Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
#gોને) આહારક મિશ્ર શરીરકાય પ્રવેગ (મા શરીરવાર પુત્રો) કામણ શરીરકાય પ્રયોગ
ટકાથ–ઇન્દ્રિયવાળા જીવમાં જ લેશ્યાને સદ્ભાવ હોય છે, એ કારણે એના આગળના પદમાં ઇન્દ્રિય પરિણામનું પ્રતિપાદન કર્યું, હવે પરિણામની સદશતાને કારણે પ્રયોગ પરિણામની પ્રરૂપણ કરાય છે
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હે ભગવન્! પ્રગ કેટલા પ્રકારના કહેલા છે?
પ્ર” ઉપસર્ગ સહિત “યુજ' ધાતુથી ઘન પ્રત્યય થવાથી “પ્રગ” શબ્દ નિષ્પન્ન થશે. પ્રયોગને અર્થ છે–પરિસ્પન્દન રૂપ આત્માને વ્યાપાર અર્થાત્ ગઅથવા જેને કારણે આત્મા ક્રિયાઓમાં સમ્બદ્ધ થાય, અગર સાંપરાયિક અને ઈર્યાપથ આસવથી સંયુક્ત થાય, તે પ્રવેગ કહેવાય. અહીં કરણ અર્થમાં “ઘર” પ્રત્યય થયેલ છે
શ્રી ભગવાન-હે ગૌતમ! પ્રયોગ પંદર પ્રકારનો કહ્યો છે, જે આ પ્રકારે છે–(૧). સત્ય મનઃ પ્રયોગ (૨) અસત્ય મનઃ પ્રાગ (૩) સત્ય મૃષા મનઃ પ્રાગ (૪) અસત્યમૃષા મનઃ પ્રાગ તેમનામાંથી સત્ પદાર્થોમાં યથાવસ્થિત વસ્તુ સ્વરૂપનું ચિંતન કરીને જે સાધુ હેય. તે સત્ય, જેમ-સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ જીવ પ્રાપ્ત શરીરના પરિણામવાળે છે, ઈત્યાદિ રૂપથી યથાવરિત વસ્તુ સ્વરૂપનું ચિન્તન કરનાર મન સત્ય કહેવાય છે. સત્ય મનના વ્યાપારને સત્ય મનઃ પ્રયોગ કહેવાય છે.
જે સત્યથી વિપરીત હોય તે અસત્ય, જેમકે-જીવનું અસ્તિત્વ નથી, અથવા તે એકાન્ત રૂપે સત્ છે, આવા પ્રકારની મિથ્યા કલ્પનાઓ કરવામાં તત્પર મન અસત્ય કહે વાય છે. અસત્ય મનને પ્રયોગ અર્થાત્ વ્યાપાર અસત્ય મનઃ પ્રયોગ છે.
જે સત્ય અને અસત્ય-ઉભય રૂપ હોય તે સત્યાસત્ય, જેમકે કોઈ વનમાં વડ, પીપળે પ્લેક્ષ, પલાશ આદિ અનેક જાતિના વૃક્ષ વિદ્યમાન છે, પરંતુ અશોક વૃક્ષની વિપુલતાને કારણે તેને અશોક વન કહેવું. અશોક વૃક્ષની વિદ્યમાનતા હોવાથી એમ વિચારવું તે સત્ય છે કિન્તુ તેમનાથી અતિરિક્ત વડ, પીપળ આદિને સદ્ભાવ હોવાથી અસત્ય પણ છે, પરંતુ વ્યવહાર નયને આશ્રય લઈને એવું વિચાર્યું છે. વાસ્તમાં એવું વિચારવું અસત્ય છે, કેમકે વસ્તુ તેવી છે નહીં, કે જેવી વિચારેલી છે. તેથી તેને સત્ય મૃષા મનઃપ્રયોગ કહે છે,
જે સત્ય પણ ન હોય અને અસત્ય પણ ન હોય એ મને વ્યાપાર અસત્યામૃષા મનઃ પ્રાગ કહેવાય છે.
વિવાદ થતાં વસ્તુતત્વની સિદ્ધિને માટે સર્વસની આજ્ઞા અનુસાર વિકલ્પ કરે છે. જેમકે–જીવ છે અને સત્ અસત્ રૂપ છે. આ સત્ય મનઃ પ્રવેગ કહેવાય છે, કેમકે તે આરાધક છે. જે વિવાદ થતાં વસ્તુની પ્રતિષ્ઠા કરવાની ઈચ્છા થતાં પણ સવજ્ઞની આજ્ઞાની વિરૂદ્ધ વિકલ્પ કરે છે, જેમકે, “જીવ નથી” અથવા જીવ એકાન્ત નિત્ય છે તે વિરાધક હોવાના કારણે અસત્ય છે. કિન્તુ વસ્તુની સિદ્ધિની ઈચ્છા વિના પણ સ્વરૂપ માત્રના પર્યાચન કરનારા વાકયને પ્રવેગ કરાય છે, જેમ-જિનદત્તથી પટ લઈ આવવું અથવા ગામ જવું ઈત્યાદિ, તે અસત્યામૃષા કહેવાય છે, કેમકે તે સ્વરૂપ માત્રનું પર્યાલચન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૯૦