Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
(૯) અદ્ધામિશ્રિતા–અદ્ધાને અર્થ છે કાલ. જે ભાષા દ્વારા કાળને દિવસ આદિની સાથે મેળવી દેવાય, તે અદ્ધમિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. જેમ-કાંઈક દિવસ શેષ રહેતા પણ જલ્દી કરવા માટે કઈ કઈને કહે છે “જલ્દી ઉઠે રાત પડી ગઈ છે અથવા થડી રાત્રિ બાકી રહેતા પણ કહેવું કે, હઠ દિવસ ઊગી ગયા છે!
(૧૦) અદ્ધદ્ધામિશ્રિતા–અદ્ધદ્ધા અર્થાત્ દિન આદિ કાળને એક અંશ જે ભાષાના દ્વારા તેનું મિશ્રણ કરી દેવાય, તે અદ્ધદ્ધા મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે, જેમકે ઉતાવળ કરતે કે પહેલે પ્રહર થયે હોવા છતાં પણ કહે છે જલ્દી જાવ, બે પ્રહર થઈ ગયા છે. આ પ્રકારની ભાષા અદ્ધદ્ધામિશ્રિતા સત્ય મૃષા ભાષા છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે–હે ભગવન ! અપર્યાબિતક અસત્યા મૃષા ભાષા અર્થાત્ વ્યવહાર ભાષા કેટલા પ્રકારની છે ?
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ! અપર્યાપ્ત અસત્યા મૃષા ભાષા બાર પ્રકારની છે તે આ પ્રકારે છે-(૧) આમંત્રણ (૨) આજ્ઞાપની (૩) યાચની (૪) પૃચ્છની (૫) પ્રજ્ઞાપની (૬) પ્રત્યાખ્યાની (૭) ઈચ્છાનુલેમા (૮) અનભિગૃહીતા (૯) અભિગૃહીતા (૧૦) સંશય કરણી (૧૧) વ્યાકૃતા અને (૧૨) અવ્યાકૃતા (તેમનું સ્વરૂપ નિદર્શિત છે)
(૧) આમંત્રણ–સંબોધન સૂચક ભાષા, જેમકે-હે જિનદત્ત ! વિગેરે. આ ભાષા પર્વોક્ત સત્ય, અસત્ય, અને મિશ્ર આ ત્રણે પ્રકારની ભાષાઓના લક્ષણથી વિલક્ષ હોવાને કારણે નથી સત્ય કહેવાતી, નથી અસત્ય કહેવાતી અને નથી સત્યાસત્ય. આ ભાષા કેવળ વ્યવહ ૨ પ્રવર્તક છે. તેથી જ અસત્યા મૃષા કહેવાય છે. આગળ પણ એ રીતે સમજી લેવું જોઈએ.
(૨) આજ્ઞાપની–જેના દ્વારા બીજાને કઈ પ્રકારની આજ્ઞા અપાય, એ પ્રકારની જે ભાષા બીજાને કઈ કાર્યમાં પ્રવૃત્ત કરનારી હોય તે ભાષા અજ્ઞાપની ભાષા છે જેમકે, તમે આ કરે
(૩) યાચન-કેની પાસે વસ્તુની યાચના કરવા માટે પ્રયુક્ત કરાતી ભાષા યાચની કહેવાય છે. જેમકે, “બાપ” એ રીતે કહેવું.
(૪) પ્રચ્છની-ઈ અનિશ્ચિત-સંદિગ્ધ વાતને નિશ્ચય કરવા માટે તેને વિશિષ્ટ જાણકારના સમક્ષ પિતાની જિજ્ઞાસા નિવેદન કરનારી ભાષા પૃચ્છની ભાષા કહેવાય છે, રમક, કેઈ અજ્ઞજન કેઈ શબ્દને અર્થ ન જાણતા હેઈ કઈ વિજ્ઞને પ્રશ્ન કરે છે-“આ શબ્દને અર્થ શો છે મને સમજાવે વિગેરે.
(૫) પ્રજ્ઞાપની-પ્રજ્ઞાપની ભાષા વિનીત આદિ છાત્રજનેને જે ઉપદેશ રૂપ હોય છે, જે પ્રાણી પ્રાણવધને ત્યાગી હોય છે તે ભવાન્તરમા દી જીવી થાય છે. કહ્યું પણ છેજ જીવવધથી નિવૃત્ત થાય છે, તે દીર્ધાયુ અને નિરોગી હોય છે. વિગેરે ઉપદેશ રૂ૫ ભાષાને વિતરાગ દેએ પ્રજ્ઞાપની ભાષા કહી છે કે ૧ |
(૯) પ્રત્યાખ્યાની–જે ભાષા દ્વારા પ્રત્યાખ્યાન પ્રગટ કરાય તે પ્રત્યાખ્યાની ભાષા. કઈ વસ્તુની માગણી કરતા તેને દેવતાના રૂપમાં આ ભાષાનો પ્રયાગ કરાય છે. જેમકે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩
૧૧૨