Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 346
________________ (૧૧) લેશ્યાગતિ-તિર્યો અને મનુષ્યની કૃષણ આદિ વેશ્યા દ્રવ્ય નીલ આદિ લેશ્યાના દ્રવ્યને પ્રાપ્ત કરીને તદ્રુપમાં પરિણત થાય છે, તે લેશ્યાગતિ કહેવાય છે, (૧૨) વેશ્યાનુપાતગતિ–લશ્યાના અનુપાતથી અર્થાત અનુસાર જે ગમન થાય છે, તે લશ્યાનુપાતગતિ છે. જીવ લેશ્યાના દ્રવ્યનું અનુસરણ કરે છે. લશ્યા દ્રવ્ય જીવનું અનુસરણ નથી કરતા. આગળ કહેવાશે–જીવ જે લેશ્યા દ્રવ્યને ગ્રહણ કરીને કાળ કરે છે, તેજ લેણ્યા વાળા દ્રવ્યમાં ઉત્પન્ન થાય છે, અન્ય વેશ્યાવાળામાં નહીં. (૧૩) ઉદિશ્ય પ્રવિભક્તગતિ-પ્રતિ નિયત આચાર્ય, ઉપાધ્યાય આદિને ઉદ્દેશ્ય કરીને તેમની પાસેથી ધ પદેશ સાંભળવા માટે અથવા તેમને પ્રશ્ન પૂછવાને માટે જે ગમન કરાય છે, તે ઉદિશ્ય પ્રવિભકતગતિ છે (૧૪) ચતુપુરૂષ પ્રવિભક્તગતિ-ચાર પ્રકારના પુરૂષની ચાર પ્રકારની પ્રવિભકત અર્થાત્ પ્રતિ નિયતગતિ ચતુઃપુરૂષ પ્રવિભક્તગતિ કહેવાય છે. જેમકે ચાર પુરૂષ એક સાથે રવાના થયા અને એક સાથે પહોંચ્યા, ઈત્યાદિ રૂપથી સૂત્રકારે સ્વયં મૂલમાં બતાવી દિધેલ છે. (૧૫) વક્રગતિ-કુટિલ—વાંકી ચૂકીગતિ. તે ચાર પ્રકારની હોય છે-ઘટ્ટનતા, સ્તંભતન, ગ્લેષણતા અને પતનતા, ખંજી (લંગડી) ગતિને ઘટ્ટન કહે છે. ગ્રીવામાં ધમની આદિનું સ્તંભન થવું સ્તંભ છે અથવા આત્માના અંગ પ્રદેશનું સ્તબ્ધ થઈ જવુ સ્તંભ છે ઢીંચણ વિગેરેની સાથે જ વિગેરેને સંગ બ્લેષણ કહેવાય છે. પતનતે પ્રસિદ્ધ છે. (૧૬) પંકગતિ–પંક અર્થાત્ કાદવ અને ઉપલક્ષણથી પાણીમાં પિતાના અતિથિ શાલ શરીરને કોઈની સાથે જોડીને તેની સહાયતાથી ચાલવું. (૧૭) બંધન વિમેચનગતિ–ખૂબ પાકી ગએલ કેરી વિગેરે ફળોનું પિતાની ડાળખીથી અલગ થવું સ્વાભાવિક રીતે નીચે પડવું, બંધન વિમેચન ગતિ છે હવે ઉપર્યુક્ત સત્તર પ્રકારની વિહાગતિના ઉદાહરણ સહિત વિશદ રૂપે પ્રરૂપણા કરાય છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! સ્કૂશળતિ શેને કહે છે? શ્રી ભગવાન-હે ગતમપરમાણુ પુદ્ગલની, અગર દ્વિદેશી, ત્રિપ્રદેશ, ચતઃ પ્રદેશી, પંચ પ્રદેશી, છ પ્રદેશી, સાત પ્રદેશી, આઠ પ્રદેશી, નવ પ્રદેશો, સંખ્યાત પ્રદેશી. અસંખ્યાત પ્રદેશી, અથવા અનન્ત પ્રદેશી સ્કન્વેની એક બીજાને સ્પર્શ કરતા જે ગતિ થાય છે, તે સ્પૃશદ્ ગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામી-હિ ભગવદ્ ! અસ્પૃશદ્ગતિ શેને કહે છે? શ્રી ભગવાન- ગૌતમ તેજ પૂર્વોક્ત પરમાણુ પુદ્ગલથી લઈને અનન્ત પ્રદેશી સ્કન્ધની પરસ્પર સ્પર્શ કર્યા સિવાય જ ગતિ થવી તે અસ્પૃશદુગતિ કહેવાય છે. શ્રી ગૌતમસ્વામીહ ભગવન્! ઉપસં૫ઘમાન ગતિ શેને છે? શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩ ૩૩૪

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349