________________
૯૮]
શ્રી આનંદઘન-વીશી ભાવિક રુચિ થાય અને સાંસારિક અપેક્ષા વગર ઉચિત ક્રિયા અને વર્તન થાય ત્યારે સેવનોગ્ય ભૂમિકા તૈયાર થાય છે. આવી પરિસ્થિતિ અનુપમેય છે, સંસાર-પરિભ્રમણમાં અનંત કાળે પ્રાપ્ત થાય તેવી છે, પણ થાય ત્યારે કામ થઈ જાય તેવી ભારે વાત છે.
અનુષ્ઠાનના પાંચ પ્રકાર અન્યત્ર બતાવ્યા છે : વિષ, ગરલ, અનનુષ્ઠાન, તàત અને અમૃત. બાહ્ય દૃષ્ટિએ સમાન ક્રિયા કરનારનાં અનુષ્ઠાનેમાં ફળની અપેક્ષાએ કે પરિણામની નજરે કેટલે ફરક પડે છે તે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. વાત એ છે કે સેવન કારણભૂમિકા તૈયાર કરવામાં જે અનુષ્ઠાને કરવાનાં હોય, જે પૂર્વતૈયારી કરવાની જરૂરિયાત બતાવાઈ છે, તેની પ્રાપ્તિ તદ્દન સહેલી કે સુપ્રાપ્ય છે, એમ ધારી લેવા જેવું નથી. એ સેવનગ્ય ભૂમિકા સાંપડી જાય તે પછી સેવનકાર્ય આગળ ધપે, ગુણપ્રાપ્તિ થતી જાય અને સંસારઅટવીના ચકરાવા દૂર થવા ગ્ય માર્ગ સાંપડે.
અગમ”—અગમ્ય શબ્દમાંથી એ નીકળેલ છે. એનો અર્થ “કઠણ” અથવા “આકર” વધારે બંધ બેસતે છે. અગમ્ય એટલે જ્યાં કોઈ ન પહોંચી શકે તેવું એ અર્થ પણ થાય છે. અહીં કઠણ અર્થ જ બંધ બેસે છે. અગમ્યને અર્થ ઇન્દ્રિયાતીત પણ થાય છે, પણ તેટલી આકરી ઊંચી હદને આ શબ્દપ્રયોગ અહીં નથી થયે એમ સંબંધ પરથી જણાય છે.
અનુપ-અનુપ–આ સમુચિત વિશેષણને ઉપગ બહુ સુસંગત હોઈ માનસિક વાતાવરણમાં અને હૃદય પર સીધી અસર કરે તે છે, સેવનકાર્ય ખરેખર અનુપમેય છે, અજોડ છે, ઉત્તમ છે, ભવચકના અત્યાર સુધીના રખડપાટામાં અનનુભૂત છે. સંસારના આંટાને છેડો લાવવા માટે એ અગમ્ય એટલે કઠણ હોવા છતાં અજોડ સાધન છે અને એટલા માટે સેવન કારણભૂમિકા તૈયાર કરવામાં અને ભારે ઉપયોગ છે. એટલે સેવનનું રહસ્યભેદ) લઈ (સમજી) સેવન કરવાની શરૂઆતમાં પ્રેરણ કરી તે સેવાકાર્ય મામૂલી કે નજીવું છે, એમ ન ધારતાં એની મુશ્કેલી સમજી એની સાથે જ એની અજોડતા વિચારવા સ્વરૂપદર્શન કરાવ્યું છે.
મુગ્ધ-ભેળા લોકે કોઈક વાર સેવાનું કાર્ય સહેલું કે સરળ છે એમ ધારીને પછી એની શરૂઆત કરે છે, પણ તે ધારવામાં આવે છે તેવું સહેલું નથી; એમાં તે બાહ્ય ભાવ છોડી અંદર જવું પડે છે, એમાં ભૂમિકા તૈયાર કરવામાં અભય, અદ્વેષ, અખેદનાં વિશેષણો ઓળખવા પડે છે અને એની આદેયતા જાણવા સાથે એની અગમ્યતાનો ખ્યાલ જરૂર રાખ પડે છે. ભૂમિકા મળવી સહેલી નથી, એમ જાણવા સાથે મનમાં એ પણ સમજી લેવા જેવું છે કે એ ભૂમિકાની પ્રાપ્તિ અશક્ય નથી; એની અગમ્યતા વિચારી ભડકીને બેસી જવા જેવું નથી. ત્યારે એને ઉપાય શું? એ કેમ મળે? એ અગમ છે એમ જાણ્યા પછી એની “ગમ્યતા” કેમ કરી શકાય? ઉપર એનાં નિમિત્તકારણ બતાવ્યાં છે તેને પ્રયોગ કરે અને જેમણે એ ભૂમિકા મેળવી હોય તેને વિચાર કરતાં તેના જેવા થઈ જવાની ભાવના કરવી એ જ એને માર્ગ છે.
૧. આ વિષ, ગરલાદિ પાંચ અનુષ્ઠાન માટે જુઓ “જૈન દષ્ટિએ ગ” પૃ. ૧૦૦.