________________
૧૨૬]
શ્રી આનંદઘન-વીશી અહીં અન્ય મતવાદીઓની સાથે કેવી રીતે કામ લેવું ઘટે તેની વિચારણા પ્રાપ્ત થાય છે. સાધારણ રીતે આ દર્શનને વિષય અટપટો છે, એટલે બહારની વ્યક્તિના ખોટા પરિચય કે વધારે પડતી પ્રશંસાને કારણે દર્શનપ્રાપ્તિ જ દુર્લભ બની જાય છે. આ વાત કરવામાં અન્ય ધર્મની અસહિષ્ણુતાની વાત નથી, પણ રસ્તે ચઢેલ પ્રાણી શરૂઆતમાં તે તુરત આડોઅવળે ગબડી જાય કે ઘર ચૂકી પરઘરમાં ચાલ્યા જાય, તેટલા માટે, અન્યલિંગ, પરમત કે બહારના દર્શન તરફ જરા પણ ધિક્કાર કે તિરસ્કાર બતાવ્યા સિવાય એટલું કહી શકાય તેમ છે કે સાચા દર્શનની પ્રાપ્તિ મુશ્કેલ છે, અને તેમાં પણ છેવટને પાકો નિર્ણય લેવો તે તે તેથી પણ વધારે પડતી બાબત છે. આમાં અંધની કક્ષામાં મતધારી આવે અને દારૂડિયાની કક્ષામાં શિથિલાચારી અથવા આગ્રહી ગ૭ધારી આવે. આવા પ્રસંગે કે સોબતને પરિણામે દર્શનપ્રાપ્તિ દોહ્યલી છે એમ બતાવ્યું.
અથવા “સામાન્ય” એટલે સાધારણ રીતે, બહુ પારિભાષિક ન થતાં સાધારણ બુદ્ધિએ, દર્શનપ્રાપ્તિ મુશ્કેલ છે. અહીં સામાન્યની સરખામણી હવે પછી આવનાર તર્કવાદ, નયવાદ સાથે સમજવી. એટલે કોઈ પણ પ્રકારના પારિભાષિક ન થતાં માત્ર સામાન્ય બુદ્ધિએ જોઈએ તે પણ દર્શનપ્રાપ્તિની દુર્લભતા દેખાય છે, પારિભાષિક દૃષ્ટિએ નિર્ણયની મુશ્કેલી એટલી જ મોટી છે, તે હવે પછીની આગલી (ત્રીજી) ગાથામાં જોઈશું.
અહીં ગ૭ની દષ્ટિને મદિરા સાથે સરખાવી છે તે વાત આગળ ઉપર ચૌદમા સ્તવનમાં ખૂબ વિસ્તારવાની છે. ગીની દશા કેવી વિશિષ્ટ રહે છે, વસ્તુ અને ભાવ તરફ એનું કેવું વલણ રહે છે, તે બરાબર વિચારવા યોગ્ય છે અને પાંચ દૂષણને પણ વિચાર કરી પૂરતે ન્યાય આપવા ગ્ય છે. એ દૂષણ તરફ ઉપેક્ષા કરવાથી આખે વિષવાદ કેમ થઈ જાય છે તે હવે પછીની ત્રીજી ગાથામાં આ સ્તવનમાં જ શું.
આખી ગાથાનો સાર એ છે કે જે પ્રાણી મિથ્યાદર્શનથી અંધ થયેલ છે અથવા સ્વઅભિપ્રાયના દુરાગ્રહરૂપ દારૂની અસર નીચે આવી ગયેલ છે, તે સૂર્ય-ચંદ્રના દર્શન જેવા વિશિષ્ટ દર્શનને કેમ કરીને જાણે? એની પ્રાપ્તિ એને કેમ થાય? (૨)
હેત-વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુરગમ નયવાદ; આગમવાદે હે ગુરુગમ કે નહીં, એ સબળ વિષવાદ. અભિનંદન ૩ પાઠાંતર–સબલે – શબલ (૩)
શબ્દાર્થ –હેતુ = કારણ, સબબ, તક અનુમિતિસાધન વ્યાય. વિવાદ = ચર્ચા, પૂર્વ પક્ષ–ઉત્તરપક્ષના મોરચા (તેના વડે). ચિત્ત = મનમાં. ધરી = ધારી, વિચારીને. જોઈએ = સમજીએ. અતિ = ઘણો. દુરગમ = દગમ, મુશ્કેલીથી સમજી શકાય તે કઠણ, ગમ ન પડે તેવ. નયવાદ = ય (દષ્ટિબિન્દુ )નું પ્રતિપાદન. વાદ = તત્ત્વ જાણવાની ઈચ્છા વડે કરેલું કે થયેલું કથન આગમ = મૂળ સૂત્રો, સિદ્ધાંત, ધર્મશાસ્ત્ર. વાદ = કથન, વિચાર, exposition. ગુરુગમ = જાણકાર શિક્ષકની દેરવણી, સંપ્રદાયથી ચાલ્યું આવતું જ્ઞાન બતાવનાર અધ્યાપકે આપેલ જ્ઞાન. કો = કેણ, કઈ સબળે = આકર, ભારે. વિષવાદ = વિખવાદ, ઝેર પેદા થાય તેવી બોલચાલ, કજિયો, તકરાર. (૩)