Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અલ્પ બહુત્વનું નિરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હૈ ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના અચરમ, ચમે ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશેમાંથી દ્રવ્ય પ્રદેશ તેમજ દ્રવ્ય પ્રદેશોથી કેણુકાની અપેક્ષાએ અલ્પ છે, ઘણા છે તુલ્ય છે, અથવા વિશેષાધિક છે ?
શ્રી ભગવાન્ :-હું ગૌતમ ! બધાથી ઓછા આ રત્નપ્રભા પૃથિવીના દ્રવ્યની અપેક્ષાએ એક ચરમ છે. તથાવિધ એકત્વ પરિણામમાં પરિણત હવાને કારણે અચરમ એક છે, તેથી જ તે બધાથી ઓછા છે. તેની અપેક્ષાએ ચરમાણુ અર્થાત્ ચરમખંડ અસ ખ્યાત ગણા અધિક છે, કેમકે તે અસખ્યાત છે. હવે પ્રશ્ન એ છે કે ભચરમ અને ચરમાણુ, એ મને મળીને શુ ચરમેાના ખરાખર છે અથવા વિશેષાધિક છે? આ પ્રશ્નના ઉત્તર એ છે કે-અચરમ અને ચરમાણુ, એ બન્ને પણ વિશેષાધિક છે, તાત્પર્ય એ છે કે અચરમ એક દ્રવ્યને ચરમ દ્રન્યામાં સામિલ કરી દેવામાં આવે તે ચરમેાની સંખ્યા એક અધિક થઈ જાય છે, તેથી જ તેમના સમુદાય વિશેષાધિક થાય છે. પ્રદેશેાની દૃષ્ટિએ વિચાર કરાય તે આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશ બધાથી એછા છે, કેમકે ચરમ ખડ, મધ્યમ ખડોની અપેક્ષાએ અત્યન્ત સૂક્ષ્મ હાય છે. જોકે તે ચરમખડ અસંખ્યાત ગણા છે છતાં પણ મધ્યમ ખડના પ્રદેશેાની અપેક્ષાએ તેએ સ્તક છે. તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણા ડાય છે, કેમકે એક ચરમ ખડ, ચરમખાના સમૂહની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગણુા હોય છે. ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને મળીને પણુ અચરમાન્ત પ્રદેશે શ્રી વિશેષાધિક હાય છે. કેમકે ચરમાન્ત પ્રદેશ, અચરમાન્ત પ્રદેશાની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગ પ્રમાણે હાય છે. અચરમાન્ત પ્રદેશેમાં ચરમાન્ત પ્રદેશ મેળવી દેવાથી પણ તેઓ અચરમાન્ત પ્રદેશેાથી વિશેષાધિક છે. દ્રશ્ય અને પ્રદેશ બન્ને અપેક્ષાએ, આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વોક્ત યુક્તિના અનુસાર અચરમ એક છે, તેની અપેક્ષાએ ચરમાણિ અર્થાત્ ચરમ ખંડ અસંખ્યાતગણુા અધિક છે. તેમની અપેક્ષાએ અચરમ અને ચરમાણિ અન્ને જ વિશેષાધિક છે. તેમની અપેક્ષાએ પણ ચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણા છે, જો કે અચરમખડ અસખ્યાત પ્રદેશામાં અવગાઢ હેાય છે, પણ દ્રવ્યની અપેક્ષાએ તે એક છે, ચરમખડામાં પ્રત્યેક અસંખ્યાત પ્રદેશી હાય છે, તેથી ચરમ અને અચરમ દ્રવ્યના સમુદાયની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશાને અસ`ખ્યાતગણા સમજવા જોઇએ તેમની અપેક્ષાએ ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ બન્ને મળીને વિશેષાધિક છે. રત્નપ્રભા પૃથ્વીના સબન્ધમાં ચરમ-અચમના આશ્રય કરીને જે અલ્પ, મહુવ પ્રતિપાદિત કરાયેલું છે, તેવુ જ શરાપ્રભા, વાલુકાપ્રભા. પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃપ્રભા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૫