________________
૯૦]
શ્રી આનંદઘન–ચોવીશી અને ચેતનના સંબંધની કે વસ્તુની મૂલ્યવત્તા ન હોય.
અકુશળમાળાના સંબંધને કારણે અને તેની સલાહને અનુસરવાને પરિણામે બાળકના કેવા હાલહવાલ થાય છે તે (ઉ. ભ. પ્રપંચા કથાના) ત્રીજા પ્રસ્તાવમાંથી વાંચી વિચારવા ગ્ય છે. અને એ હાલહવાલ તે એક ઇંદ્રિય(સ્પર્શન)ની પરાધીનતાનાં પરિણામ છે, પણ પ્રાણીની સર્વ ઇંદ્રિયે મેકળી હોય, એની એને સાચી પિછાન પણ ન થઈ હોય કે એને ઓળખાવનાર પ્રબોધકાચાર્ય જેવા સાથે એને પરિચય પણ ન હોય, તે પછી એણે સેવન-કારણ-ભૂમિકા પ્રાપ્ત કરવાની પણ આશા શા માટે રાખવી? ચાલુ વ્યવહારમાં ઘસડાવાને ટેવાયેલા પ્રાણીને આ ટાયેલાં લાગે તેવી વાત છે, પણ સંસારને છેડે લાવવા સારુ યેગ માર્ગે ચઢવાની પાકી ઈચ્છા હોય તે આ હકીકતને પચાવે જ છૂટકે છે. એમાં તે પ્રબોધનરતિ જેવા આચાર્યને પરિચય જોઈએ અને અકુશળમાનસને ત્યાગ જોઈએ. હજુ એક વધારે ચીજની પણ આ પ્રાથમિક પૂર્વસેવાને અંગે જરૂર છે તે પણ બતાવવામાં આવેલ છે.
(1) અધ્યાત્મગ્રંથનું પરિશીલન–પ્રગતિશિક અને પ્રગતિનિદર્શન મહત્વની બાબત અધ્યાત્મગ્રંથનું પરિશીલન છે. કર્મનિજરને અંગે છ પ્રકારનાં અભ્યતર તપ બતાવવામાં આવ્યાં છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ, તે પૈકી પ્રકાર, સ્વાધ્યાયનો છે. ચારિત્રધર્મરાજનાં દાનમુખ, શીલમુખ, તપમુખ અને ભાવમુખ વર્ણવી એ વિશિષ્ટ મહારાજાને ચતુર્મુખ બતાવ્યાં છે, ત્યાં તપનું સ્થાન ત્રીજુ આવે છે. લાગેલાં કર્મોને દર કરવાનું કારણ તપ બને છે, તેમાં પણ સ્વાધ્યાયને ઘણું અગત્યનું સ્થાન છે. શ્રદ્ધાને સ્થિર કરનાર, યેગમાર્ગમાં પાકી પ્રગતિ કરાવનાર “સ્વાધ્યાય” મનુષ્યગતિને લહાવે છે, અને સાધુજીવનની પરાકાષ્ઠા છે. આત્માને ઓળખાવનાર, સ્વપરનું પૃથક્કકરણ કરી આપનાર અને પુદુગળને યથાસ્વરૂપની કક્ષામાં ગોઠવી આપનાર સ્વાધ્યાયની તે ખરેખર બલિહારી છે. “સ્વાધ્યાય’–સઝાયધ્યાન એ અત્યંતર તપને વિભાગ છે. અભ્યાસને અંગે એના પાંચ ભેદ પાડવામાં આવ્યા છે. તેને પ્રથમ ખ્યાલ કરી લઈએ. તેનાં નામે અનુક્રમે વાચના, પૃચ્છના, પરાવર્તના અનુપ્રેક્ષા અને ધર્મકથા છે.
વાચના –એટલે વાચન, વાંચવું તે, લખેલું મનમાં કે મોટેથી ઉકેલવું તે, પિતે ભણવું. શિષ્યને ભણાવવું અથવા જાહેરમાં કે એકાંતમાં લખેલું ઉકેલી જવું તે.
પૃચ્છના’—ગુરુ કે જ્ઞાનીને શંકા પૂછવી, અંદર અંદર ચર્ચા કરવી, શંકાનું નિવારણ સવાલ-જવાબ દ્વારા કરવું તે.
પરાવના-પૂવે અભ્યાસ કરેલ બાબતેને યાદ કરી જવી, કરેલ પાઠને ફરી ફરી સંભાર. આમાં revision અને review પુનરીક્ષણ અને પુનર્દશન તથા પરીક્ષણને સમાવેશ
૧. ઉપમિતિભવપ્રપંચ કથા, અવતરણ, પ્રસ્તાવ ૩, સ્પર્શન-કથનાક પૃ. ૩૭૪ થી શરૂ થાય છે. ચોમા પ્રકરણ સુધી એ કથા ચાલે છે. ૨. સદર, પ્રસ્તાવ ૪, પ્રકરણ ૩૪,