Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૨કોઈ કોઈ પરપ્રતિષ્ઠિત થાય છે, કોઈ બીજા માણસ પર ઉત્પન થનાર ક્રોધ પર પ્રતિષ્ઠિત કહેવાય છે. જ્યારે બીજો કોઈ મનુષ્ય આકોશ આદિ કરીને ક્રોધ ઉત્પન્ન કરે છે, ત્યારે તેના પ્રત્યે જે ક્રોધ ઉત્પન્ન થાય છે. તે પરપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે.
(૩) કઈ કંધ એ પણ હોય છે જે પિતના ઊપર અને બીજાના ઊપર પણ થાય છે જેમકેપિતાના તેમજ અન્ય દ્વારા કરેલા અપરાધના કારણે સ્વપર વિષયક ક્રોધ કઈ કરે છે, ત્યારે તે કોધ ઉભય પ્રતિષ્ઠિત કહેવાય છે.
(૪) ચોથા પ્રકારને ક્રોધ અપ્રતિષ્ઠિત હોય છે. જ્યારે કોઈ ક્રોધ દુરાચરણ અથવા આકોશ આદિ કારણ વિના નિરાધાર કેવળ વેદનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થઈ જાય છે, તે અપ્રતિષ્ઠિત ક્રોધ કહેવાય છે. પિતાના દુરાચારના કારણે ઉત્પન્ન ન થવાથી તે આત્મપ્રતિષ્ઠિત નથી હોતું. તે ક્રોધ પરપ્રતિષ્ઠિત પણ નથી હોતે, કેમકે તે બીજાના પ્રતિકૂલ વ્યવહારથી ઉત્પન્ન નથી થતું, એ કારણે ઉભય પ્રતિષ્ઠિત પણ નથી હોતો.
એ પ્રકારે નિરયિકે યાવત્ વૈમાનિકે સુધી અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિ પૃથ્વીકાયિકે આદિ એકેન્દ્રિ, વિકલેન્દ્રિયે, પંચેન્દ્રિયતિયો, મનુષ્ય, વનવ્યન્તર દેવે,
તિષ્ક દે તથા વૈમાનિક દેને કોઈ પણ આત્મપતિષ્ઠિત, પરપ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિતના ભેદથી ચાર પ્રકારના હોય છે.
જેવા ફોધના દંડક કહ્યા છે, તે જ પ્રકારે માનને પણ ચાર પર પ્રતિષ્ઠિત કહેવું જોઈએ. માયાને પણ અને લેભને પણ ચાર ચાર પર પ્રતિષ્ઠિત કહી લેવાં જોઈ એ.
એ પ્રકારે કોધ, માન, માયા, લોભના આધારના ભેદે ભેદ દેખાડીને હવે કારણ ભેદથી ભેદની પ્રરૂપણ કરવાને માટે કહે છે–હે ભગવન! કોઇની ઉત્પત્તિ કેટલા કારણથી થાય છે?
શ્રી ભગવાન–હે ગૌતમ! કોધની ઉત્પત્તિ ચાર કારણોથી થાય છે, તે ચાર કારણે આ રીતે છે-(૧) ક્ષેત્ર અથતુ ખેતરના નિમિ તથા (૨) વાસ્તુ અથત મકાનઆદિ ઈમારતેના નિમિત્તથી (૩) શરીરના નિમિત્તથી અને (૪) ઉપધિ અર્થાત ઉપકરણના નિમિત્તથી.
તાત્પર્ય એ છે કે, જમીન, મકાન, શરીર અને એના સિવાય બીજા સાથનેને જ્યારે કઈ કારણથી હાનિ કે ક્ષતિ પહોંચે ત્યારે, ક્રોધ ઉત્પન્ન થાય છે. અહી ઉપધિ, જે ચોથું કારણ કહેલું છે, તેમાં જમીન, મકાન અને શરીર સિવાય બાકીની બધી પ્રિય વસ્તુઓને સમાવશ સમજી લેવું જોઈએ,
એજ પ્રકારે નારÀથી લઈને વૈમાનિક દેવે સુધી ચાવીસે દંડકોના જીના ક્રોધની ઉત્પત્તિ ઉપર્યુક્ત ચાર કારણોથી થાય છે, અર્થાત્ નારક અસુરકુમાર આદિ દશ ભવન પતિ, પૃષિાયિક આદિ એકેનિદ્ર, વિકલનિક, એન્દ્રિય તિ , મનુષ્ય, વાનવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવામાં ક્રોધની ઉત્પત્તિ પૂર્વોક્ત ચાર કારણથી થાય છે,
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૯