________________
૧૧૨ ]
શ્રી આનંઘન–ચાવીશી ચર્ચા કરે, દલીલ કરે, પ્રશ્નોત્તર કરે, પણ એના દિલમાં શ’કાકુશંકા ન થાય. એને ધર્મ પર આસ્થા હોય, એ ધમાઁરંગથી વાસિત હોય. સમકિતના આ પાંચમા લક્ષણનું નામ ‘આસ્તિકય ’ કહેવાય છે.
આવી રીતનાં દનનાં લક્ષણૢા જાણવાં. એ અતિ ઉપયોગી આત્મિક ગુણને ખરાખર એળખવા માટે સમિતિનાં ૬૭ અધિષ્ઠાન ખાસ બરાબર સમજવા યોગ્ય છે. આ સ્તવનના વિવેચનમાં એ ૬૭ પ્રકારની સમ્યક્ત્વની બાબત જુદા જુદા આકારમાં આવશે. જૈનધર્મનું સ્વરૂપ જાણવા માટે, અને ભવસ્થિતિના મૂળથી અભ્યાસ કરવા માટે આ ‘દર્શન’ શબ્દના ખૂબ અભ્યાસ કરવાની જરૂર છે, માટે આ દનને ખરાખર એળખી, પ્રભુકૃપાથી એને સુલભ્ય કરવાની વિચારણા દ્વારા એને ઓળખવા પ્રયત્ન કરીએ.
સ્તવન
[ રાગ–ધન્યાસિરિ; સિંધુએ; આજ નિહેજો રે દીસે નાઈલા રે-એ દેશી ] અભિનંદન જિન ! દદરસણ તરસીએ, દરસણ દુરલભ દેવ; મત મત ભેદે રે બે જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ.
અભિનંદ જિન ! રિસણ તરસીએ. ૧.
અચાથા ભગવાન શ્રી અભિનંદન દેવના દર્શીનની ઝંખના કરીએ, અને સમજીએ કે દેવનુ' દન મુશ્કેલ છે; કારણ કે મત-મતાંતરોના ભેદ (કરનારાએ)ને જઇને ો સવાલ કરીએ તો દરેકેદરેક પાતપાતાની સ્થાપના કરે છે; પાતાના માગ એ જ ભગવાનના માર્ગ છે, એવું પ્રતિપાદન કરે છે. (૧)
ટબા—શ્રી જ્ઞાનવિમળસૂરિ આ સ્તવન સબધે લખે છે : શુદ્ધપણે દર્શીન દેખવું તથા સમ્યક્ત્વ દનની પ્રાપ્યતા કહે છે શ્રી અભિનદન ચેાથા તીર્થંકર. સમસ્ત જંગમાં વ્યાપક આનંદ છે જેને એવે શુદ્ધાત્મા, તેનું દનસ્વરૂપ જોવું. શ્રી અભિનંદન જિનનું દેખવું અથવા દરસન–સમકિત–તેને તરસીએ; પણ તે દર્શીન દુરલભ-દુઃખે પામવા યાગ્ય-દુઃપ્રાપ્ય છે. હે
પાઠાંતર—દરસણ = દરસણુ. દરસણ = દરસણ. જો જઈ = જો તે. (૧)
શબ્દા—અભિનંદન = સામાન્ય નામ, ચોથા તીથંકરનુ નામ. જિન = રાગ વગેરે શત્રુ પર જય મેળવનાર. દરસણ = દર્શન, શાસ્ત્ર, સમ્યક્ત્વ, શ્રદ્ધા. (તેને). તરસીએ = આતુરતા પૂર્વીક ઇચ્છીએ, ચીવટથી સ્વાધીન કરવા ઇચ્છીએ. દુરલભ = દુલભ. દુ:ખે મળે તેવું, મળવું મુશ્કેલ. દેવ = પ્રભુ, આપ; ( છઠ્ઠી વિભક્તિ) આપનું. મત મતભેદે= જુદા જુદા મતોને, અભિપ્રાયાને, નકારાને, તરફ. જો = = શરત બતાવે છે; ‘જો’ સાથે તા' હોય જ; સંબધી અવ્યય છે. જઈ = બીજા ક્રિયાપદ સાથે આવતાં તે ક્રિયા બરાબર યા ચાસ થવાના કે ચાલુ રહેવાનો ભાવ બતાવે છે. પૂછીએ = તપાસ કરીએ, સવાલ-જવાબથી હકીકત મેળવીએ (તા) સહુ = સર્વાં, પ્રત્યેક. થાપે= ભાર પૂર્ણાંક પ્રતિપાદન કરે, સ્થાપન કરે. અહમેવ = હું જ, હું કહું છું તે જ બરાબર છે, સાચેા માગ છે. (૧)