Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પ્રકારે-તીર્થસિદ્ધ અને અનન્તર સિદ્ધ ને ભપાત ગતિ અનેક સિદ્ધ અનન્તર સિદ્ધ નો ભપાત ગતિ (અહીં પંદર પ્રકારના સિદ્ધોના અનુસાર પંદર પ્રકારની ગતિ સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી-પરમ્પરા સિદ્ધ ને ભપાત ગતિ કેટલા પ્રકારની છે?
શ્રી ભગવા–પરંપરા સિદ્ધ ને ભપાત ગતિ અનેક પ્રકારની કહી છે, તે આ પ્રકારે અપ્રથમ સમય સિદ્ધ ને ભપાત ગતિ, કિસમય સિદ્ધ ને ભોપાત ગતિ, થાવત્ અનન્ત સમય સિદ્ધ ને ભપાત ગતિ અર્થાત્ ત્રિસમય સિદ્ધ, ચતુઃ સમયસિદ્ધ, પંચ સમય સિદ્ધ, ષટુ સમય સિદ્ધ, સપ્ત સમય સિદ્ધ, અષ્ટ સમય સિદ્ધ, નવ સમય સિદ્ધ, દશ સમય સિદ્ધ, સંખ્યાત સમય સિદ્ધ, અસંખ્યાત સમય સિદ્ધ, અનન્ત સમય સિદ્ધ ને ભપાત ગતિ. આ સિદ્ધ ને ભપાત ગતિનું સ્વરૂપ કહ્યું અને ઉપ પાત ગતિની પ્રરૂપણ થઈ ચૂકી છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે- હે ભગવાન! વિહા ગતિ કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–વિહા ગતિ અર્થાત્ આકાશથી થનારી ગતિ સત્તર પ્રકારની કહી છે. તે આ પ્રકારે છે–
(૧) ઋગતિ–પરમાણુ આદિ અન્ય વસ્તુઓની સાથે સ્પૃષ્ય ગતિ થઈ–થઈને અથતુ પરસ્પરના અનુભવનું જે ગમન કરાય છે, તે સ્પૃશદુ ગતિ કહેવાય છે.
(૨) અસ્પૃશદ્ ગતિ-જે પરમાણુ આદિ અન્ય પરમાણુ આદિને સ્પર્શ કર્યા વગર જ ગતિ કરે છે, જેમ પરમાણુ એક જ સમયમાં લોકના એક ચરમ માત્રથી બીજા ચરમ માત્ર સુધી પહોચી જાય છે, તેની ગતિ અસ્પૃશ૬ ગતિ કહેવાય છે.
(૩) ઉપસંપદ્યમાન ગતિ કઈ બીજાને આશ્રય લઈને ગમન કરવું, જેમ ધન સાથે વાહના આશ્રયથી ધર્મસષ આચાર્યનું ગમન કરવું, એ ઉપસંપદ્યમાન ગતિ છે.
(૪) અનુપસંઘમાન ગતિ-કેઈના આશ્રય વિના માર્ગમાં ગમન કરવું. (૫) પુદ્ગલગતિ-પુલિની ગતિ, જે સિદ્ધ છે (૬) મંદ્રકગતિ–દેડકાની માફક ઉછળી-ઉછળીને ચાલવું. (૭) નૌકાગતિ-નદી આદિમાં નાવ વિગેરેથી ગતિ થવી.
(૮) નયગતિ-નૈમન આદિ નને પિતાના અભિમતથી પુષ્ટિ કરવી, પરસ્પર સાપેક્ષ થઈને પ્રમાણથી અબાધિત વસ્તુની વ્યવસ્થા કરવી નયનગતિ છે.
(૯) છાયાગતિ છાયાનું અનુસરણ કરીને અથવા આશ્રય લઈને ગમન કરવું.
(૧૦) છાયાનુપાત ગતિ-છાયા પિતાના કારણભૂત પુરૂષ આદિનું અનુસરણ કરીને જે ગતિ કરે છે, તે છાયાનુપાત ગતિપુરૂષ છાયાનું અનુસરણ ન કરે પણ છાયા જ પુરૂષનું અનુસરણ કરે ત્યારે છાયાનુપાત ગતિ કહેવાય છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૩૩૩