________________
શ્રી આનંદઘન-ચોવીશી “દોષ ટળે’ : ઉપર પ્રમાણે કારણોની પ્રાપ્તિ થાય ત્યારે સંસારસન્મુખપણાના અનેક દોષ ટળી જાય. એટલે કે ભય, દ્વેષ અને ખેદ રૂપ જે ત્રણ દોષે ઉપર બતાવ્યા તે દૂર થઈ જાય; અથવા કોધ, માન, માયા અને લોભ, જેને અનંતાનુબંધીની સંજ્ઞા આપવામાં આવી છે, તેવા પ્રકારના ચીકણ આકરા હોય તે દો ટળી જાય. અહીં ધ્યાન માં રાખવાનું છે કે દોને સર્વથા નાશ થતો નથી, પણ એ દૂર ખસી જાય છે.
અને ચરમપુગળપરાવર્તામાં આવી, પ્રાણી, ત્રીજુ અનિવૃત્તિકરણ કરે અને એની ભવસ્થિતિને પરિપાક થયો હોય, ત્યારે બીજું વધારે શું થાય તે કહે છે :
“ભવ દષ્ટિ ખૂલે’ : આ “દૃષ્ટિ” શબ્દ બને છે એના પર શ્રી હરિભદ્રસૂરિએ યોગદષ્ટિસમુરચય નામનો ગ્રંથ લખે છે. એના પર સંક્ષિપ્ત વિવેચન અને ટૂંક સાર મેં મારા
જૈન દષ્ટિએ ગ’માં કરેલ છે (પૃ. ૧૬ થી પ૫). “દષ્ટિ” એટલે “સાચી શ્રદ્ધા સાથે બોધ” સમજ્યા વગરની શ્રદ્ધા રાખવી તે બિનઉપયેગી બાબત છે અને બોધ વગરની શ્રદ્ધા ટકી શકતી નથી. દષ્ટિમાં શ્રદ્ધા અને બોધ બન્નેને સહકાર અને સહચાર છે. એટલે વિચારપૂર્વક શ્રદ્ધા રાખી નિર્ણય કરે અને સાચા સ્વરૂપનું જ્ઞાન કરવું એનું નામ “દષ્ટિ” કહેવામાં આવે છે. શરૂઆતમાં ઓઘદષ્ટિ હોય છે. ચાલુ સંસારી જી ગતાનુગતિક રીતે ચાલ્યાં આવતાં કામે ર્યા કરે, વ્યવહારને પોષે, જનસંમત કામ કર્યા કરે, પોતાની અલ–આવડતને ઉપગ પ્રગતિ માટે ન કરે, એનું નામ ઓઘદૃષ્ટિ. આમાં એકાંત દષ્ટિબિન્દુ હોય છે, પરભાવમાં રમણતા હોય છે અને ચાલું વ્યવહારમાં આંટાફેરા ખાવાને અને લેકસંજ્ઞા જાળવવાને મુદ્દો હોય છે. વિવેક દષ્ટિ ખીલતી જાય, સ્વપરનું વિવેચન થાય, તપ-ત્યાગના મુદ્દા પર પ્રાણી આવી જાય, તેમ તેમ તેની દૃષ્ટિ આત્મસન્મુખ થતી જાય છે. એવી ખુલતી દષ્ટિના આઠ વિભાગ પાડવામાં આવ્યા છે. તેનાં નામે અનુક્રમે મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાંતા, પ્રભા, પરા છે. આ પ્રત્યેક દષ્ટિમાં ચેતન આગળ વધતું જાય છે, તેમ તેમ તેના આત્મગુણો વધારે વધારે વિકાસ પામતા જાય છે, એનું દૃષ્ટિબિન્દુ સંસાર સન્મુખ હતું તેની દિશા બદલાતી જાય છે, એ ચેતનની પ્રગતિ કરવાના આત્મિક માર્ગે આવતે થાય છે, મેક્ષ સન્મુખ થતું જાય છે અને એને વિકાસ સાચે માગે થતું જાય છે. આ દષ્ટિને વિષય ખાસ સમજવા યોગ્ય છે અને સમજીને પિતાનું સ્થાન શું છે અને ક્યાં છે એની શોધ-ભાળ કરવા યોગ્ય છે. મુમુક્ષુએ ઉપર લખેલ ગ્રંથને અભ્યાસ કરવાથી એ કાર્યમાં ઘણી મદદ મળશે.
એમાં ઓઘદષ્ટિ પછી ઉન્નતિકમમાં જે યોગદષ્ટિઓ બતાવવામાં આવી છે, તે દૃષ્ટિ ખૂલવા લાગે છે એટલે પ્રાગતિક પથે પડેલ ચેતનની દૃષ્ટિ ઊઘડતી જાય છે. ધીમે ધીમે પ્રાણી મનેવિકારે પર વિર્ય મેળવતે જાય છે, એની અનેકાંત દષ્ટિ ખીલતી જાય છે, એના અત્યાર સુધીના અભિનિવેશે દૂર થતા જાય છે, એને સંસાર પરને રાગ ઓછો થતો જાય છે, એનામાં સ્થિરતા, શાંતિ અને નમ્રતા આવતી જાય છે, એને કદાગ્રહ દૂર થતું જાય છે, એ પિતાનું શું છે અને પારકું શું છે, પિતાને લાભકારક શું છે અને સંસારમાં રખડાવનાર કોણ છે–