________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૧૯ ઉદ્દેશ આત્મદર્શન કરવાનો હોઈ અને દરેક નાનું-મોટું સાચું આત્મદર્શન દુર્લભ ઈ ખૂબ વિચારણા માગે છે. અંશસત્યને સ્વીકાર કરવા જતાં એકાંતપક્ષમતાગ્રહ-બંધાઈ ન જાય તેની સાવધાની રાખવાની જરૂર છે. કોઈ પણ દશનકારે પિતાના દર્શનથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, એમ કહ્યું નથી; સર્વને દાવો શુદ્ધતા, સ્પષ્ટતા અને ગ્યતાનો છે. તેમાંથી સત્યની શોધ કરવી એમાં વિવેક છે, આવડતનો ઉપયોગ છે. અને જીવનનું મહાન કર્તવ્ય છે.
સહિષ્ણુતાને ઉચ્ચ આકારમાં રજૂ કરતું, નય દષ્ટિબિન્દુના જ્ઞાનના રહસ્યમાં અંશસત્યને ઢાલની એક બાજુ તરીકે બતાવતું અને છતાં વેરવિધ ન દાખવતું એ અભિનંદનજિનનું દર્શનદુર્લભ હોવા છતાં પ્રભુકૃપાથી સુલભ છે એ વાતને સ્પષ્ટ રીતે સમજાવી સાબિત કરતાં પહેલાં દર્શનને અંગે ચાલુ જનતાનો અથવા પ્રવાહમાં પડેલાનો રસ્તો કેવો હોય છે, તે બતાવી છેવટે દર્શનની સુલભ્યતાના રસ્તા બતાવશે.
આ સ્તવનથી જે ઝોક આનંદઘન મહારાજે લીધો છે તે તેમની વિશાળતા, સર્વ દર્શન તરફની સહિષ્ણુતા અને માર્ગ દર્શન કરાવવાની પિતાની કર્તવ્યપરાયણતા બતાવે છે. દર્શનની દુર્લભતા બતાવી દર્શનપ્રાપ્તિ સુલભ કેમ થાય તેને માગે ગિરાજ અજબ રીતે લઈ જાય છે, તે આપણે જોઈએ. દર્શનપ્રાપ્તિની ચાવી હાંસલ કર્યા પછી દર્શનને અંગે આંતર ક્રિયા, દ્રવ્યકિયા, ફિરકાભેદ, ગચ્છની તકરાર વગેરે બાબતો પર આગળ ઉપર અન્યત્ર ધ્યાન ખેંચવામાં આવશે. અહીં તે અનેકાંતદષ્ટિને બહુલાવનાર એ દર્શનને પ્રાપ્ત કરવાની અંદરથી પાકી ઇચ્છા જાગ્રત કરાવવા માટે દર્શન યાને મતમતમાં રહેલા આગ્રહને નરમ પાડી દેવાની હકીકતને મુખ્ય કરવામાં આવશે અને પથડે નિહાળવાને પરિણામે ભૂમિકા શુદ્ધ કરવાના કાર્યનો લાભ ઉઠાવવાની સાચી રીતને દર્શાવી તે દ્વારા આત્મદર્શન કરવાની પ્રેરણા રજૂ થાય છે, તે વાત ખાસ હિતની હોઈ અવધારણ યોગ્ય છે. (૧)
સામાન્ય કરી દરિસણ દોહિલું, નિરણય સકલ વિશેષ; મદમેં ઘાર્યો રે અંધ કિમ કરે, રવિ-શશિ-રૂપ વિલેખ. અભિનંદન૨
અર્થ–સાધારણ રીતે જોઈએ તે (પ્રભુનું) દર્શન પ્રાપ્ત થવું મુશ્કેલ છે અને તે સંબંધી પાકે નિર્ણય એ તે વળી એથી પણ વધારે મુશ્કેલ છે, કારણ કે નશાથી ચકચૂર બનેલ અંધ પ્રાણી સૂર્ય કે ચંદ્રના સ્વરૂપનો ચિતાર કેમ લઈ-જાણી-સમજી શકે? (૨)
પાઠાંતર–સામાન્ય – સામાન્યઈ. ઘાર્યા – ઘેર્યા. ક્યિ - કેમ (૨)
શબ્દાર્થ–સામાન્ય = સાધારણ કરી = ને લીધે, કારણે. સામાન્ય કરી = સાધારણ રીતે. દરિસણ = દેખવું, માગ પામવું. દેહિલું = દોહ્યલું, અધ, મુશ્કેલ. નિરણય = નિર્ણય, ફેંસલો. સકળ = સંપૂર્ણ, તમામ. વિશેષ = વિશેષતઃ અથવા ખાસ કરીને મદમેં = નશામાં, દારૂની અસરમાં. ઘાર્યો = ઘેરાઈ ગયેલે, ચારે તરફથી વીંટળાઈ ગયેલે, તેમાં ડૂબેલો. અંધ = આંધળો માણસ. કિમ = કેમ, કેવી રીતે. રવિ = સૂર્ય(નું), શશી = ચંદ્રનું રૂપ = સૌદર્ય, આકાર, દેખાવ. વિલેખ = વિશેષે જાણવું તે, સમજવું તે. (૨)