________________
૩ : શ્રી સંભવનાથ સ્તવન
[ ૭૭ અથ—અને જણાવે છે કે, જ્યારે છેલ્લું પુગળપરાવર્ત આવી પહોંચે અને ત્રણ કરણમાંનું ત્રીજું કારણ થાય અને સંસારમાં રખડવાની ટેવને છેડે આવી પહોંચે, ત્યારે ઉપર જણાવેલા દોષ (ભય, દ્વેષ અને ખેદ) ખસી જાય, સારી મજાની દૃષ્ટિ ઊઘડી જાય અને પ્રવચનસિદ્ધાંતનાં વચનને લાભ થાય. (૨)
ટબ છેલ્લું પુગળપરાવર્તન તથા ચરમ યથાપ્રવૃત્તિકરણ એટલે શું કહ્યું? અનંત પદુગળપરાવર્ત થયા, યથાપ્રવૃત્તિકરણ પણ અકામનિર્જરા હેતુ થયા, પણ ચરમપુગળપરાવર્તન તથા યથાપ્રવૃત્તિકરણ મિથ્યાત, અવિરતિ, કષાય, મદ ટળે, પરિણામે તે યથાપ્રવતિ કહીએ ભવ; ઉપમા જેહને નહિ. અને વળી માર્ગાનુસારી ગુણની દષ્ટિ વચનની પ્રાપ્તિ ખૂલે, ઉઘડે તે વારે પ્રવચનના વચનની પ્રાપ્તિ થાય. રાગદ્વેષરહિતનું વચન તે પ્રવચન એટલી વાસના નિસર્ગ પણે થાય. (૩)
વિવેચન–યોગ પ્રાપ્તિના સદુપાયે કરવા જોઈએ તેને અંગે મહાન યોગીઓએ અધ્યાત્મપ્રાપ્તિનો માર્ગ બતાવતાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે “અધ્યાત્મ એ એક જ વેગ પ્રગતિનો સાચો ઉપાય છે, વાદ-વિવાદમાં કદી તવપ્રાપ્તિ થતી નથી અને તત્ત્વપરિણતિ થયા વગર રેયમાં જ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. એટલે અધ્યાત્મ ઉપર લક્ષ્ય ખેંચતાં ગમાર્ગના જ્ઞાતા નિષ્પાપ મહાયોગીઓએ ભાવી યેગીના હિતને માટે અધ્યાત્મ પર ખૂબ ભાર મૂક્યો છે અને એને જ
ગપ્રાપ્તિને પરમ ઉપાય બતાવ્યો છે (ગબિન્દુ કલેક ૬૮.) આવા અધ્યાત્મ-સપાય ક્યારે મળે તેને અંગે હવે વાત કરે છે.
ઉપર જણાવ્યું તેમ, પાંચે સમવાયી કારણ (કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, કર્મ અને પુરુષાર્થ)ને સહગ થાય ત્યારે એક કાર્ય બને છે. ગપ્રગતિને અંગે કાળ અને તદ્યોગ્ય વાતાવરણ ક્યારે થાય તેની સ્પષ્ટતા કરે છે. ગબિન્દુના ૭૨મા કલેકમાં શ્રીમાન્ હરિભદ્રસૂરિ કહે છે કે જીવ શુકલપાક્ષિક હોય તે જ્યારે છેલ્લા પુગળપરાવર્તામાં આવે અને ગ્રંથિને ભેદ કરે, જાતે દેશથી કે સર્વથી ચારિત્રી ( સાવદ્ય આસારથી નિવૃત્ત) થાય, તેને અધ્યાત્મની પ્રાપ્તિ થાય. તે આ ચરમ (છેલ્લું) પુદ્ગળપરાવત શું અને ગ્રંથિભેદ એટલે શું અને તે કેવી રીતે ક્યારે થાય, તે પ્રથમ સમજવા પ્રયત્ન કરીએ.
પદગળપરાવત’૧ એ જૈન પારિભાષિક શબ્દ છે. દ્રવ્યથી સામાન્ય પ્રકારે સર્વ પદુગળનું ગ્રહણ અને ત્યાગ (ઉંઝન) થાય તેનું નામ પુગળપરાવર્ત કહેવાય છે. ૨ ઔદારિક, વૈકિય, તેજસ, કાર્મણ, ભાષા, ધાસોશ્વાસ અને મને વર્ગણપણે ચૌદ રાજલોકમાં સર્વ
૧. આ પુગળપરાવર્ત અને ત્રણ કરણને વિષય પારિભાષિક છે; તેને સરળ કરવા પ્રયત્ન કર્યો છે. એમાં ગુરુગમ હોય તો તેને સમજવામાં સરળતા થાય તેમ છે.
૨. જુઓ ગબિન્દુ શ્લોક ૭ર પણ ટીકા : વરમે પર્યન્તર્તિનિ પુત્રવતે દ્રતઃ સામાન્યન સ. पुद्गलग्रहणोज्झरूपे प्रवृते सति ।