________________
૫૮ ]
શ્રી આનંદઘન-ચાવીશી
કહે છે કે તેટલા માટે તારે ખાટા-પીળા થઈ જવાની જરૂર નથી. તું પુરુષ નામને યાગ્ય નથી એમ ધારીને માથે હાથ દઇ બેસી જવા જેવું નથી. તારે માટે આધાર છે, ભવિષ્ય છે, આશા છે, અવલ બન છે, ટેકો છે, માટે આગળ ધપાવ. આ સૂચિત અર્થ વિચારવા યોગ્ય છે. એમાં પ્રથમ ગાંથામાં જે નિરાશાવાદ આવ્યા છે, તેમાંથી જરા મા મળે છે, ભવિષ્યના રસ્તા આશાસ્પદ લાગે છે અને પેાતાની આશાના અવલ'મનને ઇષ્ટ માર્ગ મળે છે. અને આનધનને અમુક મત, સંપ્રદાય કે ગચ્છ હતા એવા અર્થ કરવાની જરૂર રહેતી નથી. જે મહાન યેગીએ ગચ્છના ભેદ પર ટીકા કરી હોય, ગચ્છનાયકો તત્ત્વની વાત કરતાં લાજતા નથી, એવું આકરું વચન વાપર્યું હોય અને જે પેાતાના આત્મા સાથે વાત કરી ‘નમે મુજ, નમે મુજ રે' એવી વાત કરી શકતા હાય, તે પોતાના મત ચલાવે કે મત જેવા શબ્દ પેાતાના સંબધમાં વાપરે, એ વાત જરા 'ધબેસતી પણ લાગતી નથી; એટલા માટે આ છેલ્લા ચરણના અર્થ બીજી રીતે ઘટાવવા પ્રયત્ન કર્યો છે—એ યાગમાના ખપી જીવેાની વિચારણા માટે છે.
ગમે તે અથ કરવામાં આવે, પણ મુદ્દાની વાત એ છે કે આ પ્રાણીને પેાતાના ભવિષ્યની ચિંતા થઈ છે, આશા બંધાણી છે અને એ આશાના અવલ બને જ પાતે ટકી રહેલ છે. અને કાળલબ્ધિના પ્રસાદના સ્વીકારમાં જ એની ભાવી ભવ્યતા રહેલ છે. હજુ સુધી માČદન થયું નથી, પણ ભાવના જાગી છે, રસ્તા દેખાય છે, પ્રભાત થયું છે અને કામ પાર પડવાની આશા પૂરેપૂરી બંધાણી છે: આટલે સુધી આ ખીજા સ્તવનની આખરે આવ્યા. (૬)
ઉપસ હાર
અજિતનાથ ભગવાનનું આ સ્તવન બહુ ઊંડા ભાવાર્થથી ભરપૂર છે. એના મુખ્ય આશય પંથને અવલેાકી બેસી રહેવાના નથી, પણ એને અનુસરવાના છે અને ત્યાં રહેલ સાધ્ય પ્રાપ્ત કરવાના છે. એ આશય પાર પાડવામાં એમણે માદનના ચારે ઉપાયે પર ચર્ચા કરી તે ખૂમ વિચારણા માગે છે. દનપ્રાપ્તિ ઘણી સહેલી ચીજ છે એમ ધારવા જેવું નથી; તેની સાથે તે ભારે મુશ્કેલ ચીજ છે એમ પણ ધારવા જેવું નથી. એમણે ચારે ઉપાયોની વિચારણા કરી; તેની આખી ધાટી જ બળવત્તર છે. અને તે ચારે ઉપાયાની અપૂર્ણતા એમને બરાબર દેખાણી છે. એ વ્યક્ત કરવાની તેમની આખી રીત અનેાખી છે, અને એમનું વિચારણાનું ધારણ ખડુ ઉચ્ચ છે. સાધારણુ રીતે પ્રાણી પોતાની પાસે પ્રાપ્ત થયેલાં સાધનાથી અવલેાકન કરે, બહુ બહુ તે વૈજ્ઞાનિક પદ્ધતિનાં નવીન સાધના વધારે ઊ'ડા ઊતરવા સારુ વાપરું, પશુ આ યોગીને સ્થૂળ માર્ગ જોવા નથી, એને તે આત્મિક માર્ગ જોવે છે, એટલે વમાન સાધનો એની નજરે તદ્ન નબળાં કે નકામાં દેખાય, એમાં નવાઈ નથી. એટલે એને સ્થૂળ દૃષ્ટિની અવલેાકનાને પરિણામે જણાયું કે માત્ર સ્થૂળ નજરે માદન અધૂ રુ જ રહેવાનું છે.
સ્થૂળ દૃષ્ટિની વ્યવહારુ અવલેાકનાની અપૂર્ણતા એમના લક્ષ્યમાં આવવા પછી એમની નજર પરંપરાથી ચાલ્યા આવતા માર્ગ પર ગઈ. ત્યાં એમણે નિરંક ખાખતા પરનાં મમત્વે,