________________
૪: શ્રી અભિનંદન જિન સ્તવન
[૧૧૩ દેવ પ્રભુ ! તમારું દર્શન દુર્લભ તેને પામવા માટે અનેક મતના ભેદ છે તેને જોતાં થકાં પૂછીએ તે વારે સહુએ મત આપ આપણા અહમેવ અહંકાર ધરી દર્શનની પ્રાપ્તિ થાય. (૧)
વિવેચન ચોથા અભિનંદન ભગવાન ગર્ભમાં આવ્યા, અયોધ્યા નગરીમાં સંવર રાજા પિતા અને સિદ્ધાર્થ રાણીની કુખે તેમણે અવતાર લીધે, ત્યારથી દેવેંદ્ર તેમને અભિનંદન કરી જતા, એટલે માત-પિતાએ એમનું ગુણનિષ્પન્ન “અભિનંદન” નામ આપ્યું. અભિનંદન નામ ધરનાર એ ચોથા પ્રભુના નામ સાથે “દર્શન’ને આખો મહત્ત્વને વિષય શ્રી આનંદઘન મહારાજે વણી દીધો છે. બાકી, અમુક તીર્થંકરની સ્તવના એ તે નિમિત્ત માત્ર છે. સ્તવનમાં થતી આત્મવિચારણા કે પ્રભુસ્તુતિ સર્વસામાન્ય છે. પ્રભુસ્તવનું નિમિત્ત મેળવી આત્મદર્શન કરવાને પ્રસંગ હાથ ધરવામાં આવે છે અથવા ભક્તિ કે ગુણગાનની તક લઈ પ્રભુના ગુણની મહત્તા વિચારતાં અને એની સ્તવના કરતાં એ રીતે આત્મગુણની પ્રશંસા થાય છે અને તે પણ આત્મવિકાસનું મજબૂત સાધન છે. મતલબ, પ્રભુના નામનું નિમિત્ત હાથ ધરી આત્મગુણની પિછાણ થાય છે. એટલા પૂરતું જ નામનિર્દેશને મહિમા છે. બાકી, પ્રત્યેક સ્તવન દરેક તીર્થકરને લાગુ પડે છે, દરેક આત્મવિકાસ ઈચ્છકના પિતાના આત્મિક ગુણને લાગુ પડે છે અને ભક્તિયોગ અથવા આત્મવિચારણાનું પિષક બને છે.
આ સ્તવનમાં દર્શનને વિચાર હોઈ અને ધર્મ અને આત્મવિકાસને અનેક દૃષ્ટિએથી વિચારી શકાય તેવી તેમાં અર્થગંભીરતા હોઈ આ સ્તવન ચેતનપ્રગતિની વિચારણામાં ખાસ ઉપગી સ્થાન ધરાવે છે.
આ સ્તવનના પ્રાકકથન–પ્રસ્તાવનામાં જણાવ્યું તેમ, આ સ્તવનમાં દર્શન શબ્દ “સહણાના અથવા “શુદ્ધ શ્રદ્ધા”ના અર્થમાં વપરાયે છે. દર્શન એટલે તત્ત્વજ્ઞાનને અર્થ પણ થાય. તત્વદર્શન બતાવનાર દરેક દર્શનકારે સાધ્યપ્રાપ્તિ માટેના માર્ગોનું દર્શન પણ બતાવ્યું હોય છે. આત્મા કે છે, કે થઈ ગયે છે, અસલ સ્વરૂપે કેવો હતો, એની એ અસલ સ્થિતિ કેમ લાવી શકાય અને એના સાધનધર્મોમાં વિવિધતાની પસંદગી માટે કેટલે અવકાશ છે, એની વિચારણા જેમ દર્શનકારે કરી છે તેમ જ આત્મા છે કે નહિ, છે તે કેવો છે, બીજે વિકૃત સ્વરૂપે શા માટે દેખાય છે અને એનું સ્વરૂપ કેવું હતું અને કેવી રીતે પ્રકટ કરી શકાય,
એ હકીકત પણ બતાવી છે. મતલબ, દર્શનકારે ચેતનને એના મૂળ સ્વરૂપથી માંડીને અનેક રીતે ચર્ચો છે, એટલે દર્શનને અભ્યાસ કે તેની વિચારણા કરવી એ પિતાની ( આત્માની) વિચારણા કરવા જેવી હકીકત છે અને એનું સાચું દર્શન પ્રાપ્ત કરવું એ મુશ્કેલ હોવા છતાં ખાસ કરવા ગ્ય બાબત છે, એની ભૂમિકા અત્ર બતાવવામાં આવી છે.
- જે સાચા દર્શનની ઉપર વાત કરી તે દશનની પ્રાપ્તિ ઘણી મુશ્કેલ છે. અનંતકાળથી સંસારમાં રખડપાટો ચાલુ હોવા છતાં સાચા દર્શનની પ્રાપ્તિ, તે તરફ સહણ કે તેની પિછાન ન થવાને કારણે પ્રાણી સંસારમાં રખડ્યા કરે છે. જે એકાદ વાર પણ પ્રભુનું સાચું
૧૫