________________
૪૦]
શ્રી આનંદઘન–વીશી માત્ર સ્થળ ચક્ષુથી જોતાં તે જોઈ જોઈને કેટલું જોવાને હતે? તારી લાંબામાં લાંબી સ્થળ નજર કેટલા માઈલ પહોંચે? તું શૂળ નજરે આગળપાછળ હિસાબ, કે નયભંગ, અંશસત્ય, પ્રમાણ સત્ય અને કુદરતના નિયમો કેમ જાણ? એટલે આપના પંથને નિડાળવા માટે ચર્મચક્ષુ માત્ર પૂરતાં હોય એમ મને લાગતું નથી.
“ભૂલે – ભૂલ્ય” – આ શબ્દ અટપટો છે એ વિશેષણ હોય તે તેને અર્થ ઉપર કર્યો છે તે થાય એટલે કે આડે રસ્તે ચઢી ગયું હોય એમ લાગે છે. ક્રિયાપદ તરીકે તેને ગણવામાં આવે તે તેને અર્થ ભૂલમાં પડી ગયે, એમ થાય; “લેભાઈ ગ” અને “ખોઈ બેઠો” એ ભાવ પણ નીકળે છે. મતલબ, સંસાર પેટે રવાડે ચઢી હોય, અને હેતુ કે અર્થ વગરની પ્રવૃત્તિનો ભંગ થઈ પડ્યો હોય, એ ભાવ એમાંથી તારવી શકાય. સમજુ માણસ વગર પરિણામનું કે શૂન્ય પરિણામનું કામ ન કરે, એને બદલે સંસાર આખો જાણે આડમાગે ચઢી ગયે હેય, એમ લાગે છે. માર્ગ ભૂલેલા સંસારને સમજવા માટે તે કઈ દિવ્ય ચક્ષુની જરૂર પડે. આ વાત પાંચમી ગાથામાં વધારે સ્પષ્ટ થશે.
પિતાની જાતને ભાન ભૂલેલી કહેવી એ આકરી વાત છે, પણ સંસારને માર્ગ અને પ્રભુને આખો પંથ જોતાં સમજુ ચેતનને એમ જરૂર થાય તેમ છે કે આ બધી દોડાદોડ શેની? વધારે બારીકીથી નિહાળતાં એને એમ લાગે છે કે સંસારને બરાબર સમજવા માટે ચર્મચક્ષુ પૂરતાં નથી; એને માટે આંતર ચક્ષુ જોઈએ. અને તેને અત્ર “દિવ્ય ચક્ષુ કહેવામાં આવ્યાં છે. દિવ્ય ચક્ષુ એટલે આંતર ભાન, અંદરનું ઊંડું જ્ઞાન.
પુરુષપરંપરા અનુભવ જોવતાં રે, અંધે અંધ પીલાય; વસ્તુ વિચારે રે જે આગામે કરી, ચરણ ધરણ નહીં થાય. પંથડો૦ ૩ પાઠાંતર–વતાં રે – જયા રે. પીલાય – પલાય, પુલાય, પિલાય. ચરણ – તે ચરણ (૩)
શબ્દાર્થ–પુરુષ પર પર = સંપ્રદાયથી ચાલ્યું આવતું, ઊતરી આવતું, વગર લખાયેલું, કર્ણાનુકણ ચાલ્યું આવતું જ્ઞાન. અનુભવે = માગદશન, રૌલી, પદ્ધતિ. જેવાતાં = જોતાં, દેખતાં. અંધ અંધ પીલાય = અંધની પાછળ અંધની જેમ કુટાઈ પડે; “પીલવું નું પ્રેરક અને કર્મણિરૂપ પીલાય થાય છે. પીલવાનો અર્થ હેરાન કરવું, કનડવું થાય છે. હિંદીમાં તેનો અર્થ મુકવું, ઢળી પડવું અથવા પ્રવૃત્ત થવું એમ થાય છે. વસ્તુ = દ્રવ્ય, કેઈ પણ ચીજ કે પ્રવૃત્તિનું મૂળ. વિચારે = (પ્રાણી) નિગાહમાં લે, એના મૂળ પર લક્ષ્ય આપે. આગને કરી = આગમ દષ્ટિએ, સિદ્ધાન્તને મુદ્દે ચરણ = પગ, ચર્યા. ધરણ = મૂકવાનું, ધારણ કરવાનું. ડાય = ઠામ, પત્તો, ઠેકાણું. (૩)
૧. “ચમ' ને બદલે “ચરમ” પાઠ ઘણી પ્રતમાં છે. “ચરમ ને અર્થ છેલ્લું', “અંતિમ ” એવો થાય. ચરમ ન્યણ એટલે છેવટની ચણ, આખરી આંખ, એવો અર્થ કરીએ તો વિશિષ્ટ – સંપૂર્ણ – જ્ઞાનીની આંખ, એવો ભાવ નીકળે. એટલે આવી ચરમ નજરે જોતાં સંસાર ભૂલે સંસાર પડી ગયેલું લાગે, એ અર્થ બરાબર છે; પણ એ અર્થ કરવા જતાં ચરમ અને દિવ્ય નયણ લગભગ એક જ હોઈ આ જ ગાથાના છેલ્લા પાદ સાથે એનો મેળ બેસે તેમ નથી, તેથી “ચરમ પાઠને મેં ચાલુ ભાષાનો “ચમ અપભ્રંશ આકાર જ સ્વીકાર્યો છે. આ બાબત મને જે સૂચિત અર્થ લાગ્યો તે અત્રે નોંધ્યો છે; પણ એ સૂચિત અર્થ આખા સ્તવનના સ્થૂળ રૂપને | વિચારતાં બંધબેસતો લાગતો નથી.