________________
૪૮]
શ્રી આનંદઘન વીશી કરનાર પિતાને પક્ષ છેડે એમ થતું દેખાતું નથી. એવી ચર્ચા-વાર્તામાં પણ જ્યાં હેત્વાભાસોની ઝડી ચાલતી હોય, જ્યાં પ્રમાણગ્રંથની એક્તા ન હય, જ્યાં એક પક્ષકાર આસ્તિક હોય અને સામે બિનજવાબદાર તકરારી હોય, ત્યાં તે ન્યાયની પદ્ધતિસરની ચર્ચાને સ્થાને આખે ઉઠાવ અંગત બની જાય છે અને પછી તે સત્યશોધને બદલે વિદ્વત્તાનું પ્રદર્શન બની જાય છે. એટલે તર્ક કે ન્યાયની ચર્ચા દ્વારા પંથે નિહાળવાની આશા રાખવાને બદલે ગૂંચવણમાં વધારે અને નિર્ણયમાં ગેટાળ થવાનો સંભવ વધારે રહે તેમ છે. અડી તર્કશાસ્ત્રો પર આક્ષેપ નથી, પણ તેનો ઉપયોગ કરવામાં વિદ્વાન ગણાતા માણસે જે પદ્ધતિ સ્વીકારે છે, તે માગે વસ્તુગત તત્ત્વને નિહાળવાનું બની શકે કે નહિ તે પર ગાનિષ્ણાત સ્તવનકારને અભિપ્રાય છે, અને તેને અનુભવ કરે હોય તે બે-ચાર નૈયાયિકને નિત્યત્વ કે અનિત્યત્વ કે એવા કેઈ વિષય પર ચર્ચા કરતા સાંભળવા અથવા ન્યાય કે તર્કના કેઈ પણ ગ્રંથનું અવગાહન કરી જવું.
એટલે જૈન તત્વજ્ઞાનની તર્કશીલતા છે એમ આપણે શરૂઆતમાં સ્વીકાર્યું, છતાં એ તર્કશાસ્ત્રને જે રીતે ઉપયોગ થતે જોવામાં આવે છે, તે રીતે પાર પાર પામવાની વાત તદ્દન જુદો જ આકાર ધારણ કરે છે. એટલે વાડાભેદ, ખેંચતાણ, દુરાગ્રહ અને સત્યશોધનવૃત્તિને સ્થાને પિતાના અભિપ્રાયને સાચે કરવાની મનુષ્યસુલભ અવૃત્તિની પિષણને પરિણામે સત્યશોધન કે માર્ગનું નિડાલન તક દ્વારા થાય તે પણ વર્તમાન પરિસ્થિતિ જોતાં ઉપાય તરીકે કારગત થાય તેમ લાગતું નથી.
આ વાત સત્તરમી સદીમાં હતી તે જ પ્રમાણે વશમી સદીમાં પગ ઉપાય તરીકે નિરર્થક માલમ પડે તેમ જણાય છે. અત્યારે વસ્તુને સમજવાની શક્તિ વધારે વિસ્તૃત પ્રમાણમાં પ્રાપ્ય છે, સાધનોની સુલભ્યતા છે, ચર્ચાનાં શાસ્ત્રોને વિસ્તાર વધે છે, પણ વસ્તુગત સત્યના શોધનની વૃત્તિને સ્થાને મતાગ્ર ઘણું વધ્યું છે. એમાં વળી બેવડી અગવડ પણ ઊભી થઈ છે. અત્યારે લેકેને પંથ નિહાળવાની કે અંતિમ સત્ય શોધવાની પડી પણ નથી; આત્મા, પરભવ, પુણ્ય પાપ કર્મ વગેરે ચર્ચા નવરા માણસનું કામ છે અથવા કાર્ય વહેંચણીને અંગે ત્યાગી વર્ગની જવાબદારી છે, એવી ધારણાને પરિણામે વસ્તુધર્મવિચારણા તરફ કાં તે બેદરકારી વધતી જાય છે, અથવા એની ઉપેક્ષા રહે છે. અતિવ્યવસાયમાં પડેલ પ્રાણીઓના વ્યવસાયે પાછળ કયાં જીવનત કામ કરી રહ્યાં છે અને જીવનવિકાસમાં આંતર વિકાને કર્યું સ્થાન છે, અને આકાંક્ષા, મેડ, રતિ, અરતિ, કષાયનું અંતિમ પૃથક્કરણ કરતાં શું હાથમાં આવે છે, તે વિચારવાનું પણ બંધ થઈ જાય છે, એટલે વધેલ તર્કશક્તિને ઉપગ કાં તે ઉપેક્ષા તરફ ઘસડી જાય છે અથવા ઘણી ઉપટિયા ચર્ચા સત્યશોધનની આખી વાતને જ મારી નાખે છે. આ રીતે વીતરાગને માર્ગ નિહાળવાના ચારે ઉપાયને વિચાર કર્યો. સ્થળ આંખથી સંસારને નિહાળતાં આખો સંસાર ભૂલ પડી ગયેલ હોય અને આડે રવાડે ચઢી ગયા હોય એમ લાગે છે પુરુષપરંપરામાં અંધની પાછળ અંધની હાર આંખો બંધ રાખીને ચાલતી જણાય છે. માત્ર આગમદષ્ટિએ વસ્તુવિચારણા કરવામાં આવે તે પગ મૂકવાનું ઠેકાણું કે ચારિત્ર ધારણ કરવાનું