Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરાય છે અર્થાત્ જ્ઞાનપગ સામાન્ય ધર્મથી આગળ વધીને વિશેષ ધર્મને ગ્રહણ કરવાને માટે અભિમુખ થાય છે. ઈહિના પછી અવાયને ઉદય થાય છે, જે વસ્તુના વિશેષ ધર્મને નિશ્ચય કરે છે. આ ઘટ જ છે, આ ૫૮ જ છે, ઈત્યાદિ નિશ્ચયાત્મન જ્ઞાન અવાય અથવા અપાય કહેવાય છે. આ અવાય જ્ઞાન મનથી પણ થાય છે અને ઇન્દ્રિયોથી પણ થાય છે. પણ અહીં ઈ દ્રિ દ્વારા થનારા અવાયના સમ્બન્ધમાં જ પ્રશ્ન કરાયેલ છે, તેથી જ તેના સમ્બન્ધમાં ઉત્તર આપેલ છે. ઈન્દ્રિયોથી થનારા અવાય પાંચ પ્રકારના છે. જે આ પ્રકારે છે-(૧) શ્રેગેન્દ્રિયાવાય (૨) ચક્ષુરિન્દ્રિયાવાય (૩) ધ્રાણેન્દ્રિયાવાય () જિન્દ્રિયાવાય (૫) સ્પર્શનેન્દ્રિયો વાય.
આ પ્રકારે નારકથી લઈને વૈમાનિક સુધીને અવાય સમજી લેવા જોઈએ. અર્થાત્ નારકા, અસુરકુમારાદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિ , મનુષ્ય, વનવ્યન્ત, તિષ્ક અને વૈમાનિકોને યથા એગ્ય જાણવા જોઈએ. વિશેષ વાત ધ્યાનમાં રાખવા આ છે કે જે જીવને જેટલી ઈન્દ્રિયે હોય છે, તેના તેટલા જ અવાય હાય છે.
નવમું દ્વાર–શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ઈહા કેટલા પ્રકારની છે?
શ્રી ભગવાન- હે ગૌતમ ! ઈહા પાંચ પ્રકારની છે. સદૂભૂત પદાર્થનું પર્યાલોચન જ્ઞાન રૂપ ઈહા છે. ઈહા જ્ઞાન અવગ્રહના પછી અને અવાયના પહેલાં થાય છે. આ જ્ઞાન પઠાથના સદ્ભૂત વિશેષ ધર્મને જાણવાને માટે અભિમુખ થાય છે, જેમકે–અહીં મધુરતા આદિ શબ્દને અર્થ ઉપલબ્ધ બની રહે છે, કર્કશતા, નિષ્ફરતા આદિ નહિ અતઃ આ શબ્દ વેણુ કે વણને હવે જોઈએ. કહ્યું પણ છે કે- “ઈહા જ્ઞાન સદ્ભૂત વિશેષને ગ્રહણ કરવા અને અસભૂત વિશેષને ત્યાગવાને માટે અભિમુખ થાય છે?
ઈહ જ્ઞાનના પાંચ ભેદ આ પ્રકારે છે–ત્રેન્દ્રિય ઈહા, ચક્ષુરિન્દ્રિય-હિ, ઘાણેન્દ્રિય હા, જિહુવેન્દ્રિય ઈહ અને સ્પર્શનેન્દ્રિય-ઈહિ. એજ પ્રકારે નારકે, અસુરકુમાર આદિ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકસેન્દ્રિયે, પંચેન્દ્રિયે તિર્યંચે, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકેની ઈન્દ્રિય ઈહા પણ યથા યેગ્ય સમજી લેવી જોઈએ. વિશેષ એ છે કે જે જીવની જેટલી ઈન્દ્રિયો હોય છે. તેમની ઈન્દ્રિય ઈહા પણ એટલા જ પ્રકારની હોય છે જેમકે પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિયની ઈહિ એક જ પ્રકારની, કીન્દ્રિયેની બે પ્રકારની, ત્રીઈન્દ્રિયની ત્રણ પ્રકારની, ઈત્યાદિ.
દશમું દ્વાર શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! અવગ્રહ કેટલા પ્રકારના કહ્યા છે?
શ્રી ભગવાન-હે ગૌતમ અવગ્રહ બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રકારે–અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ. અર્થને અવગ્રહ અર્થાવગ્રહ કહેવાય છે, તાત્પર્ય એ છે કે શબ્દ દ્વારા નહીં કહેવાતા ગ્ય અર્થના સામાન્ય ધર્મને ગ્રહણ કરો તે અર્થાવગ્રહ છે. કહ્યું પણ છે–રૂપાદિ વિશેષથી રહિત, અનિદેશ્ય સામાન્ય માત્રનું ગ્રહણ અવગ્રહ કહેવાય છે. જેમ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૫૪