________________
૫૦]
શ્રી આનંદઘન–ચોવીશી સૂત્રને આગળ કરે, બન્ને આંખ મીંચીને આંધળુકિયા કરે, સામા પક્ષની દલીલમાં કાંઈક તે વિચારવા જેવું હશે, એટલું માન પણ સામાની દલીલશક્તિને ન આપે અને કાળે અકાળે આક્ષેપ કરવા મંડી જાય. પણ ખરી મજાની વાત તે શાસ્ત્રનાં દાખલા કે દૃષ્ટાંતેને લાગુ પાડવામાં એ કેવી આત્મવંચના કરે છે તે વખતે બને છે. જ્યાં દાખલા પિતાને અનુકૂળ ન હોય ત્યાં એ ચોથા આરાના દાખલા કહી એને ઉવેખી મૂકશે; જ્યાં પિતાને ઘાટ ન બેસે તે દાખલે આવે ત્યાં એને અપવાદની ટિમાં મૂકશે અને એવી રીતે આખી વિચારદર્શન કે ચર્ચાની બાબતના પાયામાં સુરંગ ભરશે. ક્રિયામાર્ગની ચર્ચામાં તે આવું ખૂબ થયું છે, પણ તત્ત્વચર્ચામાં પણ પિતાને એકાંત પક્ષ સ્થાપવાની, સાબિત કરવાની અને તેને ચીવટથી વળગી રહેવાની વાતને મોટા તૈયાયિકે છોડી શકતા નથી. આ રીતે તત્વચર્ચા કે વિજ્ઞાનનિદર્શનમાં, ચારિત્રગુણોના પ્રકાશનમાં કે કિયામાર્ગની સ્પષ્ટતામાં અભિમત વસ્તુને વસ્તુસ્વરૂપે કહેનાર વિરલ છે એ વાતને અત્ર ખેદ બતાવ્યું.
વસ્તુગત એટલે વસ્તુ જેવી હોય તેવી બરાબર કહેવી છે. એમાં જરા પણ અતિશયોક્તિ ન કરવી, ખેંચતાણ ન કરવી, જેવી જાણ હોય તેવી તેને બરાબર સ્વરૂપે કહેવી, તે વસ્તુને વસ્તુગતે કહેવી એમ ભાવ બેસે છે. આગ્રહ, ખેંચતાણ વગર કિયા કે તત્ત્વજ્ઞાનની હકીકતને કહેનારાની વિરલતા કેટલી છે એને અભ્યાસ કરવો હોય તે ગચ્છના ભેદો અથવા તૈયાયિકેતાર્કિકની દલીલબાજી જેવી. એમાં પિતાના મતનું ઝનૂન અને વાતાવરણમાં જે ગરમી દેખાય છે, તે જોતાં ત્યાંથી વસ્તુગત વસ્તુવિચારની પ્રાપ્તિ વિરલ છે એ વાતની પ્રતીતિ થાય તેમ છે. (૪)
વસ્તુવિચારે રે દિવ્ય નયનતણે રે, વિરહ પડ્યો નિરધાર; તરતમ ગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. પંથડો૫.
અથ–વસ્તુતત્ત્વની વિચારણાને અંગે દિવ્યનયન–પ્રત્યક્ષજ્ઞાનને વિરહ એક્કસ પડ્યો છે. એટલે ઓછાં-વત્તાં સાધનને કારણે અત્યારે બોધ થાય છે તે પણ ઓછા-વધતા સંસ્કારની ગંધવાળે થાય છે અને હાલ તે) તે જ આધાર છે, તેને ટેકે છે. (૫)
આગમની દષ્ટિ જેઉ તે વસ્તુ વિચાર, તે દિવ્ય નયને કરી વસ્તુને વિચાર કરે તે દિવ્ય નયન. તેવાને તે વિરહ પડ્યો, અતિશય જ્ઞાનીને વિરહ નિરધાર. તે વાટે શું માગ નહિ છે એમ પણ નહિ. તરતમયેગે યથાગે તરતમવાસનાઓ જેવા આપણા ક્ષપશમ એ ગુરુપારત, એ શાસ્ત્ર વાસિત બેધ, તેને આધાર, વચનને આધાર છે. જ્ઞાન શબ્દ જ્ઞાન-તવાતત્વની પ્રાપ્તિ. બેધ તે જ્ઞાન, જાણવા સ્વરૂપ વચનાતું. બીજા શ્રી અજિત.
પાઠાંતર–દિવ્ય-દૈવ. જેગે-યોગે. આધાર-આચાર. | શબ્દાર્થ–વસ્તુ =સાર, તત્ત્વ. વિચારે = વિચારણાને અંગે. દિવ્ય = જ્ઞાન, ધૂળથી પર, વિશિષ્ટ દિવ્ય નયન = જ્ઞાનનેત્ર, પ્રત્યક્ષજ્ઞાન. વિરહ = અંતર, વિયોગ, જુદા પડવું તે. પડ્યો = થઈ ગયો. નિરધાર = ચોક્કસ તરતમ = ઓવતું. ગે = પ્રાપ્તિએ. તરતમ = વધારે ઓછી, મળી આવતી. વાસના = સંસ્કાર, જ્ઞાનહેતુ. અભિલાષા, શ્રદ્ધા. વાસિત = ગંધિત, એની ગંધવાળો. બધ = સમજણ, જ્ઞાન. આધાર = ટેકે, આલંબન.