Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
| (વાળમંતરોસિમાળિયામાં કહ્યું કુરકુમાર) વાનવંતરે, તિષ્ક અને વૈમાનિકની વક્તવ્યતા અસુરકુમારના સમાન સમજી લેવી
ટીકાર્થ–હવે નારકમાં ઈન્દ્રિયોના સંસ્થાન આદિની પ્રરૂપણ કરવાને માટે કહે છે શ્રી ગૌતમસ્વામી–હે ભગવન નારકોની કેટલી ઈન્દ્રિય કહી છે?
શ્રી ભગવાન હે ગૌતમ! નારકની પાંચ ઈદ્રિય કહી છે. તે આ પ્રકારે છે–શ્રોત્રેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, પ્રાણેન્દ્રિય, જિહવેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય.
શ્રી ગૌતસ્વામી–હે ભગવન્! નારકની શ્રોત્રેન્દ્રિય કેવા આકારની કહેલી છે?
શ્રી ભગવન–હે ગૌતમ ! નારકની શ્રોત્રેન્દ્રિય કદમ્બના ફુલના આકારની કહેલી છે. એ રીતે જેવી સમુચ્ચય જીની વક્તવ્યતા કહી છે, તે જ પ્રકારે નારકની વક્તવ્યતા પણ કહેવી જોઈએ યાવત્ તેમની ચક્ષુઈન્દ્રિય મસૂરની દાળના આકારની છે, ધ્રાણેન્દ્રિય અતિ મુક્તના કુલના આકારની છે તેમજ જિન્દ્રિય કેદાળીના આકારની છે. સ્થૂલતાની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમે ભાગ કહેલ છે. પૃથતા અર્થાત્ વિસ્તારની દ્રષ્ટિએ અંગુલને અસંખ્યાતમો ભાગ કહેલ છે જિહા ઈન્દ્રિય અંગુલ પૃથકત્વની છે. શ્રોત્રેન્દ્રિય અનન્ત પ્રદેશી છે. વિગેરે બધું કથન પૂર્વોક્તનાં સમાન જ સમજવું જોઈએ. કયાં સુધી સમજવું જોઈએ? તેના સંબંધમાં કહેલું છે-બને પ્રકારના અલપ બહુ સુધી આ પ્રકારે સમજી લેવું.
કિન્તુ સમુચ્ચય જીની અપેક્ષાએ નારકે સંબંધી વક્તવ્યતામાં કિંચતું અંતર છે. તે આ પ્રકારે છે–હે ભગવન ! નારકેની સ્પર્શનેન્દ્રિય કેવા આકારની કહેલી છે?
શ્રી ભગવાન–ઉત્તર આપે છે–હે ગૌતમ! નારકની સ્પર્શનેન્દ્રિય બે પ્રકારની કહી છે. તે આ પ્રકારે ભવધારણીય અને ઉત્તરક્રિય. તે બન્નેમાંથી ભવધારણીય સ્પશનેન્દ્રિય હંડક સંસ્થાનવાળી કહી છે, કેમકે તે એ પક્ષીના રાણીના સમાન છે, જેની બધી પાંખ ઉખાડી નાખેલી હોય. તેની ઉત્તરવિક્રિયા સંબંધી સ્પશનેન્દ્રિય પણ હંડક સંસ્થાનવાળી હોય છે.
અભિપ્રાય આ છે—નારકોના શરીર બે પ્રકારના હોય છે–ભવધારણીય અર્થાત્ ભવના પ્રારંભથી અંત સુધી રહેવાવાળા અને ઉત્તર ક્રિય અર્થાત્ વિક્રિયા કરીને બનાવેલા. નારકોના ભવધારણીય શરીર ખૂબજ બીભત્સ આકારવાળા હોય છે, જેવાં એ પક્ષીના શરીર કે જેની ખધી પાંખ ઉખાડેલી છે. તેમના ઉત્તરક્રિય શરીર પણ એજ પ્રકારે હંડાકાર હોય છે. “અમે પરમ રમણીય શરીરની વિકુણા કરીશું. એવી ભાવના કરીને. પણ તેઓ જ્યારે વૈક્રિય શરીરની રચના કરે છે, ત્યારે અત્યંત અશુભ નામ કમના ઉદયથી અતીવ અભદ્ર વૈકિશ શરીર બને છે. શેષ સમસ્ત વક્તવ્યતા પહેલાના જેવી સમજી લેવી જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન અસુરકુમારની ઈન્દ્રિયે કેટલી છે? શ્રી ભગવાન-હે ગૌતમ! અસુરકુમારની ઇન્દ્રિ પાંચ કહી છે. એ રીતે સમુચ્ચય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૨૨૦