________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૨૧ વખત દર્શનના સ્વીકાર પછી સ્વાર્થને અંગે કે બેદરકારીને અંગે દર્શનને તજી દીધું હોય તેવા પ્રાણીની સબત કરવાથી પિતે પણ શ્રદ્ધાભ્રષ્ટ થઈ જવાય. એવા ભ્રષ્ટ થયેલાનો પરિચય કરતાં પિતાની મૂળ પૂંજી પણ ગુમાવી બેસાય. એટલા માટે સહણું રાખવાની ઈચ્છાવાળાએ જે પ્રાણીમાંથી દર્શન ગયું છે-વ્યાપન્ન થયું છે-તેની સંગતિ ન કરવી. આ સડણાનો ત્રીજો પ્રકાર છે.
(૧) કલિગીસંગવજન—ઉઘાડી રીતે જે પરલિંગ ધારણ કરતા હોય તેની સબત ન કરવી. એની સેબતમાં લાભ ન થાય અને સૂકા સાથે લીલાને બળવાનું થઈ જાય. કુલિંગસંગવજનમાં અને વ્યાપન્નદર્શનીસગવર્જનમાં ઘણે ફેર છે. કુલિંગી ઉઘાડી રીતે ધર્મ વિરુદ્ધ હોય છે અથવા ઉપેક્ષાવાળો હોય છે, ત્યારે વ્યાપનદશનીએ તે એક વાર શુદ્ધ દર્શનનો સ્વીકાર કર્યા પછી તેનો ત્યાગ કરેલ હોય છે. ધર્મશ્રદ્ધા કાયમ રાખવા માટે ધર્મના વિરોધી અને પરધર્મનો સ્વીકાર કરનાર બન્નેની સબત છેડવાની અથવા ન જ કરવાની બાબત ખૂબ સમજવા યોગ્ય છે. એમાં પરલિંગ તરફ તિરસ્કાર નથી, પણ મનુષ્યના સ્વભાવના અભ્યાસની તારવણી છે. સબત અને પરિચયની અસર કેટલી છે તે તે દરરેજના અનુભવનો વિષય છે. અને જેને દર્શન પર સારો પ્રેમ જાગ્યું હોય અથવા જગવવા યોગ્ય છે એ નિર્ણય થયો હોય, તે પ્રાણી વ્યાપન્નદશનીની કે કુલિંગીની સોબત ન કરે એ સ્વતઃ સમજાઈ જાય તેવી વાત છે.
આવા પ્રકારની સહણને ઝીલતું દર્શન પ્રાપ્ત થવું એ સાધારણ રીતે મુશ્કેલ છે. એ દર્શનપ્રાપ્તિને અંગે છે સ્થાન બતાવવામાં આવ્યાં છે તે નીચે પ્રમાણે છે :
(૧) જીવ છે એમ ચોક્કસ માનવું. (૨) જીવ શાશ્વત છે, એને કદી નાશ થવાને નથી એમ માનવું (૩) પુણ્ય-પાપને કર્તા જીવ છે એવી સ્પષ્ટ માન્યતા રાખવી. (૪) અને કરેલ કર્મને ભક્તા તે જ જીવ છે એવી ચાખી માન્યતા કરવી. (૫) ગ્ય રીતે પુરુષાર્થ કરતાં એ જીવની મુક્તિ છે એવી નિર્ભેળ માન્યતા. (૬) અને એની મુક્તિ માટેના ઉપાય છે એવી માન્યતા રાખવી.
આ છ સ્થાનકેને વિચાર કરતાં અને સ્વીકાર કરતાં દર્શન પ્રાપ્તિની અગત્ય સમજાશે. છ સ્થાનેની ચોખવટ અને સ્વીકાર ન થાય તે પ્રાણી આ દુનિયામાં રખડ્યા કરે છે. શા માટે પિતે અફળાય-કુટાય છે તે તે પોતે જાણી પણ શકતા નથી અને આંટા માર્યા કરે છે. એને છ સ્થાનની ખાતરી થાય ત્યારે એની સાચી ઓળખાણ થાય છે અને પછી પિતે આ સંસારમાં શા સારુ “અહોપહો’ અથડાય છે, એ તેના ધ્યાનમાં આવે છે.
“સામાન્ય કરી–જેમાં ચાર પ્રકારની સદ્દડણુ અને ઉપર પ્રમાણે બતાવેલાં છ સ્થાન હોય તેવા દર્શનની પ્રાપ્તિ સામાન્ય રીતે કઠણ છે, સંસારના રસમાં લદબદ થઈ ગયેલા આ ૧૬