________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૨૯ અંશ આવ્યું હતું. જે અંશ જેના હાથમાં આવ્યો તે અંશમાં એને પરિપૂર્ણ જ્ઞાન લાગ્યું. આ દરેક અંધ પિતાના મુદ્દામાં અંશભાવે સત્યને સ્વીકાર કરનાર છે, પણ મર્યાદિત દષ્ટિવાળા છે. સાતમે જોનાર દેખતે હતે. એ છયે અંધની મર્યાદા સમજતું હતું, છતાં છયે અધ પિતપોતાના દષ્ટિબિન્દુથી અંશસત્ય સ્વીકારનારા હતા તે પણ એ જોઈ શકતે હતે. આવી રીતે અંશસત્ય અને મર્યાદા સત્ય કે અપેક્ષા સત્યને સમજવું.
અપેક્ષાવાદ એટલે દૃષ્ટિબિન્દુના જ્ઞાનનો અભ્યાસ. જે પ્રાણી પિતાની વાત જ સાચી માને, અને પિતાને જ સત્ય જ્ઞાન સાંપડયું છે એમ માની લે તે નયાભાસી છે, કદાગ્રહી છે, એકાંતિક છે.
વસ્તુની વિચારણા કરવામાં અપેક્ષાઓના બે વિભાગ પડી શકે છે. દ્રવ્ય (substance) અને પર્યાય ( changes or modifications )-પદાર્થ અને પદાર્થમાં ફેરફારે. દાખલા તરીકે આત્મા કે જીવ એ પિતે દ્રવ્ય છે; પછી તે કઈવાર દેવતા થાય, કોઈવાર માણસ થાય અને કેઈવાર પશુપંખી થાય એ એના પર્યાય છે. પદાર્થ સંબંધી વિચારણા ઉત્પન્ન કરે તે “દ્રવ્યાર્થિક નય” કહેવાય અને પદાર્થમાં થતાં ફેરફાર સંબંધી વિચારણા ઉત્પન્ન કરે તે “પર્યાયાર્થિક નય’ કહેવાય. દ્રવ્યની અપેક્ષાએ થતી વસ્તુ વિચારણાના ચાર વિભાગ પાડવામાં આવ્યા છે, અને ફેરફાર (પર્યાય)ની અપેક્ષાએ થતી વસ્તુવિચારણાના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ સાત વિચારણાના પ્રકારોને સાત નય કહેવામાં આવે છે. એમાં વસ્તુને અંગે ઉત્તરોત્તર વધારે વધારે સૂમ વિચારણે થતી જાય છે અને અપેક્ષાને લક્ષ્યમાં રાખી વસ્તુ-વિચારણા કરવામાં આવે કે તેના અંશને વિચારી, તે જ વખત બીજા અંશેની હયાતી હોય છે તે વાત સમજી અપેક્ષા પર વિચારણા કરવામાં આવે તો નયજ્ઞાન થાય છે. એ અંશસત્ય હોવા છતાં ઉપયોગી જ્ઞાન છે. એને જે પરિપૂર્ણ જ્ઞાન માની તેને આગ્રડ ધરવામાં આવે છે તે નયાભાસ કહેવાય છે.
નયવાદ પર પુસ્તકે મોજૂદ છે, દ્વાદશાનિયચક છપાય છે.૧ હરિભદ્રસૂરિ વગેરેએ એના પર પુષ્કળ લખાણ કર્યા છે. અને આ નવા યુગમાં નયવાદ સમજાવનાર જ જનતા પાસે આ દર્શનને સ્વીકાર કરાવી શકશે. હાલ તેના પ્રયત્ન થઈ રહ્યા છે. આ વિવેચન લખનારે પણ અન્યત્ર નયવાદ પર ઉલ્લેખ કર્યો છે. અહીં તે એ વિષયને મહિમા બતાવી વક્તવ્ય એ પ્રામ થયું છે કે સાત વિભાગમાં વહેંચાયેલે નયવાદ એ જૈન દર્શનની ચાવી છે. અતિ મહુવને ઉપયોગી વિષય હોવા છતાં આકરો વિષય છે. એકવીશમાં નમિનાથના સ્તવનમાં આ નયવાદને લક્ષ્યમાં રાખી છ દર્શને જૈન દર્શનનાં અંગે બતાવવામાં આવ્યાં છે અને લેકાયતિકને પણ એમાં જે સ્થાન આપવામાં આવ્યું છે તે જ્યારે વિચારવામાં આવશે ત્યારે નયવાદને આખા
૧. પૂજ્ય વિવર્ય મુનિરાજ શ્રી અંબૂવિજયજી દ્વારા સંપાદિત થઈને આ ગ્રંથ હવે પાઈ ગયો છે. અને એનું પ્રકાશન ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી થયું છે. – સંપાદક
૧૭