Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દીપકના દ્વારા ઘર વ્યક્ત કરાય છે, એ જ પ્રકારે જેના દ્વારા અર્થવ્યક્ત કરાય તે વ્યંજન અર્થાત્ ઉપકરણ દ્રવ્યેન્દ્રિય અને શબ્દાદિ રૂપમાં પરિણુત દ્રવ્યોને પરસ્પર સમ્બન્ધ. કેમકે સબન્ધ હોવાથી જ શ્રેગેન્દ્રિય આદિ શબ્દ આદિ વિષયને વ્યક્ત કરવામાં સમર્થ થાય છે. અન્યથા નહીં અતઃ ઇન્દ્રિય અને તેના વિષયને સમ્બન્ધ વ્યંજના કહેવાય છે. કહ્યું પણ છે--જેના દ્વારા અર્થ વ્યક્ત કરાય છે, તે વ્યંજન કહેવાય છે, જેમકે દીપકને દ્વારા ઘટ વ્યક્ત કરાય છે ઉપકરણેન્દ્રિય અને શબ્દ આદિના રૂપમાં પરિણત દ્રને સમ્બન્ધ વ્યંજના છે “તાત્પર્ય એ છે કે ઈન્દ્રિયની સાથે સમ્બન્ધ ધરાવનાર શબ્દ આદિ રૂપ અવ્યક્ત જ્ઞાધ વ્યંજનાવગ્રહ કહેવાય છે. અથવા જે વ્યક્ત કરાય તે શબ્દાદિ વ્યંજન કહેવાય છે. ઉપકરણેન્દ્રિયને પ્રાપ શબ્દ આદિ દ્રવ્યોનુ અવ્યક્ત જ્ઞાન વ્યંજનાવગ્રહ કહેવાય છે.
શંકા-વ્યંજનાવગ્રહ પહેલા ઉત્પન્ન થાય છે અને અર્થાવગ્રહ બાદ એવી સ્થિતિમાં, બાદમા થનાર અર્થાવગ્રહનું કથન પહેલા કેમ કરેલું છે?
તેનું સમાધાન એ છે કે અર્થાવગ્રહ સ્પષ્ટ સ્વરૂપવાળા હોય છે અને સ્પષ્ટ સ્વરૂપ વાળા હોવાથી બધા પ્રાણી તેને સમજી શકે છે. એજ હેતુથી તેનું કથન પહેલું કરેલું છે. તેના સિવાય અર્થાવગ્રહ બધી ઈન્દ્રિયેથી અને મનથી થાય છે, એ કારણે તેને ઉલલેખ પહેલે કરેલ છે. વ્ય જનાવગ્રહ એ નથી તે ચક્ષુ અને મનથી નથી થતા તથા અસ્પષ્ટ શરીરવાળા હોવાને કારણે બધાના સંવેદનમાં નથી આવતા એ કારણે તેનું કથન પછીથી કરેલું છે.
વ્યંજનાવગ્રહના પછી જ અર્થાવગ્રહ થાય છે, એ કમને આશ્રય લઈને પ્રથમ વ્યંજનાવગ્રહના સ્વરૂપનું નિરૂપણ કરાય છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન વ્યંજનાવગ્રહ કેટલા પ્રકારને કહેલ છે?
શ્રી ભગવાન -હે ગૌતમ! વ્યંજનાવગ્રહ ચાર પ્રકારને કહેલ છે, તે આ પ્રકારેશ્રેગેન્દ્રિય વ્યંજનાવગ્રહ, ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, જિહ્વેન્દ્રિય વ્યંજનાવગ્રહ અને સ્પર નેન્દ્રિય વ્યંજનાવગ્રહ,
અહીં એ સમજી લેવું જોઈએ—પહેલાં કહેવુ છે કે ઉપકરણેન્દ્રિય અને શબ્દ આદિના સ્વરૂપમાં પરિણત કને પરસ્પર જે સમ્બન્ધ થાય છે. તે વ્યંજનાવગ્રહ છે, અને ચાર જઈ દ્રિ એવી છે જેનો પોતાના વિષયની સાથે સમ્બન્ધ હોય છે, ચક્ષુ અને મનને સમ્બધ નથી થતો, કેમકે એ બન્ને અપ્રાપ્યારી છે અર્થાત પિતાના વિષયની સાથે સમ્બન્ધ થયા સિવાય જ તે પિતના વિષયને ગ્રહણ કરે છે, આવી સ્થિતિમાં તેમને સંબંધ સંભવ નથી.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! અર્થાવગ્રહ કેટલા પ્રકારને કહ્યો છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! અર્થાવગ્રહ છ પ્રકારને કહેલ છે–તે આ પ્રકારે શ્રોત્રેન્દ્રિયા ર્થાવગ્રહ, ચક્ષુરિન્દ્રિયાથવગ્રહ, ધ્રાણેન્દ્રિયાથવગ્રહ જિતેન્દ્રિયાથવગ્રહ, સ્પર્શનેન્દ્રિયા વગ્રહ અને ને ઈદ્રિયાથવગ્રહ.
ને ઈન્દ્રિયનો અર્થ છે મન. મન બે પ્રકારનું છે-દ્રવ્ય-મન અને ભાવમાન. મન;
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૫૫