચનમાં વિસ્તારશું.
આ આત્માના ત્રણ પ્રકાર કેવી રીતે પાડવામાં આવ્યા છે તે આપણે વિસ્તારથી સમજવા યત્ન કરીએ. ગ્રંથકારે પોતે જ તેનો ત્રીજી અને ચોથી ગાથામાં વિસ્તાર કર્યો છે. આ બીજી ગાથામાં તે તેના નામમાત્ર પ્રકાર બતાવવામાં આવ્યા છે. મોક્ષમાં ગયા પછી તે સર્વ આત્મા એકસરખા હોવાથી તેના ભેદ પડતા નથી, પણ આ ત્રણ પ્રકાર શરીરધારી આત્માના પડે છે તેમ સમજી આપણે હવે આગળ વધીએ. (૨)
આતમબુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરૂપ સુગ્યાની; કાયાદિકનો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુગ્યાની સુમતિ૩
અર્થ—શરીર, વસ્તુ વગેરેને આત્માની બુદ્ધિએ ગ્રહણ કરે તે પાપરૂપ પ્રથમ બહિરાત્માનો પ્રકાર સમજો. અને શરીર વગેરેનો પિતે સાક્ષી થઈ રહે અને દરેક ચીજનો પણ સાક્ષી થઈને રહે, તે બીજે અંતરાત્માને પ્રકાર જાણવો. (૩)
ટો– તેહનાં લક્ષણ કહે છે. કાયાદિક પુદ્ગળ પિંડને આત્મારૂપે કરી સંગ્રહ્યો, વિષયકષાયાદિકને આપણા કરી જાણે તે બહિરાત્મા અધિક પાપરૂપ તે જાણ. અને કાયાદિકને સાક્ષી માત્ર જાણે, પણ સ્વરૂપમાં ભિન્ન જાણે તે અંતરાત્મા, તે સાધકરૂપ થાય. (૩)
વિવેચન-આત્મા ત્રણ પ્રકારના હોય છે તેમાંથી બહિરાત્મા નામના પ્રથમ પ્રકારનો આ ગાથામાં વિસ્તાર કરે છે. જે શરીરને આત્મા માને તે પાપરૂપ પ્રથમ બહિરાત્માનો પ્રકાર છે. એ ઘણી જાડી બુદ્ધિથી શરીરને જ આત્મા સમજે છે. તે જ પ્રમાણે ઘર-સામગ્રી કે ફરનીચરને આત્મા માનનારી અથવા તે-મય થઈ ગયેલા અને પૈસાને આત્મા માનનાર પણ અનેક પડયા છે. તેઓ સર્વ આ બહિરાત્માના પ્રકારમાં આવે છે. પિતાના ઘરને સળગતું જઈ પિતે બળી -જળી જાય તે પણ ઘરને આત્મા જેવું માનનાર બહિરાત્મારૂપ જ છે અને તે આત્માના પ્રથમ પ્રકારમાં આવે છે. બાહ્ય કઈ પણ વસ્તુમાં તે એ તન્મય થઈ જાય કે તેની અને પર વસ્ત વચ્ચે તફાવત ન રહે, તે બહિરાત્મા નામના પ્રથમ પ્રકારમાં આવે છે. આ સંબંધમાં શાસ્ત્રકાર શું કહે છે તે આપણે આગળ ઉપર જેશું. એવા બહિરાત્માએ પાપરૂપ છે, પાપી છે, જાતે દેષિત છે અને તેના સંબંધમાં આવનારને પણ તે મિથ્યા વાતથી સંગદેષથી દોષિત
પાઠાંતર–કાયાદિકન’ પછી ‘હા’ વધારે છે, તે પાદ પૂરણાથે છે. (૩)
શબ્દાથી–આતમબુદ્ધ = એ આત્મા છે એવી બુદ્ધિએ, શરીર અને આત્મા એક જ છે એવી બુદિએ. બુ = સમજણે. કાયાદિક = શરીર વગેરે વડે લેવાય. અધરૂપ = પાપરૂપ. કાયાદિકનો = શરીર વગેરેનો. સાખીધર = દ્રષ્ટા, જેનારે. (૩)