Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૃથ્વીકાયિક જવામાં તેને વેશ્યા પણ હોય છે. એ કારણથી સૌધર્મ અને ઇશાન દેવક સુધીના દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થઈ શકે છે. પરિણામથી પૃથ્વકાયિક જીવ કાયાગી જ હોય છે, તેમાં વચનગવાળા અને મને યોગવાળા નથી હોતા. પૃથ્વીકાચિકેમાં જ્ઞાન પરિણામ મળી જ નથી શક્ત, કેમકે આગમમાં પૃથ્વીકાયિક આદિ પાંચમાં સાસાદન સમ્યકત્વને નિષેધ કરેલો છે, તેથી જ સમ્યકૃત્વ અને જ્ઞાનને અભાવ સમજ જઈએ. હા, પૃથ્વીકાયિકમાં અજ્ઞાન પરિણામ હોય છે અને તે પરિણામથી તેઓ મત્યજ્ઞાની પણ હોય છે અને શ્રુતજ્ઞાની પણ હોય છે. દર્શન પરિણામથી પૃથ્વીકાયિક મિથ્યાદષ્ટિ હોય છે. કેમકે સમ્યકત્વ-મિથ્યાત્વ પરિણામ પંચેન્દ્રિય સંજ્ઞી એમાં જ મળી આવે છે, તેમના સિવાય બીજા બધામાં તેમને નિષેધ જાણવું જોઈએ. શેષ કથન નારકના સમાન છે.
અષ્કાયિક અને વનસ્પતિકાચિકેના વક્તવ્યતા પૃથ્વીકાયિકાના જેવી જ છે, તેજ: કાયિક અને વાયુકાયિકનું કથન પણ એજ પ્રકારનું છે, તેમાં વિશેષતા એટલી છે કે લેશ્યા પરિણામની અપેક્ષાએ વાયુકાયિક જીવ નારકના સમાન છે.
કીન્દ્રિય જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિક હોય છે. દ્વીન્દ્રિયેનું શેષ કથન નારકના સમાન સમજવું જોઈએ. વિશેષ વાત એ છે કે પેગ પરિણામથી શ્રીન્દ્રિય જીવ વચનગી અને કાયમી હોય છે. જ્ઞાન પરિણામથી ન્દ્રિય જીવ આભિનિબંધિજ્ઞાની પણ હાય છે શ્રુતજ્ઞાની પણ હોય છે. તાત્પર્ય એ છે કે કઈ કઈ દ્વીન્દ્રિય જીવ કરૂણા પર્યાપ્ત અવસ્થામાં સાસાદન સમ્યગ્દષ્ટિ પણ મળી આવે છે, એ કારણે તેમનામાં જ્ઞાનપરિણામ પણ હોય છે. એજ અપેક્ષાએ આગળ તેમને સમ્યગ્દષ્ટિ પણ કહેશે. અજ્ઞાન પરિણામથી હીન્દ્રિય જીવ મત્યજ્ઞાની હોય છે અને શ્રુતજ્ઞાની પણ હોય છે, પરંતુ વિર્ભાગજ્ઞાની નથી હોતા. દશના પરિણામની અપેક્ષાએ તેઓ સમ્યગ્દષ્ટિ પણ હોય છે, મિથ્યાદષ્ટિ પણ હોય છે, પણ સમ્યમિથ્યાદષ્ટિ અર્થાત મિશ્રદષ્ટિ નથી હતા શેષ કથન નારકના સમાન સમજવું જોઈએ.
જે વકતવ્યતા હીન્દ્રિયની કહી છે, તેવી જ ત્રીદ્ધિ અને ચતુરિન્દ્રિયેની પણ સમજવી જોઈએ. પરંતુ શ્રીન્દ્રિયેની અપેક્ષાએ વિશેષતા એ છે કે તેમનામાં ઈન્દ્રિયોની વૃદ્ધિ કરી લેવી જોઈએ. અર્થાત્ ઈન્દ્રિય પરિણામથી તેઓને ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય કહેવા જોઈએ. સ્પર્શ અને રસના ઈન્દ્રિયના વેગથી જીવ દ્વીન્દ્રિય કહેવાય છે, સ્પર્શ રસના અને પ્રાણ ઈન્દ્રિય હોવાથી ત્રીન્દ્રિય અને સ્પર્શ રસના ઘાણ અને ચક્ષુના સંબધથી ચતુરિન્દ્રિય કહેવાય છે.
પંચેન્દ્રિય તિર્યચનિક જીવ ગતિ પરિણામથી તિર્યંચગતિવાળા કહેવાય છે, શેષ વકતવ્યતા નારકેની સમાન કહેવી જોઈએ. વિશેષતા એ છે કે પંચેન્દ્રિય તિર્યંચ જીવ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૦