________________
૧૦૮]
શ્રી આનંદઘન–વીશી અજ્ઞાનમાં સબડ્યા કરે. એને સાચી વસ્તુ સાંપડે નહિ, સાચી વસ્તુ બતાવનારને પરિચય થાય નહિ, અને એને સાચે માર્ગ મળે નહિ અને કોઈ વાર દેવગતિમાં લહેર કરે, તે કઈ વાર પરાધીન તિર્યંચ થાય, તે વળી કોઈ વાર મનુષ્ય પણ થઈ જાય. આમ કુટાતે પિટા એ રખડ્યા કરે, પણ એની રખડપટ્ટી પૂરી ન થાય. આમ રખડતાં-કુટાતાં જ્યારે, અગાઉ ત્રીજા સ્તવનમાં કહ્યું તેવું, શરમાવ અને ચરમકરણ એને પ્રાપ્ત થાય ત્યારે એને સમ્યક્ત્વ-દર્શન થાય છે. આ સમ્યગદર્શન. એ દશનનો મહિમા શાસ્ત્રકારે ખૂબ ખૂબ બતાવ્યો છે. વીતરાગ દેવનું વિશિષ્ટપણું, નિલેષપણું, અભિમાનરહિતપણું અને કીર્તિ યશ કે નામનાની આસક્તિનું અભાવપણું જાણી લઈ, તેમને સત્યપ્રદર્શન કરવામાં કાંઈ સ્વાર્થ કે સ્વમત સ્થાપનની ઈચ્છા ન હોતી એની ખાતરી કરી લીધા પછી, તેમના વચન પર શ્રદ્ધા અને રૂચિ રાખવી તેને દર્શન કહે છે, તેને સમ્યકત્વ કહે છે, તેને સહયું કહે છે. એ તવરુચિ અને એમાં પરમાર્થ બુદ્ધિ કેટલાંક પ્રાણીઓને પિતામાંથી સ્વયં ( નિસર્ગોણ) જાગ્રત થાય છે અને કેટલાકને ગુરુઉપદેશથી થાય છે. આ તત્ત્વરુચિ બહુ ઉપયોગી વસ્તુ છે અને જૈન દર્શનને સમજવાની ચાવી છે; અથવા, એક રીતે જોઈએ તે, એને બોધ એ આખા જીવનને ઉત્કૃષ્ટતમ લાભ છે; કારણ કે એનાથી ભવાટવીમાં ભ્રમણને મોટો અસરકારક આઘાત પડી જાય છે અને સાચા માર્ગની પ્રાપ્તિને પરિણામે ચેતનના માર્ગને આખો ઝેક બદલાઈ જાય છે, એટલે ચેતનની સાચે માર્ગે પ્રગતિનું બીજ આ દશનને બંધ થવામાં, તેમાં રુચિ થવામાં અને તેની સહણ સ્વીકારમાં રહેલ છે. આ કારણે દર્શનને બરાબર સમજવાની અને સમજીને તેને સ્વીકાર કરવાની બાબત ઘણી મહત્ત્વની બાબત છે. આ આખા સ્તવનમાં આ દષ્ટિએ “દર્શન’ શબ્દ પર, તેના આશય પર અને તેના ભાવ પર વિચારણા થશે, તેટલી પ્રાસ્તાવિક વાત રજૂ કરી, દર્શનને લગતી ખાસ અગત્યની વાત જણાવી સ્તવનના હાર્દમાં પ્રવેશ કરવા પ્રયત્ન કરીએ.
સર્વથી મુદ્દાની વાત એ છે કે દર્શનારુચિને અતિ મહત્ત્વનું સ્થાન છે તે ધ્યાનમાં રાખવું. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે “બનવા જોગ છે અને સાચી વાત છે કે ચારિત્ર વગરને માણસ કદાચ પણ સિદ્ધ થઈ જાય, પણ દર્શન વગરને પ્રાણ તે સિદ્ધ ન જ થાય. જે શાસ્ત્ર ચારિત્ર ઉપર ખૂબ ખૂબ ભાર મૂકે છે, જેને આખો ઝેક વિષય-કષાયની મંદતા પર જ છે, જે અહિંસા, સંયમ અને તપને ધર્મસર્વસ્વ કહે છે, જેના માર્ગાનુસારીપણાની શરૂઆત પ્રામાણિકપણાના સ્વીકાર અને અમલથી થાય છે, તે જ, શાસ્ત્રકાર કહે છે કે, ચારિત્ર વગર મુક્તિની કલ્પના કરી શકાય તેમ છે, પણ દર્શન વગર તે તે અશક્ય જ છે. એટલે ચારિત્રના કરતાં પણ સમ્યક્ત્વને આત્મવિકાસને અંગે ઘણું વધારે અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે એ બાબત ખૂબ ધ્યાનમાં રાખવા લાયક છે. એટલા માટે એના વિરોધી મિથ્યાત્વને સારી રીતે સમજી લેવાની જરૂર છે. એક સ્થાનકે એના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે, તે આપણે સમજી લઈએ – १. दसणभट्ठो भट्ठो दसणभहस्स नत्थि निव्वाणं ।
सिज्झति चरणरहिया, दसणरहिया न सिज्झति ॥