Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંધન્યમાં પણ કહી દેવું જોઈએ. મનુષ્યની અપેક્ષાએ વૈમાનિકેના વિષયમાં વિશેષ વક્તવ્ય એ છે કે વૈમાનિક દેવ બે પ્રકારના હોય છે. જેમ કે માયિ મિથ્યાષ્ટિ–ઉપપનક અને અમાયિમિથ્યાદૃષ્ટિ ઉ૫૫નક અહીં માયાનામક જે ત્રીજો કષાય છે, તેના ગ્રહણથી અન્ય બધા કષાનું ગ્રહણ કરી લેવું જોઈએ. જેમાં માયાકષાય વિદ્યમાન હોય તેમને માયી કહે છે અને એવી મિથ્યાષ્ટિઓને માયિ મિથ્યાદષ્ટિ-સમજવી જોઈએ. જે માયા મિથ્યાષ્ટિ રૂપથી ઉત્પનન થયેલ હોય, તેઓ માચિશ્ચિાદષ્ટિ–ઉપપનક કહેવાય છે.
અને તેમનાથી જે વિપરીત હોય તેઓ અમાયિ મિથ્યાષ્ટિ ઉપપન્નક કહેવાય છે. માયિ. મિથ્યાષ્ટિ–ઉપપન્નક નવ ગેયક સુધીના દેવેમાં મળી આવે છે અને અમાયિક મિથ્યાદષ્ટિ-ઉપપન્નક શબ્દથી અનુત્તર વિમાને સુધીના દેશમાં મળી આવી શકે છે. આવી આ વાત ધ્યાનમાં રાખવાની છે કે નવગ્રેવૈયક અને તેના પહેલા સૌધર્મ કલ્પ આદિના દેવ પણ કઈ કઈ સમ્યગ્દષ્ટિ હોય છે, કિન્તુ તેમનું અવધિજ્ઞાન એટલું સબલ નથી હતું કે તેઓ નિર્જરા પુલને જાણી દેખી શકે, તેથી જ તે માયી–મિથ્યાદષ્ટિ સરખા છે. એ કારણે તેઓને માયા મિથ્યાટિના અન્તર્ગત કહ્યા છે.
ટીકાકાર શ્રી મલયગિરીએ તે એ જ અર્થ કહ્યો છે. કે જે આહીં લખે છે. પણ મહારાજશ્રીની ધારણા એવી છે કે, સૌધર્મ આદિ દેવ લેકેના દેવ પણ એ નિર્જરા પુદગલેને જાણી દેખી શકે છે, અને એ વાત મૂળ પાઠથી પણ સિદ્ધ થાય છે.
આ માયા–મિથ્યાષ્ટિ અને અમાથી સમ્યગ્દષ્ટિ દેવામાં જે માયી મિથ્યાદષ્ટિ છે, તેઓ આ નિર્જરા પુદ્ગલેને નથી જાણતા, નથી દેખતા કિન્તુ આહાર કરે છે, પણ તેમાં જે અમાયી સમ્યગ્દષ્ટિ દેવ છે, તેમાં બે પ્રકારના હોય છે–અનન્તપન્ન અને પરંપરોપપન ! જેને ઉત્પન્ન થયાને પ્રથમ સમય હોય, તેઓ અનન્તરો૫૫નક કહેવાય છે. અને જેમને ઉત્પન્ન થયે એકથી વધારે સમય અધિક થઈ ગએલ હોય તેઓ પરંપરોપપન્ન કહેવાય છે. આ બન્ને પ્રકારના દેવેમાં જે અનન્તરો૫૫ન્ન છે, તેઓ તે નિર્જરા દુગને નથી જાણતા, તેમજ દેખતાં પણ નથી, કિન્તુ આહાર કરે છે !
તેના ઉપરાન્ત તે અપર્યાપ્ત પણ હોય છે, જે અમાયી–સમ્યગ્દષ્ટિ દેવ પરંપરોપપન્ન છે, તેમાં પણ બે પ્રકારના હોય છે, જેમ કે-પર્યાપ્ત અને અપર્યાપ્ત તેમનામાં જે અપર્યાપ્ત પરંપરોપપન્ન છે, તેઓ નથી જાણતા, નથી દેખતા, કેવળ તે નિર્જર પુદ્ગલેને આહાર કરે છે, કેમકે અપર્યાપ્ત હેવાના કારણે તેમને ઉપગ ઠીક રીતે થઈ નથી શકતે. જે દેવ પર્યાપ્ત પરંપરો પપન્નક છે તેઓ પણ બે પ્રકારના છે-ઉપયુક્ત અને અનુપયુકત તે બન્નેમાં જે અનુયુક્ત છે, તેઓ નિર્જરા પુદ્ગલેને જાણતા દેખાતા નથી, કેવળ આહાર કરે છે, કેમકે ઉપગના વિના સામાન્ય અથવા વિશેષ રૂપથી તેમનું જ્ઞાન થઈ શકતું નથી. પણ જે દેવે ઉપયુક્ત અર્થાત્ ઉપયોગયુક્ત છે, તેઓ જાણે છે, દેખે છે અને તેમને આહાર પણ કરે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૩૫