Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિનો રૂક્ષ પરમાણુ આદિની સાથે જ્યારે બન્ધ થાય છે તે તેના પણ નિયમથી બે આદિ અધિક ગુણવાળાની સાથે જ બંધ થાય છે, અન્યથા નહિ, આ ગાથાના પૂર્વાર્ધને અર્થ થયો. હવે તેના ઉત્તરાઈને અર્થાત્ આગળના અડધા ભાગને અર્થ કહે છે
જ્યારે સ્નિગ્ધ અને રક્ષ પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે. ત્યારે કેવા પ્રકારે બંધ થાય છે? તે કહે છે–સ્નિગ્ધ પરમાણુ આદિને રૂક્ષ પરમાણુ આદિની સાથે બંધ થઈ શકે છે, કિન્તુ જઘન્ય ગુણને છોડીને થાય છે, ભલે તે સમ હોય કે વિષમ હોય. જઘન્યને આશય છે, એક ડિગ્રી (કાળાશ) વાળા સિનગ્ધ અગર એક ડીથી (કાળાશ) વાળા રુક્ષ, તેને છોડીને શેષ બે ગુણવાળ આદિ સ્નિગ્ધને દ્વિગુણ રક્ષ આદિની સાથે બંધ થાય છે. એ પ્રકારે બન્ધન પરિણામની પ્રરૂપણ કરીને હવે ગતિ પરિણામની પ્રરૂપણા કરે છે
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન્! ગતિ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ! ગતિ પરિણામ બે પ્રકારના કહાં છે, તે આ પ્રકારે છે સ્પૃશત્ ગતિ પરિણામ અને અસ્પૃશત્ ગતિ પરિણામ. વચમાં આવનારી બીજી વસ્તુઓને સ્પર્શવા છતાં જે ગતિ થાય છે. તે પૃશત્ ગતિ કહેવાય છે. એ ગતિ રૂપ પરિણામને ઐશત ગતિ પરિણામ કહે છે, જેમકે પાણીના ઊપર પ્રયત્ન કરીને તિઈિ ફેકેલી ઠીંકરીનું ગતિ પરિણામ, તિછિ કરેલી ઠીકરી વચમાં જળને સ્પર્શ કરતી થકી ગતિ કરે છે છોકરા આ રીતે રમતા નજરે પડે છે. તેનાથી વિપરીત વચમા આવનારા પદાર્થોને સ્પર્શ કર્યા વિના જ જે વસ્તુ ગમન કરે છે, તેમની ગતિ અસ્પૃશત્ ગતિ પરિણામ કહેવાય છે. જેમ સિદ્ધજીવ, સિદ્ધ શિલાની તરફ ગમન કરે છે.
હવે ગતિ પરિણામનું જ પ્રકાન્તરે નિરૂપણ કરે છે–ગતિ પરિણામ બે પ્રકારના છેદીર્થ ગતિ પરિણામ અને હસ્વ ગતિ પરિણામ. બહુ જ દૂરવર્તી દેશની પ્રાપ્તિનું જે કારણ હોય તે દીર્ઘ ગતિ પરિણામ કહેવાય છે અને સમીપ દેશાન્તરની પ્રાપ્તિના કારણ ભૂત ગતિને હસ્વ ગતિ પરિણામ કહે છે,
શ્રી ગૌતમસ્વામી-હે ભગવન ! સંસ્થાના પરિણામ કેટલા પ્રકારના છે?
શ્રી ભગવાન હે ગૌતમ ! સંસ્થાના પરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે. જેમકે-પરિ મંડલ સંસ્થાન પરિણામ યાવત આયત સંસ્થાન અર્થાત (વૃત્ત સંસ્થાન) વ્યસ સંસ્થાન ચતુરસ્ત્ર સંસ્થાન અને આયત સંસ્થાન. ગોળાકારને પરિમંડલ સંસ્થાન કહે છે, વર્તુલ આકાર વૃત્ત સંસ્થાન કહેવાય છે, ત્રિકોણ આકૃતિ અસ્ત્ર સંસ્થાન, ચરસ આકાર ચતુરસ સંસ્થાન અને લાંબે આકાર આયત સંસ્થાન કહેવાય છે. આ આકારના રૂપમાં થનાર પરિણમન તેમના જ નામથી કહેવાય છે.
શ્રી ગૌતમસ્વામ-હે ભગવન ભેદ પરિણામ કેટલા પ્રકારના કહ્યા છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ભેદ પરિણામ પાંચ પ્રકારના કહ્યાં છે, જેમકે--ખંડભેદ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૯૫