________________
૩: શ્રી સંભવનાથ સ્તવન
[૭૩ ભય કે બીક એ માનસિક વ્યાધિ છે. કારણ વગર સામાની શેહમાં દબાઈ મરવું, સામો શું કરશે કે પિતાનું કે પિતાનાનું શું થશે, એવી ચિંતા કર્યા કરવી એ સર્વને સમાવેશ “ભયમાં થાય છે. અને ભય એક પ્રકારની મેહની છે, મોહજાળ છે, અને એ વિચાર વાતાવરણને ડળી નાખનાર હોઈ ભારે નુકસાન કરનાર નીવડે છે.
“પરિણામને અર્થ સાધારણ રીતે નતીજે કે અંત થાય છે, પણ જૈન પરિભાષામાં તેને અર્થ “વિચારધારા” થાય છે. મનમાં જે વિચાર આવે તેને પરિણતિ કહેવામાં આવે છે અને પરિણતિના કાર્યને પરિણામ કહેવામાં આવે છે. પરિણામ એટલે વિચારધારા અધ્યવસાય, મનેભાવ (પાઈયસદમડુણવે. પૃ. ૬૮૪). એ પરિણામમાં ચંચળતા હોય ત્યારે કાર્યનું જેશ તૂટી જાય છે. આવા પ્રકારની વિચારધારાની અસ્થિરતા, માનસિક અધીરાપણું અથવા વિચારની ક્ષણિકતાને ચંચળતા કહેવામાં આવે છે. પરિણતિની અસ્થિરતા પર કાબૂ આવે ત્યારે “અભયભાવ ખીલે છે. અને સેવાકાર્ય નીપજાવવા માટે અભયપણની ભૂમિકા ખાસ જરૂરિયાતની હોય તે વાત સમજણ અને નિર્ણય માગે છે. અને ભયમાંના ઘણાખરા તે કલ્પિત અને મગજના તરંગનાં આંદોલને જ હોય છે. ચિત્તવિકાર (emotions)માં સર્વથી ભારે હાનિકારક ભાવ તે “ભય” છે. ભયવાળે કે ભયને આધીન થનારે માણસ માનસિક દષ્ટિએ બાપડે કે બિચારો થઈ જાય છે. પરિણામની ચંચળતાને ભય કહેવામાં આવે છે. ભયવાન પ્રાણી કોઈ કાર્ય છાતી ઠોકીને કરી શકતું નથી અને જ્યાં સુધી ઉદ્દેશની ચોખવટ ન હોય અને તેને પહોંચવાનો પાકે નિર્ણય ન હોય, ત્યાં સુધી ત્યાં ગબડી જતાં વાર લાગતી નથી. માટે સેવન-કારણભૂમિકામાં અભય”ને અગ્રસ્થાન આપવામાં આવ્યું છે. ભયની અંદર જે ચંચળ ભાવ રહેલા છે, તે ગની એકત્વતાને માટે વિરોધ કરનાર માનસિક દશા છે, એટલે યુગમાં પ્રવેશ કરનાર, સેવન કારણભૂમિકા તૈયાર કરવા સારુ નિર્ભયપણું કેળવવું જ રહ્યું.
અદ્વેષ? : સેવન-કારણ-ભૂમિકા તૈયાર કરવામાં બીજું સ્થાન આવે છે અદ્વેષનું. અષને ઓળખવા માટે શ્રેષને ઓળખવો પડે. અહીં જે અદ્વેષ નિરૂપવામાં આવેલ છે તેને શ્રી હરિભદ્રસૂરિ મહારાજ યોગપૂર્વસેવામાં મેક્ષ-અદ્વેષ કહે છે તે સમજ. એનું સ્વરૂપ બતાવતાં
ગબિન્દુ ગ્રંથમાં તે મહાન યોગી કહે છે તેની મતલબ એ છે કે સર્વ કર્મના ક્ષય થવાવાળી મુક્તિ ઇંદ્રિયના ભેગ સંબંધથી રહિત હોઈ ભવાભિનંદી પ્રાણીઓને એના પર દ્વેષ થાય છે. એને વિચાર થાય છે કે મેક્ષમાં તે ખાવાપીવાનું નહિ, નાચગાન નહિ, એમાં મજા શું આવે? ખુદ શ્રી હરિભદ્રસૂરિએ ગાલવ નામના તત્કાલીન પંથ પ્રવર્તકને દાખલ યોગબિન્દુ (લેક ૧૩૮)માં આવે છે. એ ગાલવ પિતાના શિષ્યને ઉપદેશ કરે છે કે વૃન્દાવનમાં શિયાળપણું મળે તે સારું, પણ તદ્દન અવિષય મેક્ષમાં તે શી મજા આવે? આવા આવા શ્રવણને પણ અયોગ્ય આલાપ મોક્ષની વિરુદ્ધને સંભળાય છે, એનું કારણ એમ સમજાય છે કે પ્રાણીને સંસાર તરફ એટલી આસક્તિ લાગેલી હોય છે કે, મોક્ષની સામે ગમે તેવો બકવાદ કરનારા
૧૦