Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ન પહોંચાડનારી આજ્ઞાપની ભાષા તે કહેવાય છે. જે પિતાના અને પારકાના અનુગ્રહની બુદ્ધિથી કે કાર્ય કરવામાં સમર્થ વિનીત સ્ત્રી આદિ વિનય જનેને માટે બેલાય છે, જેમકે હે બ્રાહ્મણ ! સાવી ! આજ શુભ નક્ષત્ર છે. તમે અમુક અંગનું અગર અમુક શ્રુતસ્કન્ધનું અધ્યયન કરો. આજ્ઞાપની ભાષા પ્રજ્ઞાપની જ છે, કેમકે તે નિર્દોષ છે, જે ભાષા આજ્ઞાપની તો છે પણ પૂર્વોક્તથી વિપરીત છે, અર્થાત્ સ્વપરને પીડા ઉત્પન્ન કરવાનું કારણ હોય તે ભાષા મૃષા છે. અપ્રજ્ઞાપની છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન ! જે ભાષા જાતિની અપેક્ષાએ સ્ત્રી પ્રજ્ઞાપની હેય અર્થાત્ સ્ત્રીના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી હોય, જેમ, સ્ત્રી સ્વભાવથી તુચ્છ હોય છે, તેમાં અભિમાનની બહુલતા હોય છે. તેની ઇન્દ્રિયે ચંચળ હોય છે. અને ધય વગરની હોય છે, વિગેરે કહ્યું પણ છે સ્ત્રી તુચ્છ, અહંકારની બહુલતા વાળી ઈન્દ્રિચેથી ચપળ અને ઘેર્યની દૃષ્ટિએ દુર્બળ હોય છે. એ જ પ્રકારે જે ભાષા જાતિની અપે ક્ષાએ પુરૂષના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળી હોય છે, જેમ, પુરૂષ સ્વભાવતા ગંભીર આશયવાળો હોય છે, અતિઅધિક આપત્તિ આવી પડતાં પણ કાયર થતું નથી ધેર્યને પરિત્યાગ કરતું નથી. ઇત્યાદિ. એ પ્રકારે જે ભાષાની અપેક્ષાએ નપુંસકનું પ્રતિપાદન કરવાવાળી હોય છે, જેમ નપુંસક સ્વભાવે કલીબ હોય છે અને તે મોહ રૂપી વડવાનળની જવાળાઓના સમૂહથી બળતું રહે છે, ઈત્યાદિ. એ પ્રકારની શું ભાષા પ્રજ્ઞાપની હોય છે? શું આ ભાષા મૃષા નથી? તાત્પર્ય એ છે કે યદ્યપિ જાતિના ગુણ તેજ હોય છે જે ઊપર કહેલા છે, છતાં પણ ક્યાંય કઈમાં અન્યથા ભાવ પણ દેખાય છે, જેમ કે સ્ત્રી ગંભીર આશયવાળી ધીર અને ઉત્કૃષ્ટ સત્વશાલિની હોય છે, જ્યારે કઈ કઈ પુરૂષ પણ પ્રકૃતિથી તુચ્છ, ચપલેન્દ્રિય અને જરા જેટલી આપત્તિ આવતાં કાયર થતો જોવામાં આવે છે. કેઈ નપુંસક પણ ઓછા મેહવાળે અને સત્તાન હોય છે. તેથી જ એ સંશય ઉત્પન્ન થાય છે કે પૂર્વોક્ત પ્રકારની ભાષાને પ્રજ્ઞાપની સમજવી અગરતે મૃષા સમજવી ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે-હા ગૌતમ ! આ જે સ્ત્રી પ્રજ્ઞાપની છે, જે પુરૂષ પ્રજ્ઞાપની ભાષા છે અથવા જે નપુંસક પ્રજ્ઞાપની ભાષા છે, એ ભાષા પ્રજ્ઞાપની અર્થાત્ સત્ય છે, એ ભાષા મૃષા થતી નથી. તાત્પર્ય એ છે કે જાતિગુણોનું નિરૂપણ બહુલતાની અપેક્ષાએ થાય છે, એક એક વ્યક્તિની અપેક્ષાએ નથી થતું. એજ કારણ છે કે જ્યાં કોઈ સમગ્ર જાતિના ગુણોનું નિરૂપણ કરાય છે તે નિર્મળ બુદ્ધિ પ્રરૂપણ કર્તા પ્રાયઃ શબ્દનો પ્રયોગ કરે છે–તેઓ કહે છે પ્રાયઃ એવું સમજવું જોઈએ. તેથીજ કેઈ વખત કોઈ વ્યક્તિમાં જાતીય ગુણની વિપરીતતા મળી આવે તે પણ કેઈ દેષ ન થવાથી જ તે ભાષા પ્રાપની જ છે. તે મૃષા નથી કહી શકાતી. એ સૂત્ર ૨ છે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩