Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિ નામ છે, હદના જે પદ્મહદ આદિ નામ છે, નદિના જે ગંગા સિધુ આદિ નામ છે, વિજયેના જે કચ્છ સુકચ્છ આદિ નામ છે. વક્ષસ્કાર પર્વતના જે માલ્યવન્ત આદિ નામ છે, સૌધર્મ આદિ કપના જે નામ છે. ઈન્દ્ર આદિના જે કેઈ શકે આદિ નામ છે. એ પ્રમાણે દેવકુરૂ, ઉત્તરકુર, મન્દર આદિ પર્વત શકાદિ સમ્બન્ધી આવાસ મેરના નજીકના કૂટ એ બધાના તથા કૃત્તિકા આદિ નક્ષત્રના, ચન્દ્રોના, સૂર્યના જે કઈ પણ નામ છે, એ બધાના નામ ઉપર દ્વીપ અને સમુદ્રના ત્રણ ત્રણ રૂપમાં નામ સમજી લેવા જોઈએ. જેમકે હારદ્વીપ, હારસમુદ્ર, હારવરિદ્વીપ, હારવરસમુદ્ર, હારવરાવભાદ્વીપ, હારવરાવભાસસમુદ્ર ઈત્યાદિ રૂપથી પ્રત્યેકના ત્રણ ત્રણ સ્વરૂપ કહેવાં જોઈએ, યાવત્ સૂર્યદ્વીપ, સૂર્યસમુદ્ર, સૂર્ય વરદ્વીપ, સૂર્યવર સમુદ્ર, સૂર્યાવરાવભાસ દ્વીપ, સૂર્યવરાભાસ સમુદ્ર તેના પછી, સુર્યવરાવભાસને બધી બાજુથી ઘેરીને દેવ દ્વીપ, વળી દેવ સમુદ્ર, પાછો નાગદ્વીપ, નગસમુદ્ર પછી યક્ષ દ્વીપ, યક્ષસમુદ્ર, વળી પાછા ભૂતદ્વીપ ભૂતસમુદ્ર, સ્વયંભૂરમણ દ્વીપ, સ્વયંભૂરમણ સમુદ્ર, આ પાંચ દેવાદિદ્વીપ અને પાંચ દેવાદિ સમુદ્ર છે. જે એક રૂપ જ છે. એ ત્રણ ત્રણ સ્વરૂપવાળા નથી.
પહેલાં લેક જે આકાશ થિગ શબ્દથી પ્રરૂપિત કર્યું હતું, હવે “લેક, દ્વારા જ તેની પ્રરૂપણ કરવાને માટે કહે છે હે ભગવન્ ! લેક કઈ વસ્તુથી પૃષ્ટ છે ? આ પ્રશ્ન સામાન્યરૂપે થયે. તેને જ વિશેષ રૂપે કહે છે-લક કેટલી કાયાથી પૃષ્ટ છે?
શ્રી ભગવાન ઉત્તર આપે છે જેમ આકાશ થિગ્નલના વિષયમાં નિરૂપણ કર્યું છે તે જ પ્રકારે લેકવા વિષયમાં પણ સમજી લેવું જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ અલેક કોનાથી પૃષ્ટ છે? કેટલી કાયાથી પૃષ્ટ છે ? શું ધર્માસ્તિકાયથી સ્પષ્ટ છે ? શું ધર્માસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે ? અથવા શું ધમ. સ્તિકાયના પ્રદેશોથી સ્પષ્ટ છે? શું અધર્માસ્તિકાયથી પૃષ્ટ છે? કે અધર્માસ્તિકાયના દેશથી સ્કૃષ્ટ છે અથવા અધર્માસ્તિકાયના પ્રદેશથી સ્પષ્ટ છે ? શું આકાશાસ્તિકાયથી સ્પષ્ટ છે આકાશાસ્તિકાયના દેશથી પૃષ્ટ છે ? અથવા કાશાસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ છે? ઈત્યાદિ પૃછા કરવી જોઈએ.
શ્રી ભગવાન્ હે ગૌતમ! અલેક ધર્માસ્તિકાયથી પૃષ્ટ નથી, ધર્માસ્તિકાયના દેશથી સ્કૃષ્ટ નથી, ધર્માસ્તિકાયના પ્રદેશથી પૃષ્ટ નથી. તે અધર્માસ્તિકાયથી પૃષ્ટ નથી. અધર્માસ્તિકાયના દેશથી પૃષ્ટ નથી, અધર્માસ્તિકાયના પ્રદેશથી પણ સ્પષ્ટ નથી. અલેક આકાશારિતકાયથી પૃષ્ટ નથી. પરંતુ આકાશાસ્તિકાયના દેશથી સ્પષ્ટ છે. તે પૃથ્વીકાયિકથી પણ પૃષ્ટ નથી યાવત્ અદ્ધા સમયથી પણ પૃષ્ટ નથી. અર્થાત્ અષ્કાયથી, તેજ કાયથી, વયકાયથી, વનસ્પતિકાયથી અને ત્રસકાયથી પણ સ્પષ્ટ નથી. અદ્ધા સમયથી પણ સ્પષ્ટ નથી. અલકાકાશ અજીવ દ્રવ્ય અર્થાત્ આકાશાસ્તિકાયને એક દેશ છે, સંપૂર્ણ આકાશા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૩