Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૧) સર્વ પ્રથમ ઈન્દ્રિયેનું નિરૂપણ કરાશે. ઈન્દ્રિય જેના દ્વારા ઉપચયને પ્રાપ્ત થાય તે ઉપચય, અર્થાત્ ઈન્દ્રિયોને પુદ્ગલેનો સંગ્રહ અગર ઈન્દ્રિય પર્યાપ્તિ ઈન્દ્રિપચય કહેવાય છે.
(૨) તદનન્તર નિર્વતના અર્થાત્ બાહ્ય અને આભ્યન્તર નિવૃત્તિ અથવા આકૃતિનું ઉત્પન્ન થવું તે કહેવાશે.
(૩) તત્પશ્ચાત પૂર્વોક્ત નિર્વતના કેટલા સમયમાં થાય છે, એવી જિજ્ઞાસા થતાં ઉત્તર અપાશે કે નિર્વતનાના અસંખ્યાત સમય હોય છે.
(૪) તેના પછી લબ્ધિ અર્થાત્ ઇન્દ્રિયાવરણ કર્મના ક્ષપશમ નું કથન કરાશે. (૫) પછી ઉપયોગ કાળનું નિરૂપણ કરવામાં આવશે.
(૬) તત્પશ્ચાત્ અલ્પ બહત્વની પ્રરૂપણ કરતા પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર ઉપગાદ્ધા વિશેષાધિક કહેવાશે.
(૭) પછી અવગ્રહ અર્થાત પરિચ્છેદ રૂપ વરતુ નિર્ણય કહેશે.
(૮) પરિચ્છેદ અવાય આદિના ભેદથી અનેક પ્રકારના હોય છે, એ કારણથી તદનતર અવાયનું પ્રરૂપણ કરાશે.
(૯) પછી ઈહાનું અને પછી
(૧૦) વ્યંજનાવગ્રહનું પ્રરૂપણ થશે. સૂત્રમાં પ્રયુક્ત “ચ” શબ્દની અર્થાવગ્રહની પણ પ્રરૂપણ કરશે
(૧૧) પછી દ્રવ્યેન્દ્રિયની, પછી- (૧૨) ભાવઈન્દ્રિયની, અને પછી
(૧૩) અતીત, બદ્ધ અને પુરસ્કૃત ઇન્દ્રિયનું કથન થશે. એ પ્રકારે બીજા ઉદ્દેશકમાં નિરૂપિત વિષને સંગ્રહ બે ગાથાઓમાં કરાએલે છે.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૪૫