Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કહ્યું પણ છે–પૂcવચમારા નિકારા, અર્થાત્ પૂર્વ બદ્ધકર્મોનું પૃથક થવું તે નિર્જરા છે. કિન્તુ અહીં જે નિર્જરાનું કથન કરાયેલું છે, તે દેશ નિર્જરા સમજવી જોઈએ, કેમકે તે કષાય જનિત છે. સર્વ નિર્જરા કષાયથી રહિત યુગને સર્વથા નિરોધ કરનારા અને મોક્ષ રૂપી મહેલ પર આરૂઢ થનારાઓને જ હોય છે, બીજાઓને નથી હોતી. દેશ નિર્જરા બધા જ સદાકાળ કરતા રહે છે.
હવે ઉપસંહાર કરતા કહે છે, આ પૂર્વોક્ત સમુચ્ચય જીવોએ તથા નારકોથી લઈને વૈમાનિક દેવે સુધીના વીસે દંડકન એ અતીત, વર્તમાન અને ભવિષ્યકાળના ભેદથી ચય, ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા કરેલ છે, કરે છે, અને કરશે. ચય, ઉપચય આદિ છએને ત્રણે કાળેથી ગુણાકાર કરતા અઢાર દંડક થાય છે. તેમને આ પ્રકારે કહેવા જોઈએ-ચય કર્યો, કરે છે, અને કરશે ઉપચય કર્યો ઉપચય કરે છે અને ઉપચય કરશે. બન્ધન કર્યું, બંધન કરે છે અને બન્ધન કરશે. ઉદીરણ કરી, ઉદીરણ કરે છે, અને ઉદીરણા કરશે. વેદન કર્યું, વેદન કરે છે અને વેદન કરશે. નિજર કરી, નિર્જરા કરે છે અને નિર્જરા કરશે. હવે ઉપર્યુક્ત વિષયોનો સંગ્રહ કરનારી ગાથા કહે છે –
આત્મ પ્રતિષ્ઠિત, ક્ષેત્રના આશ્રયથી, અનન્તાનુબંધી, આભેગ, ચય, ઉપચય, બ, ઉદીરણા, વેદના અને નિર્જરાનું અહીં કથન કરેલું છે. ગાથાને આશય સ્પષ્ટ છે. ૦ ૨ છે શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત
પ્રજ્ઞાપના સુત્રની પ્રમેયબોધિની વ્યાખ્યાનું
ચૌદમું કષાય પદ સમાપ્ત. મે ૧૪
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૬