Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિ દશ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકેલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિર્યંચા, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોના વિષયમાં પણ એવું કહેવું જોઈએ કે તે ક્રોધ આદિ ચાર કારણથી આઠ કર્મપ્રકૃતિને ચય કરે છે.
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે- હે ભગવન ! કષાય પરિણત થયેલ જીવ કેટલા કારથી આઠ કર્મપ્રકૃતિને ચય કરશે?
શ્રી ભગવાન ગૌતમ! કષાય પરિણત જીવ ચાર કારણથી આઠ કર્મ પ્રકૃતિને ચય કરશે. તે ચાર કારણે આ છે-ક્રોધ, માન, માયા અને લેભ. એ પ્રકારે નારકેથી લઈને વૈમાનિક સુધી ચાવીસે દંડકના જીવોના સમ્બન્ધમાં કહેવું જોઈએ અર્થાત્ નારક, અસુરકુમાર, ભવનપતિ આદિ બધા જ ક્રોધ, માન, માયા, અને લેભના દ્વારા આઠ કર્મપ્રકૃતિને ચય કરશે.
એ પ્રકારે કર્મ પુગલના ઉપાદાન (ગ્રહણ) રૂ૫ ચયનનું પ્રતિપાદન કરીને ઉપચય, બન્ય, ઉદીરણ, વેદના અને નિર્જરા સંબંધી, અતીત, વર્તમાન અને ભવિષ્યન્ કાલનભેદથી ત્રણ-ત્રણ દંડકોનું પ્રતિપાદન કરે છે અને બધાનો સરવાળો અઢાર દંડકેની પ્રરૂપણું કરવાને માટે કહે છે- હે ભગવન ! છાએ કેટલા કારણથી આઠ કર્મપ્રકૃતિને ઉપચય કર્યો છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! જીવોએ ચાર કારણથી આઠ કર્મપ્રકૃતિયોનો ઉપચય કર્યો છે. તે ચાર કારણ આ છે-ક્રોધ, માન, માયા અને લેભ. પિતાના અબધાકાળ પછી જ્ઞાનાવરણીય આદિ કર્મચગ્ય પુદ્ગલના વધન-નિક ઉપચય કહેવાય છે. તેને કમ આ રીત-પ્રથમ સ્થિતિમાં બધાથી અધિક દ્રવ્ય, બીજી સ્થિતિમાં વિશેષ હીન ત્રીજી સ્થિતિમાં તેની અપેક્ષાએ પણ વિશેષતર હીન, એ પ્રકારે ઉત્તરોત્તર વિશેષહીન વિશેષહીન થતા તત્કાલ બદ્ધમાન સ્થિતિ ચરમસ્થિતિ બને છે, ત્યાં સુધી કહેવું જોઈએ
જે વક્તવ્યતા છના વિષયમાં કહી છે, તે જ નારકથી લઈને વૈમાનિકો સુધીના વિષયમાં જાણવી જોઈએ. અર્થાત્ નારકે, ભવનપતિ, પૃથ્વીકાયિકે આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્ર, પંચેન્દ્રિય તિય ચિ, મનુષ્ય, વનવ્યન્તર, જ્યોતિષ્કો અને વૈમાનિકને વિષયમાં પણ એવું જ સમજી લેવું જોઈએ. આ બધા જીવોએ ક્રોધાદિના કારણે આઠ કમ પ્રકૃતિને ઉપચય કર્યો છે.
હવે વર્તમાન કાળની અપેક્ષાએ શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે હિં ભગવન કષાયપરિણત જીવ કેટલા કારણથી આઠ કાર્યપ્રકૃતિને ઉપચય કરે છે?
ભગવાન–કષાય પરિણામવાળા જીવ ચાર કારણથી આઠ કર્મપ્રકૃતિનો ઉપચય કરે છે. જેમકે, કોધથી, માનથી, માયાથી અને લેભથી.
નારકાથી લઈને વૈમાનિક સુધી એ પ્રકારે સમજવું જોઈએ અર્થાત્ જે વાત સમુચ્ચય વિષયમાં કહી છે, તે જ નારકે, દશ ભવનપતિ, પૃથ્વીકાધિકે આદિ પાંચ એકેન્દ્ર, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિય તિર્ય, મનુષ્ય, વાતવ્યન્તરે, તિષ્ક અને વૈમાનિકોના
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૦૪