Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એજ પ્રકારે માન, માયા અને લેભના વિષયમાં પણ એજ બધુ સમજી લેવું જોઈએ કે જે કોઇના સમ્બન્ધમાં કહેલ છે. અર્થાત્ માન આદિની ઉત્પત્તિ પણ ક્ષેત્ર, વાસ્તુ, શરીર અને ઉપધિના કારણે થાય છે અને નારક આદિ ચોવીસે દંડકોના જીના માન આદિની ઉત્પત્તિ પણ આજ ચાર કારણોથી થાય છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃ પ્રશ્ન કરે છે-હે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારને કહે છે? શ્રી ભગવાન ગૌતમ ! ક્રોધ ચાર પ્રકાર છે. તેના ચાર ભેદ આ પ્રકારે છે (૧) અનન્તાનુબંધી કોધ–કે જે સમ્યકત્વ ગુણને પણ ઘાતક હોય છે. (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-જે દેશ વિરતિને વિઘાતક હેાય છે. (૩) પ્રત્યાખ્યાનાવરણકો-જે સર્વવિરતિને પ્રતિબંધક થાય છે. (૪) સંજવલનકો–જે યથાખ્યાત ચારિત્રને ઉત્પન્ન નથી થવા દેતે.
એ પ્રકારે નારકથી લઈ વૈમાનિક દેવે સુધી સમજી લેવું જોઈએ. અર્થાત અસુરકુમાર આદિ દશભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિ, પંચેન્દ્રિય તિય, મનુષ્ય, વાનચન્તર, તિષ્ક અને વૈમાનિકોના પણ કોધ અનન્તાનુખન્દી અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલનના ભેદથી ચાર ચાર પ્રકારના છે.
એજ પ્રકારે માન, માયા અને લોભ નામક કક્ષાના વિષયમાં પણ સમજવું જોઇએ. અર્થાત માન, માયા અને લેભ પણ અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનના ભેદથી ચાર ચાર ભેદો છે અને નારકેથી વૈમાનિક દેવ સુધીના માન આદિના પણું ચાર ચાર ભેદ છે.
ક્રોધકષાય કે વિશેષભેદોં કા કથન
ક્રોધના વિશેષ ભેદ શબ્દાર્થ – વિળ મંતે ! પૂછજો ) હે ભગવન્! ક્રોધ કેટલા પ્રકારના કહેલ છે? (લોચન ! જ િશોધે ઉત્તે) હે ગતમ! ચાર પ્રકારના ફોધ કહેલ છે (તં જ્ઞા) તે આ પ્રકારે (કમોનિવ્રુત્તિp) ઉપગ પૂર્વક ઉત્પન્ન કરેલ (ગામોનિઃત્તિ) વિના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૦