________________
૨: શ્રી અજિતનાથ સ્તવન
[૩પ સ્તવનના ત્રણ વિભાગ ઉપર પાડયા તેને પ્રથમ વિભાગ આ પહેલી ગાથામાં આવે છે. આત્મવિકાસમાં પિતાનું શું સ્થાન છે, તેની પ્રસ્તાવના કરી પછી ચેતનરાજ માર્ગ અવલેકના કરવા અને તેને નિહાળવા પ્રયત્ન કરશે.
પ્રથમ એ વીતરાગભાવને અજિતનાથ ભગવાનના નામાભિધાન સાથે ઉદ્દેશ છે. મારા જેવા સંસારમાં રખડતા પ્રાણીથી નહિ જિતાયેલા ગુણોના ધામરૂપ અજિતનાથ ! હે વીતરાગદેવ ! મારી વાત સાંભળે ! આપ તે અનંત ગુણના તીર્થસ્થાન બનીને ખરેખરા અજિત બની ગયા છે. આપે ગુણસૃષ્ટિ પર વિજય મેળવ્યું છે. આપના અનંત ગુણનું ગાન કરવા તે આપ પિતે કે કઈ પણ વ્યક્તિ શક્તિમાન નથી. અનંત ગુણે તે શબ્દને વિષય પણ થયા નથી. આવા અનંત ગુણોની શી વાત કરું ? પણ આપ અઢાર દૂષણોથી રહિત હોઈ જે ગુણો નીપજાવ્યા છે, તેની નામનિદશના તે જરૂર કરું. આપ અઢાર દૂષણ રહિત હોઈ આપનામાં અનંત ગુણો પ્રકટ થયા છે. એ અઢાર દૂષણ નીચે પ્રમાણે છે :
૧. દાનાંતરાય. ૨. લાભાંતરાય. ૩. ભેગાંતરાય. ૪. ઉપભોગતરાય. પ. વીર્યાતરાય. ૬. હાસ્ય. ૭. રતિ. ૮. અરતિ.
૯. શેક. ૧૦. ભય.
૧૧. દુર્ગછા. ૧૩. અજ્ઞાન. ૧૪. મિથ્યાત્વ.
૧૫. નિદ્રા. ૧૬. અવ્રત. ૧૭. રાગ.
૧૮ દ્રષ. આ અઢાર મહાદૂષણ છે. એ અઢાર દૂષણ પર ખૂબ વિસ્તારથી વિચારણા ઓગણીશમાં શ્રીમવિલનાથ ભગવાનના સ્તવનમાં કરવાની છે. અત્રે વક્તવ્ય એક જ છે કે પ્રત્યેક દૂષણની ઉપર વિજય મેળવવાને પરિણામે શ્રી વીતરાગદેવે અનેકાનેક ગુણો મેળવ્યા છે, એ ગુણોના એ
ધામ' બની ગયા છે. આપણે બનારસ કે શત્રુંજય જઈએ ત્યારે તેને ધામ” કહીએ છીએ. તીર્થસ્થાનને પવિત્ર ભૂમિ તરીકે ધામ” કહેવામાં આવે છે. સ્થાનમાં અને ધામમાં ઘણો મોટો તફાવત છે. ધામ એ તે પિતે જ પવિત્ર છે, એના ક્ષેત્રને મહિમા મેટો છે અને દ્રવ્ય ક્ષેત્રકાળભાવમાં એ ક્ષેત્રને અંગે ભવ્ય કક્ષા ભેગવે છે.
એક એક દૂષણ ઉપરના વિજયથી અનેક ગુણ આવે છે. દાનતરાયના વિજયથી, દાખલા તરીકે, અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, કીર્તિદાન, ઉચિતદાનના ગુણ આવે છે, વિવેકબુદ્ધિ આવે છે, અંતરથી સહાનુભૂતિ ખીલે છે અને ત્યાગધર્મની શરૂઆત દાનાંતરાય પર વિજય મેળવવાથી થાય છે. આ સિવાય સ્વપરની વિવેચના અને આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય આ દાનગુણથી આવે છે અથવા દાનાંતરાયના દૂષણ પર વિજય મેળવવાથી પ્રાપ્ત થાય છે. તે જ પ્રમાણે રાગ કે દ્વેષ પર વિજય મેળવવાથી આખા સંસાર પર કાબૂ આવી જાય છે, વસ્તુને વસ્તુ સ્વરૂપે
૧. અઢાર દૂષણના વર્ણન માટે તે સ્તવન અને તે પરનું વિવેચન જુઓ.
૧૨. કામ.